ટાઉન પ્લાનિંગ શાખાના ઉચ્ચ અધિકારીઓ બાદ કર્મચારીઓ અંગે પણ પુછપરછ કરાઇ
રાજકોટમાં થયેલ અગ્નિ કાડના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ શાખા, ફાયર બ્રિગેડ શાખાના અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે ત્યારે ગઈકાલે સાંજના સમયે એસીબી ની ટીમ કોર્પોરેશન કચેરી ખાતે પહોંચી હતી અને ટી.પી.શાખામા ફરજ બજાવતા કર્મચારીઓની માહિતી એકત્ર કરી હતી તેમજ કેટલાક અધિકારીઓને એસીબી કચેરી ખાતે બોલવામાં આવ્યા હતા તેમ મ્યુ.કોર્પોરેશનના કર્મચારીઓમાથી જાણવા મળેલ છે.
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિ કાંડના ઘેરા પડધા પડયા છે અને મ્યુ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ શાખાના ટાઉન પ્લાનર સાગઠીયા તથા આસિસ્ટન્ટ ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા ની ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચે પુછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે સાજના સમયે એસીબીના અધિકારીઓ કોર્પોરેશન કચેરીએ પહોંચ્યા હતા જયા સૌ પ્રથમ મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક કર્યા બાદ ટીપી શાખામાં કેટલા કર્મચારીઓ કામ કરે છે તેની માહિતી મેળવવા માટે મહેકમ શાખાના અધિકારીઓ પાસેથી વિગતો મેળવી અને સેન્ટ્રલ ઝોનમાં ટાઉન પ્લાનિંગ શાખામાં કામ કરતા 30 થી 35 કર્મચારીઓની માહિતી મેળવવામાં આવી હતી.
કોર્પોરેશનના સુત્રોના જણાવ્યા પ્રમાણે ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, સર્વેયર, આસિસ્ટન્ટ ઈજનેર સહીત કેટલાં કર્મચારીઓને સાજના સમયે એસીબી ઓફિસ ખાતે બોલાવામાં આવ્યા હતા જ્યાં પૂછપરછ કરી હોવાનું જાણવા મળેલ છે.


