- PM મોદીએ રાજકોટની ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું
- રાજકોટની ઘટનાથી અત્યંત વ્યથિત છું : PM મોદી
- દુર્ઘટનામાં જેમણે પ્રિયજનો ગુમાવ્યા અને ઘાયલો માટે પ્રાર્થનાઃ PM
TRP ગેમઝોન આગ ઘટનાને લઇ PM મોદીએ X પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. PM મોદીએ પોસ્ટમાં લખ્યું હતું કે, રાજકોટની ઘટનાથી અત્યંત વ્યથિત છું, જેમણે આ દુર્ઘટનામાં પ્રિયજનો ગુમાવ્યા તેમની સાથે છું, અને આગમાં ઘાયલો માટે પ્રાર્થના કરી રહ્યો છું.
રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી ભયંકર હતી કે, તેમાં 24ના મોત થયા છે. TRP ગેમઝોનમાં 24 લોકોના મોતની ઘટના બનતા અરેરાટી મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે હજુ પણ મૃ્ત્યુઆંક વધવાની આશંકા છે. હાલમાં 24 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.
PM મોદીએ X પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. PM મોદીએ પોસ્ટમાં લખ્યું હતું કે, રાજકોટની ઘટનાથી અત્યંત વ્યથિત છું, જેમણે આ દુર્ઘટનામાં પ્રિયજનો ગુમાવ્યા તેમની સાથે છું, અને આગમાં ઘાયલો માટે પ્રાર્થના કરી રહ્યો છું.


