- RTOમાં 4 દિવસથી સારથી સર્વર ખોટકાતા લાઇસન્સની કામગીરી બંધ હતી
- કાચા અને પાકા લાયસન્સ મેળવવા માટેની કામગીરી પુનઃ શરૂ
- બે દિવસ કામગીરી બંધ રહેતા અંદાજે 40 હજારથી વધુને સીધી અસર થઈ
આજથી લાઇસન્સ માટેની કામગીરી પૂર્ણ રાબેદા મુજબ શરૂ થશે. જેમાં આજથી લાયસન્સ મેળવવા ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થશે. તેમાં આરટીઓમાં છેલ્લા 4 દિવસથી સર્વર ખોટખાતા લાયસન્સ કામગીરી બંધ હતી. તથા સર્વરના ટેક્નિકલ ઇશ્યુને લીધે નાગરિકોને હાલાકી પડી હતી.
RTOમાં 4 દિવસથી સારથી સર્વર ખોટકાતા લાઇસન્સની કામગીરી બંધ હતી
સર્વરની હાલકીના લીધે અંદાજિત 40 હજારથી વધુ નાગરિકોને અસર થઈ હતી. RTOમાં 4 દિવસથી સારથી સર્વર ખોટકાતા લાઇસન્સની કામગીરી બંધ હતી. અમદાવાદ RTO કચેરીમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી સર્વિર ડાઉન હોવાથી કાચા અને પાકા લાયસન્સ માટેની કામગીરી બંધ થઈ હોવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. RTO કચેરીનું સર્વર શનિવારથી પુનઃ કાર્યરત થઈ ગયું છે. પરંતુ રવિવારે રજા હોવાથી લાયસન્સ કામગીરી બંધ હતી.
કાચા અને પાકા લાયસન્સ મેળવવા માટેની કામગીરી પુનઃ શરૂ
આજે સોમવારથી કાચા અને પાકા લાયસન્સ મેળવવા માટેની કામગીરી પુનઃ શરૂ કરાશે. RTO માં લાયસન્સ મેળવવા માટે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે અગાઉથી એપોઈન્ટમેન્ટ મેળવી છે તેમણે નવેસરથી એપોઈન્ટમેન્ટ મેળવવાની રહેશે નહીં અને આજે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે RTO કચેરી આવી શકશે. સૂત્રોના જણાવ્યાનુસાર, બહારથી લાયસન્સ માટેની કામગીરી થતી નથી અને ઓનલાઈન લાયસન્સ માટેની કામગીરીમાં પણ અરજદારોને મુશ્કેલી પડે છે. RTOનું સર્વર પૂર્વવત પુનઃ શરૂ થઈ ગયું હોવાનું RTO સત્તાવાળાઓનું કહેવું છે.
બે દિવસ કામગીરી બંધ રહેતા અંદાજે 40 હજારથી વધુને સીધી અસર થઈ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં બુધવાર સાંજે ચાર વાગ્યાથી સર્વર ઠપ્પ થઈ જવાને કારણે અરજદારોને પરત જવું પડયું હતું અને બીજા દિવસે ગુરુવારે પણ સવારથી જ સારથિ સર્વર બંધ રહેતા 38 આરટીઓમાં કાચાં-પાકાં લાઇસન્સની કામગીરી બંધ થઈ ગઈ હતી. સવારે ડ્રાઇવિંગ ટેસ્ટ અને લાઇસન્સના કામ માટે આવેલા લોકો બે કલાક બેસી રહ્યા અને સર્વર બંધ રહેવાની માહિતી મળતા ભારે નારાજગી સાથે પરત ગયા હતાં. બે દિવસ કામગીરી બંધ રહેતા અંદાજે 40 હજારથી વધુને સીધી અસર થઈ છે.


