- અમેરિકામાં ગુજરાતી સમાજના રક્ષણ માટે યોજાયો કાર્યક્રમ
- અમેરિકાની પોલીસ સાથે કોફિ વિથ કન્વર્ઝેશન કાર્યક્રમ
- ગુજરાતી સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત
વિદેશમાં જવા ભારતીયો તત્પર હોય છે. કરોડો રૂપિયા ખર્ચીને પણ કોઇ પણ ભોગે વિદેશ જવા તૈયાર થઇ જાય છે. પરંતુ આપણે જોઇએ જ છીએ કે વિદેશ જવાની લાલચ આપીને પૈસા પડાવવાનું રીતસરનુ કૌભાંડ ચલાવવામાં આવે છે. તો બીજી તરફ વિદેશમાં ગુજરાતીઓની સલામતીને લઇને પણ ક્યારેક સવાલો ઉઠે છે. કારણ કે ગુજરાતીઓ પર ફાયરિંગ તથા અન્ય ગુનાહિત ઘટનાઓ અવારનવાર બને છે. ત્યારે ગુજરાતીઓ પર થતા ક્રાઇમને કેવી રીતે ઘટાડી શકાય તે માટે અમેરિકામાં એક કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાતીઓની સુરક્ષાને લઇને યોજાયો કાર્યક્રમ
યુએસએમાં રહેતા મોટી સંખ્યામાં ગુજરાતી સમાજ અને ત્યાં રહેતા મહાનુભવો દ્વારા ગુજરાતીઓના રક્ષણ માટે અમેરિકાની પોલીસ સાથે કોફિ વિથ કન્વર્ઝેશન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ઇન્ડો અમેરિકા લોસ એન્જલસના પ્રેસિડેન્ટ તથા બિઝનેસ મેન યોગી પટેલ, પી.કે નાયક તથા પરિમલ શાહની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. કેલિફોર્નિયાના આર્ટેસિયા ખાતે 23મેના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ ઓફિસર્સ સાથે ગુજરાતીઓની સલામતીને લઇને ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતીઓ પર શા માટે અત્યાચાર વધી રહ્યા છે. ક્રાઇમ રેટ ઘટાડવા શું કરી શકાય તે અંગે અમેરિકાના પોલીસ ઓફિસર્સ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
શું કરવામાં આવી ચર્ચા ?
આ કાર્યક્રમમાં અનિલ મહાજન, સંજય શાહ, રોહિણી બેદી સહિત ગુજરાતી અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મિ.લુનાએ જણાવ્યું હતું કે ક્રાઇમ રેટમાં ઘટાડો થઇ રહ્યો છે. અમેરિકા પ્રાઇવેટ કંપનીઓ સાથે મળીને હોમલેસ લોકોને કેવી રીતે ઘર મળે તે માટે કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતી સમાજને કેટલીક ગેંગ દ્વારા ટાર્ગેટ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.


