- ઈજિપ્તના સૌથી ધનિક રાજા અમેનહોટેપ-3નો ચહેરો વૈજ્ઞાનિકોની ટીમે બનાવ્યો
- અમેનહોટેપ-3 જીવિત દેવતા તરીકે ઈજિપ્તમાં પૂજાય છે
- ફોટામાં રાજા ખૂબ મેદસ્વી અને વાળ વગરના દેખાઈ રહ્યા છે
પિરામિડોની ભૂમિ એટલે કે ઈજિપ્ત એક એવો દેશ છે, જ્યાંની સ્ટોરી અને મમીના કિસ્સા રહસ્યો અને રોમાંચથી ભરેલા છે. આ એટલા લોકપ્રિય છે કે પશ્ચિમી દેશોમાં આની પર ઘણી ફિલ્મો બની છે. ઈજિપ્તમાં એક રસપ્રદ કિસ્સો રાજા અમેનહોટેપ-3નું નામ પર નોંધાયેલું છે. ઈજિપ્તના લોકો તેને જીવિત દેવતા માને છે. પરંતુ નવા ફોટાઓમાં જાણવા મળ્યું કે તે ખૂબ મેદસ્વી અને વધુ વજન ધરાવતા વાળ વગરના રાજા હતા.
ઈજિપ્ત ઉપર 14મા સૈકામાં શાસન કર્યું
નવી આવેલી ઈમેજ વૈજ્ઞાનિકોએ બનાવી છે. 3,400 વર્ષમાં આ પ્રથમવાર છે કે અમેનહોટેપ-3નો ચેરો બનાવવામાં આવ્યો છે. અમેનહોટેપ-3એ 14મા સૈકા ઈસ્વીસન પૂર્વમાં ઈજિપ્ત પર રાજ કર્યું હતું અને તેને જીવતા દેવતાના રૂપમાં પૂજવામાં આવે છે. તેમને ધન અને આંતરરાષ્ટ્રીય શક્તિના યુગમાં દેશનું નેતૃત્વ કર્યું. પુરાતત્વવિદો દ્વારા અમેનહોટેપ-3ને સૌથી મહાન ફિરોમાંના એક મનાય છે. તેમને અત્યાર સુધી સૌથી ધનિક શખ્સ મનાય છે.
એક ઈન્ટરનેશનલ ટીમે અમેનહોટેપ-3ની મમીની ખોપડીના ડેટાનો ઉપયોગ કરી તેનો સંપૂર્ણ ચહેરો બનાવ્યો છે. તેઓને હેતુ એવો હતો કે લોકોને જાણવા મળે કે તેઓ વાસ્તવિક કેવી રીતે દેખાતા હતા. વૈજ્ઞાનિકોની ટીમે તેનું નામ, કાન, આંખ અને હોઠના આકારનો અભ્યાસ કરી ચહેરો બનાવ્યો છે.
રાજાનો ચહેરો બ્રાઝિલના શખ્સે બનાવ્યો
અમેનહોટેપ-3નો પ્રથમ ચહેરો બ્રાઝિલના ગ્રાફિક્સ ડિઝાઈનર સિસરો મોરેસે બનાવ્યો હતો. તે કહે છે કે આ તમામ માટે મારા તરફથી ભેટ છે. જે ઈતિહાસને પસંદ કરે છે. મોરેસે જણાવ્યું કે અમે ફાઈનલ રિઝલ્ટ જોઈ ચોંકી પડયા હતા. અમેનહોટેપનું નામ સૂર્ય અને વાયુ દેવતા અમુનના નામ પરથી રખાયું હતું. તેમનો દાવો હતો કે તે આના અસલી પિતા હતા. તેમને ઈજિપ્ત અને નૂબિયામાં મોટાપાયે નિર્માણ કાર્યનો કોન્ટ્રાક્ટ લીધો હતો.
આળસુ અને મેદસ્વી રાજા
ઓસ્ટ્રેલિયામાં ફ્લિંડર્સ યુનિવર્સિટીના પુરાતત્વવિદ ડૉ. માઈકલ હેબિને કહ્યું કે કહેવાય છે કે અમેનહોટેપ-3નું મમી સમગ્ર સોનાના પતરાથી લપેટાયેલું હતું. જેનાથી તે કોઈ ભગવાનની મૂર્તિ જેવું દેખાતું હતું. નિષ્ણાતનું કહેવું હતું કે અમેનહોટેપ-3 એક આળસુ અને મેદસ્વી વ્યકિત હતો. જેના વાળ ઉતરી ગયા હતા અને દાંતની સમસ્યા હતી. તેના શરીરની ઉંચાઈ આશરે 156 સેમી એટલે કે આશરે પાંચ ફૂટ એક ઈંચ હતી. જે તેને સૌથી નાના રાજાઓમાંથી એક બનાવે છે. ડૉ. હેબિચે વધુમાં જણાવ્યું કે અમેનહોટેપ કદાચ સૌથી ધનિક વ્યકિતમાંની એક હશે. તે પોતાના સમયમાં મતલબ કે 1352 ઈસ્વીસન પૂર્વ 40 અથવા 50 વર્ષની ઉંમરે તેનું નિધન થયું હતું.


