- ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ ધવલ ઠક્કર થયો હતો ફરાર
- પોલીસે આરોપી ધવલ ઠક્કરને ઝડપી પાડ્યો
- પોલીસે આબુરોડ પહોંચી ધવલ ઠક્કરને દબોચી લીધો
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં મુખ્ય આરોપી ધવલ ઠક્કરની બનાસકાંઠા LCB ટીમે ઝડપી પાડ્યો છે. બનાસકાંઠા LCB પોલીસે ધવલ ઠક્કરની રાજસ્થાનના આબુરોડથી અટકાયત કરી છે. રાજસ્થાનના આબુરોડમાં ધવલ ઠક્કર તેમના સંબંધીના ત્યાં છુપાયો હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે આબુરોડની બજારમાંથી પોલીસે ધવલ ઠક્કરને દબોચી લીધો છે.
રાજકોટમાં 28 નિર્દોષ લોકોનો જીવ લેનાર ગોઝારા ગેમ ઝોન અગ્નિ કાંડના તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ અને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. સુનાવણી બાદ આજે કોર્ટે તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈન, રાહુલ રાઠોડના રિમાંડ મંજૂર કરવામાં આવ્યા છે.
ગેમઝોન અગ્નિકાંડના આરોપી યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, નિતીન જૈન, અશોકસિંહ જાડેજા, રાહુલ રાઠોડ, ધવલ ઠક્કર છે. જેઓ TRP ગેમઝોનનું સંચાલન કરતાં હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ અંદાજિત 7 થી 8 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોવાનું સામે આવ્યું છે.


