- ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની કરી અટકાયત
- તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો
- યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 લોકો સામે ફરિયાદ
રાજકોટની ગેમઝોનનની ગોઝારી દુર્ઘટનામાં યુવરાજસિંહ, પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. IPCની કલમ 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. તાલુકા પોલીસ હવે વિધિવત ધરપકડ કરશે.
31 પરિજનોએ સગા ગુમ થયાની નોંધ કરાવી
31 પરિજનોએ સગા ગુમ થયાની નોંધ કરાવી છે. જેમાં 20 વર્ષીય કલ્પેશ પ્રવિણભાઈ બગડા ગુમ છે. તેમજ કલ્પેશ પ્રવિણભાઈ બગડા મૂળ સાવરકુંડલાનો વતની છે. ઘટના બનતા મોડી રાત્રી સુધી DNA લેવામાં આવ્યા છે. જેમાં તંત્ર પાસે મિસિંગ અંગે કોઈ નક્કર આયોજન નથી. તેમજ ગેમઝોનમાં આગનો સામાન પહેલાથી હાજર જ હતો. તેમાં દોડવવામાં આવતી રેસિંગ કાર પણ જીવતા બોમ્બ બની છે. ખુલ્લી પેટ્રોલની ટાંકીઓ સાથે રેસિંગ કાર રખાઈ હતી. અહીં પેટ્રોલની ટાંકીઓ ભરેલી કાર હજુ પણ પડી છે. ગેમઝોનમાં 2000 લિટર ડીઝલ, 1500 લિટર પેટ્રોલ હતું.
દુર્ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે: એડીજી સુભાષ ત્રિવેદી
આજે વહેલી સવારે 5:00 વાગ્યે, એડીજી સુભાષ ત્રિવેદી અને એફએસએલ ડાયરેક્ટર એચ.જે.ત્રિવેદીએ ઘટના સ્થળની મુલાકાત લીધી અને જણાવ્યું કે આ દુર્ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.અને મૃતકોને ન્યાય મળશે. આ સાથે જ ફોરેન્સિક અધિકારીએ કહ્યું કે મૃતકોની ઓળખ થવી મુશ્કેલ છે જેથી મૃતકોના ડિએનએ રિપોર્ટ કરી મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે જેમાં 2 કલાકથી લઈને 48 કલાકનો સમય લાગી શકે છે. ત્યારે આ ઘટનામાં કેટલીયે માસૂમ જિંદગીઓ હોમાઈ ગઈ ત્યારે હવે તંત્ર પોતાની નિષ્કાળજી છુપાવાની કોશિશ કરી દોષના ટોપલા એકબીજાના માથે નાખતા જોવા મળશે તેમાં પણ નવાઈ નથી. પરંતુ તક્ષશિલા અગ્નિકાંડ હોય કે મોરબી બ્રિજ દુર્ઘટના, કે પછી તાજેતરમાં જ માસૂમ બાળકોના જીવ લેનાર વડોદરાનું હરણી બોટકાંડ દરેક ઘટનાના દોષિતો હજી પણ બહાર ખુલા ફરે છે. ત્યારે શું નિષ્કાળજી દાખવનાર દોષિતો અને ગેમ ઝોનના સંચાલકોની બદલે માલિકો સામે કાર્યવાહી કરશે તે ખૂબ જ અગત્યના સવાલો સામે આવી રહ્યા છે.
પેટ્રોલ – ડીઝલના કારણે આગ વિકરાળ બની હતી
પેટ્રોલ – ડીઝલના કારણે આગ વિકરાળ બની હતી. જેમાં રેસિંગ કાર માટે પેટ્રોલ – ડીઝલનો જથ્થો લવાયો હતો. ગેમઝોનમાં 99 રૂપિયામાં એન્ટ્રીની ઓફર હતી. તેમાં ઓફરના કારણે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. 20 જેટલી રેસિંગ કાર કે જેમાં પૂરવા માટે1500 લીટર પેટ્રોલ કાયમી અહી રાખવામાં આવતું હતું. તેમજ ગેમ્સ ઝોનની આંદર બાળકો માટે કોઈ સેફ્ટી ના હોય તેવા દ્રશ્યો કાર પરથી જોઈ શકાય છે. ત્યારે અગ્નિકાંડમાં મૃતદેહ બળીને ખાખ થતા DNAથી ઓળખ કરવામાં આવશે. જેમાં 4:30 વાગ્યે એર એમ્બ્યુલન્સથી DNA ગાંધીનગર મોકલાયા છે. ત્યારે હજુ સુધી એક પણ મૃતદેહની ઓળખ થઇ નથી.


