- લંડનથી સિંગાપુર જઇ રહેલી ફ્લાઇટમાં એકનું મોત
- એર ટર્બ્યુલન્સને કારણે એક મુસાફરનું મોત
- સિંગાપોર એરલાઇન્સની બોઇંગ 777-300ER ફ્લાઇટ
બ્રિટિશ રાજધાની લંડનથી સિંગાપોર જઈ રહેલી ફ્લાઈટમાં એર ટર્બ્યુલન્સને કારણે એક મુસાફરનું મોત થયું હતું અને 30 ઘાયલ થયા. સિંગાપોર એરલાઇન્સની બોઇંગ 777-300ER ફ્લાઇટ લંડનથી ઉપડી હતી. આ પછી મિડ જર્ની દરમિયાન ફ્લાઈટ જોરદાર ધ્રૂજવા લાગી હતી. ટેકઓફના દોઢ કલાક બાદ 30 હજાર ફીટ પર એર ટર્બ્યુલન્સ સર્જાયું હતું અને ફ્લાઈટ જોરદાર ધ્રૂજવા લાગી હતી.
એકનું મોત
ઘટનાને પગલે બેંગકોકના સુવર્ણભૂમિ એરપોર્ટ ફ્લાઇટ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી. સ્થાનિક સમય અનુસાર બપોરે 3:45 વાગ્યે ફ્લાઈટ અહીં લેન્ડ થઈ હતી. જોકે, ત્યાં સુધીમાં ડરના કારણે એક મુસાફરનું મોત થયું હતું.
211 મુસાફરો-18 ક્રૂ મેમ્બર હતા પ્લેનમાં
ફ્લાઇટમાં કુલ 211 મુસાફરો અને 18 ક્રૂ મેમ્બર સવાર હતા. ફ્લાઇટ સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર સાંજે 6:10 વાગ્યે લેન્ડ થવાની હતી. સિંગાપોર એરલાઈન્સે મૃતક પેસેન્જરના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. વિમાનના લેન્ડિંગ બાદ તરત જ અનેક એમ્બ્યુલન્સમાં ઘાયલોને લઇને જઇને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિંગાપોર એરલાઈન્સે મૃતક પેસેન્જરના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે કંપનીના અધિકારીઓ સતત બેંગકોકના સંપર્કમાં છે. તમામ મુસાફરોને જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.


