- અબડાસાના સાંધણ ગામમાં મહેશ્વરી સમાજના યુવકનો મૃતદેહ મળતા ચકચાર
- ન્યાયની માંગ સાથે મહેશ્વરી સમાજ રસ્તા પર ઉતર્યો
- કોઠારા રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો
કચ્છમાં ગત ચાર મેના રોજ એક યુવકની લાશ મળી આવતા સમગ્ર કચ્છ જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. મૃતદેહને લઈ લોકમુખે યુવકની હત્યા થઈ હોવાનું ચર્યાયું હતું. અબડાસાના સાંધણ ગામે મહેશ્વરી સમાજના યુવકની લાશ મળી આવતા ન્યાયની માંગ સાથે સમગ્ર મહેશ્વરી સમાજ રસ્તા પર ઉતરી આવ્યો હતો. અને કોઠારા રોડ પર ભારે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.
યુવકની હત્યા થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધી તપાસ તેજ કરવાની માંગ સાથે મહેશ્વરી સમાજે રસ્તામાં વિરોધ નોંધાવ્યો હતો. જો કે રોડ પર ચક્કાજામની સ્થિતિ જોતા પોલીસે ઘટનાસ્થળે આવી સમજાવાનો પ્રયાસ કર્યો હતો. ગત ચાર મેએ યુવક ગુમ થયા બાદ ભારે શોધખોળ બાદ પણ ન મળી આવતા પરિવારને આખરી આશાસ્પદ મહેશ્વરી સમાજના યુવકનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડયું હતું.
જો કે યુવકની શંકાસ્પદ રીતે હાલતમાં મૃતદેહ મળી આવતા હત્યાનો ગુનો નોંધવા અને યુવકના હત્યારાને પકડવા પરિવાર અને સમાજ એકઠા થઈ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આખી ઘટનામાં પોલીસ ફરિયાદ અથવા હત્યાનો ગુનો ન નોંધાતા પરિવાર અને સમાજમાં રોષ ફેલાયો હતો. આખરે રસ્તો રોકી ચક્કાજામ કરવામાં આવતા આખરે ઘટનાસ્થળે પોલીસના ધાડેધાડે ઉતરી આવી ગયા હતા. જઈ રસ્તો ખુલ્લો કરાવા સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી હતી.


