By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 day ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    3 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    4 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરતમાથી ડુપ્લિકેટ ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝસુરત

સુરતમાથી ડુપ્લિકેટ ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું

agragujaratnews
Last updated: 2024/05/23 at 7:37 PM
2 years ago
Share
સુરતમાથી ડુપ્લિકેટ ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું
SHARE

ન્યુઝ ચેનલ અને સાપ્તાહિક માલિકનું કરતૂત; ત્રણની અટકાયત

લીંબાયત વિસ્તારમાં એસઓજી-પીસીબીના દરોડા: ૧૪ લાખની નકલી નોટો છાપી હતી

 સુરતના લીંબાયત મદીના મસ્જીદ પાછળ માર્કેન્ડેય મંદિરની સામે સરદારનગરમાં આવેલી સુરત હેરાલ્ડ સાપ્તાહિક અને એસએચ ન્યુઝ 24 બાય 7 ચેનલની ઓફિસમાં એસઓજી-પીસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું જડપાયું હતું.પોલીસે રૂ.9.36 લાખની મત્તાની 500 અને 200 ના દરની નકલી ચલણી નોટો સાથે સાપ્તાહિક અખબાર અને ન્યુઝ ચેનલના માલિક સહીત ત્રણની અટકાયત કરી હતી. ઉપરાંત નોટ છાપવા માટે ઉપયોગમાં લીધેલા 3110 નંગ પેપર, કલર પ્રિન્ટર, બે કટર મશીન, લીલા રંગની શાહી વાળી બોલપેન અને ઇન્ક બોટલ, ન્યુઝ ચેનલનુ પ્રેસ આઈ.કાર્ડ, ઇન્ટરવ્યુના ચાર માઈક વિગેરે જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એસઓજી-પીસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એસઓજીના એએસઆઈ ઇમ્તિયાઝ ફકરૂમોહમદને બાતમી મળી હતી કે લીંબાયત વિસ્તારમાં રહેતો અને લોકલ ચેનલ ચલાવતો એક વ્યક્તિ તેના સાગરીતો સાથે મળી પોતાની ઓફિસમાં 500 અને 200 ના દરની બોગસ ચલણી નોટો છાપીને કોઈને શંકા નહીં જાય તે માટે લીંબાયત વિસ્તારમાં જ શાકભાજીની લારી, પાનના ગલ્લાઓ ઉપર વટાવે છે.આથી એસઓજી અને પીસીબીની જુદીજુદી ટીમો બનાવી પોલીસે વેશપલટો કરી લીંબાયત વિસ્તારમાં ફેરીયાઓ બની શાકભાજીની લારી, કપડાની લારી, ફૃટની લારી, નાસ્તાની લારીઓ ઉપર તે વ્યક્તિની ઓફીસની આજુબાજુના વિસ્તારમાં ફરી છેલ્લા બે મહિનાથી વોચ રાખી હતી.છેવટે ચોક્કસ હકીકત ના આધારે એસઓજી-પીસીબીની ટીમે ગતસાંજે લીંબાયત મારુતિનગર પાસે મદીના મસ્જીદની પાછળ માર્કેન્ડેય મંદિરની સામે સરદારનગર પ્લોટ નં.15 ના પહેલા માળે ઓફિસ નં.2 માં આવેલી સુરત હેરાલ્ડ સાપ્તાહિક અને એસએચ ન્યુઝ 24 * 7 ચેનલની ઓફિસમાં રેઇડ કરી હતી.

Contents
ન્યુઝ ચેનલ અને સાપ્તાહિક માલિકનું કરતૂત; ત્રણની અટકાયતલીંબાયત વિસ્તારમાં એસઓજી-પીસીબીના દરોડા: ૧૪ લાખની નકલી નોટો છાપી હતીજાલી નોટ શાકભાજીની ખરીદી કરવા, પાનના ગલ્લા પર વાપરતા

