જસદણના યાત્રાધામ ઘેલાસોમનાથ મંદિર ખાતે ભવ્ય પાલખી યાત્રા યોજાઈ
સૌરાષ્ટ્ર સહિત રાજયભરના ભાવિકો ઉમટી પડયા
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર અને પાંચાળ ના મધ્યમાં બીરાજમાન ઘેલું લગાડે તેવા અલૌકિક મહાદેવ ઘેલાસોમનાથ દાદાના સાનિધન્યમાં ધ્વજારોહણ તેમજ ભવ્ય પાલખીયાત્રા યોજાઈ હતી.જેમાં જસદણ ની મેઈન બજારોમાં આ પાલખીયાત્રા ભવ્ય રેલી સાથે રંગેચંગે ઉમળકાભેર જસદનની મેઇન બજારોમાં મહાદેવના હર હર ના નાદ ગુંજી ઉઠ્યા જ્યારે ત્યાંથી આગળ હડમતીયા તેમજ કાલાસર ગામ સમસ્ત આ આયોજનના ભાગરૂપે બને ગામ ઘેલાસોમનાથ સુધી સુંદર વાજિંત્ર સાથે ડીજે ના તાલે હર હર મહાદેવ ગુંજારવ સાથે એકમેક બની બનેગામ સજોડે જોડાયા હતા આ તમામ આયોજન જસદણ કાલાસર તેમજ હડમતીયા ગામના યુવાનો નો થનગનાટ તો ખરો જ સાથે સૌ ગ્રામજનનો એ હૈયાના ભાવ સાથે આયોજન કરાયું હતું ગામના દરેક યુવાનો પાઘડીના આભૂષણમાં સુશોભિત હતા આ તકે આયોજનના યુવા આગ્રણી યતીન્દ્ર શીલું તેમજ તેમની યુવા ટીમ તેમજ તમામ ગ્રામજનો માં એકતાના દર્શન દર્શનીય લાગે તેવુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.


