- વંથલીના વાડી વિસ્તારમાંથી મળી આવ્યા બાળ દીપડા
- કેરીના બગીચામાં દીપડાના બચ્ચા દેખાતા લોકોમાં ભય
- 15 દિવસના બાળ દીપડાની વનવિભાગ કરશે દેખભાળ
સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહોના એકમાત્ર ઘર ગણાતું ગીર અભ્યારણ સિંહોની સાથે સાથે અનેક વાણી જીવોનું ઘર ગણાય છે. જુનાગઢ જિલ્લામાં આવેલા ગીર અભ્યારણ વિસ્તારમાં સિંહોની સાથે દીપડા સહિતના વાણી જીવો પણ અનેક વાર જોવા મળતા હોય છે. ત્યારે જુનાગઢના વંથલીમાં આજે એક બાળ દીપડાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, જૂનાગઢના વંથલીમાં દીપડાનાં બચ્ચાનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. વંથલીના વાડી વિસ્તારની ઘટના હોવાનું જાણવા મળી રહ્યું છે. વંથલીના વાડી વિસ્તારમાં દીપડો આવ્યો હોવાની વાત ફેલાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.
જાણવા મળી રહ્યું છે કે કેરીના બગીચામાં દીપડાના બચ્ચા દેખાતા લોકોમાં ભય ફેલાયો હતો. ગઇકાલે પણ દીપડાના બચ્ચા જોવા મળ્યા હતા જેને રેસ્ક્યૂ કરી વનવિભાગને સોંપી દેવામાં આવ્યા હતા. ત્યારે આજે પણ સતત બીજા દિવસે બાળ દીપડાના બચ્ચાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. બાળ દીપડા માતા દીપડાથી વિખૂટા પડી ગયા હતા. દીપડાના બચ્ચા મળ્યાની જાણ થતાં વનવિભાગ તુરંત દોડી આવ્યું હતું અને બાળ દીપડાનો કબજો લઈ લીધો હતો. વનવિભાગના જણાવ્યા પ્રમાણે રેસ્ક્યૂ કરવામાં આવેલ બંને બાળ દીપડા 15 દિવસના હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને બાળ દીપડાને વનવિભાગની દેખરેખમાં રાખવામાં આવશે.