એસઓજી-પીસીબીએ ત્યાંથી સાપ્તાહિક અખબાર અને ન્યુઝ ચેનલના માલિક ફિરોજ સુપડુ શાહ ( ઉ.વ.46, રહે.ઘર નં.7, પ્લોટ નં.63, ઇબ્રાહિમભાઈના મકાનમાં ભાડેથી, ગલી નં.3, શાસ્ત્રીનગર સોસાયટી, મદીના મસ્જીદની પાછળ, લીંબાયત, સુરત. મુળ રહે.ચાંદશાહ વલીની દરગાહની બાજુમાં, પીપરલા ગામ, તા.ભુસાવળ, જી.જલગાંવ, મહારાષ્ટ્ર ), બાબુલાલ ગંગારામ કપાસીયા ( ઉ.વ.41, રહે.ઘર નં.49, સેમલીયાબીબી ગામ, તા.ઘટ્ટીયા, જી.ઉજ્જૈન, મધ્યપ્રદેશ ) અને સફીકખાન ઇસ્માઈલખાન ( ઉ.વ.53, રહે.સુમખેડાખાન ગામ, જી.દેવાસ, મધ્યપ્રદેશ ) ને ઝડપી લીધા હતા.એસઓજી-પીસીબીને ઓફીસમાંથી 500 અને 200 ના ડરની બનાવટી ચલણી નોટો છાપવાના મીની કારખાનુ મળી આવ્યું હતું, એસઓજી-પીસીબીએ ત્યાંથી રૂ.9,36,100 ની મત્તાની બનાવટી ચલણી નોટો ઉપરાંત નોટ છાપવા માટે ઉપયોગમાં લીધેલા 3110 નંગ પેપર, કલર પ્રિન્ટર, બે કટર મશીન, લીલા રંગની શાહી વાળી બોલપેન અને ઇન્ક બોટલ, ન્યુઝ ચેનલનુ પ્રેસ આઈ.કાર્ડ, ઇન્ટરવ્યુના ચાર માઈક વિગેરે કબજે કર્યા હતા.

ત્રણેયની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે દેવું ચૂકતે કરવા ફિરોજ શાહને બાબુલાલ અને સફીકખાને બનાવટી ચલણી નોટ છાપવાનો આઈડીયા આપ્યો હતો.તેમજ બંનેએ સુરત આવી નોટો છાપવામાં તેમજ બજારમાં ફરતી કરવા ગ્રાહકો શોધવામાં મદદ કરશે તેમ જણાવતા ફિરોજે યુ-ટ્યુબ ઉપર નોટો કેવી રીતે છાપવી તેના વિડીયો જોઈને તેમજ ઉછીના પૈસા લઈ કલર પ્રિન્ટર, શાહી, નોટો છાપવા માટે તેને ભળતા આવતા કાગળો વિગેરે ખરીદી બે મહિનાથી પોતાની ન્યુઝ ચેનલની ઓફીસમાં ચલણી નોટો છાપવાનુ શરૂ કર્યું હતું.ગતરોજ બાબુલાલ અને સફીકખાન કાગળો અને શાહી મધ્યપ્રદેશથી લઈને આપવા આવ્યા ત્યારે જ એસઓજી-પીસીબીએ તેમને ઝડપી લીધા હતા.એસઓજીએ આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જાલી નોટ શાકભાજીની ખરીદી કરવા, પાનના ગલ્લા પર વાપરતા

ફિરોજ શાહ જે બોગસ ચલણી નોટો બનાવતો હતો તેમાં સિક્યુરિટી થ્રેડને બદલે તે લીલા રંગની શાહી વાળી જરીવાળી બોલપેનથી થ્રેડ બનાવતા હતા.તે કોઈપણ મોટી દુકાન કે પેટ્રોલ પંપ જેવી જગ્યાએ સરળતાથી પકડાઈ જાય તેમ હોય તેઓ કોઈને શંકા ન જાય તે માટે બનાવટી નોટો લીંબાયતમાં શાકભાજીની લારી, પાનના ગલ્લાઓ ઉપર જ વટાવતા હતા.તેઓ રૂ.500 ની નોટ આપી રૂ.50 થી 100 ની ખરીદી કરતા હતા.જયારે રૂ.200 ની નોટ આપી નાની વસ્તુ ખરીદતા હતા.પોલીસે ફિરોજ સુધી પહોંચવા માટે બે મહિના સુધી વેશપલટો કરી નાના ફેરીયા બની વોચ ગોઠવી હતી.

You Might Also Like

 ગાયિકા રિધ્ધીએ રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરતા છેડાયો વિવાદ

 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ

મહીસાગર તથા પંચમહાલ જીલ્લાના અલગ અલગ પો.સ્ટે.ના કુલ ત્રણ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી

ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે ભાવિકોના મોત

મોંઘવારી ઘટશે, ખિસ્સાને મળશે રાહત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાસણમાં હવે સિંહદર્શન તા.૨3 જૂન સુધી પ્રવાસીઓ કરી શકશે
જૂનાગઢ

સાસણમાં હવે સિંહદર્શન તા.૨3 જૂન સુધી પ્રવાસીઓ કરી શકશે

Editor By Editor 5 days ago
 સ્વ.વિજયભાઇ રૂપાણીની સ્મૃતિમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
સ્વ. વિજયભાઈ રૂપાણીની ખોટ ક્યારેય નહીં પુરાય : જૈન વિઝનનની સેવાકાર્યો થકી ભાવાંજલિ
જગતાતે જીવન ટૂંકાવ્યું : વડિયામાં રસ્તાના વિવાદમાં ખેડૂતનો દવા પી આપઘાત
વિરાણી હાઇસ્કૂલના વિવાદમાં પરસોત્તમ પીપળીયાને ફટકો : કલેકટરે અરજી ફગાવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?