- ઈરાનમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના નિધન બાદ ફરી ચૂંટણી યોજાશે
- ગત ચૂંટણીમાં અહમદીનેજાદને તક નહોતી મળી ચૂંટણી લડવાની
- ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખોમેનીની સમસ્યા વધી શકે છે
ફરી એકવાર ઈરાન દેશ ચર્ચામાં છે. કારણ કે, ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના હેલિકોપ્ટર નિધન બાદ ફરી રાષ્ટ્રપતિની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઈરાનના કટ્ટરપંથી નેતા રાષ્ટ્રપતિની રેસમાં આવી ગયા છે.
મહમૂદ અહમદીનેજાદના નામાંકન બાદ ઈરાનના રાષ્ટ્રપતિની ચૂંટણી રસપ્રદ બની ગઈ છે. અહમદીનેજાદ ઈરાનના લોકપ્રિય નેતાઓમાંના એક છે. ખાસ વાત એ છે કે અહમદીનેજાદના નામાંકનથી ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલ ખોમેની પર દબાણ વધી ગયું છે. ઈરાનના રાષ્ટ્રપતિ હતા ત્યારે અહમદીનેજાદે આયાતુલ્લા અલ ખોમેનીને પડકાર ફેંક્યો હતો, જેના કારણે અહમદીનેજાદને વર્ષ-2021માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઈરાનના બંધારણીય વોચડોગ, ગાર્ડિયન કાઉન્સિલે તેમને ગેરલાયક ઠેરવ્યા હતા. અહમદીનેજાદને અમેરિકાના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. અહમદીનેજાદને ઈઝરાયેલના કટ્ટર વિરોધી પણ ગણવામાં આવે છે અને તેમણે ઈઝરાયેલને વિશ્વના નકશા પરથી ભૂંસી નાખવાની વાત કરી છે.
ઈરાનનો પશ્ચિમી દેશો સાથે તણાવ વધી રહ્યો છે
જો અહમદીનેજાદ ઈરાનમાં સત્તા પર પાછા ફરે છે, તો કટ્ટરવાદી નેતાની વાપસી એવા સમયે થશે જ્યારે ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે તણાવ ચરમસીમા પર છે. ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને સતત વધારી રહ્યું છે. આ ઉપરાંત ઈરાન પણ ઈઝરાયેલ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવી રહ્યું છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે ઈરાન સમર્થિત હુથી બળવાખોરો આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગો પરથી પસાર થતા વ્યાપારી જહાજો પર સતત હુમલા કરી રહ્યા છે, જેની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે


