- સિંચાઇ વિભાગ તરફથી સાવચેત રહેવા સૂચના અપાઇ
- ડેમ 73.76 મીટર સુધી ભરાઈ જતા અપાઇ સૂચના
- આગામી દિવસોમાં ડેમના દરવાજા ખોલવામાં આવી શકે છે
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે. તેમ પણ સૌથી વધારે રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે રાજકોટની જીવાદોરી ગણાતા આજી ડેમમાં નવા નીરની આવક થઈ છે.
રાજકોટમાં કમોસમી વરસાદને કારણે આજી 2 ડેમમાં નવા નીર આવતા પાણીની આવક સતત વધી રહી છે. આજી 2 ડેમમાં પાણીની સપાટી 73.6 મીટર થઈ ગઈ છે જેને કારણે સિંચાઇ વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. સિંચાઇ વિભાગે આજી 2 ડેમના નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
સિંચાઇ વિભાગે જણાવ્યું છે કે આજી ડેમમાં પાણીની સપાટી 73 મીટરને પાર થઈ ગઈ છે. જેને કારણે આગામી દિવસોમાં ડેમના દરવાજા ખોલવામાં આવી શકે છે. જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે તો સાથે સાથે, સ્થાનિકોને નદીના પટના વિસ્તારોમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે.


