- Red Sea Attack: હૂતી બળવાખોરોએ રાતા સમુદ્રમાં અમેરિકી જહાજ પર મિસાઈલ-ડ્રોનથી હુમલો કર્યો
- યમનના હૂતિ બળવાખોરોએ ત્રણ જહાજ અને ટાર્ગેટ કરી છ ઓપરેશન પાર પાડયા
- હૂતિ બળવાખોરોએ ગાઝામાં ઈઝરાયલ સામે લડી રહેલા પેલેસ્ટિનિયનોના ટેકામાં હુમલા કર્યા
યમનના હૂતિ બળવાખોરોએ ફરી એકવાર રાતા સમુદ્રમાં અમેરિકન જહાજોને નિશાન બનાવ્યા છે. આમાંથી એક ફાઈટર જહાજને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. યમનના હુતિ બળવાખોરોએ રાતા સમુદ્ર અને હિંદ મહાસાગરમાં યુએસ એરક્રાફ્ટ કેરિયર, યુએસ ડિસ્ટ્રોયર અને અન્ય ત્રણ જહાજોને નિશાન બનાવીને કુલ છ ઓપરેશન શરૂ કર્યા છે. એમ ઈરાન સમર્થિત જૂથના લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું હતું.
હૂતી બળવાખોર જૂથ યમનના સૌથી વધુ વસ્તીવાળા ભાગોને નિયંત્રિત કરે છે અને તે ઈરાન સાથે જોડાયેલ છે. હૂતિ બળવાખોરોએ ઘણા મહિનાઓથી રાતા સમુદ્રમાં વિશ્વભરના જહાજો પર હુમલો કરી રહ્યા છે. જૂથનું કહેવું છે કે તેઓ ગાઝામાં ઈઝરાયલ સામે લડી રહેલા પેલેસ્ટિનિયનોના ટેકામાં આ હુમલો કરી રહ્યા છે.
હૂતિઓએ આ જહાજોને નિશાન બનાવ્યા હતા
લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાતા સમુદ્રના ઉત્તરમાં યુએસ એરક્રાફ્ટ કેરિયર આઇઝનહોવરને બહુવિધ મિસાઇલો અને ડ્રોન વડે નિશાન બનાવ્યું હતું.’ તેમણે કહ્યું કે ‘છેલ્લા 24 કલાક દરમિયાન રાતા સમુદ્રમાં એરક્રાફ્ટ કેરિયર્સને ફરીથી નિશાન બનાવવામાં આવ્યા છે.’ સારીએ કહ્યું કે અન્ય ઓપરેશનમાં રાતા સમુદ્રમાં યુએસ ડિસ્ટ્રોયર અને એબલિયન જહાજને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ સિવાય મૈના જહાજને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું, તેને રાતા સમુદ્ર અને અરબી સમુદ્રમાં બે વાર નિશાન બનાવવામાં આવ્યું હતું.
હૂતિઓ ડ્રોન અને મિસાઈલ વડે હુમલો કરી રહ્યા છે
લશ્કરી અધિકારીએ જણાવ્યું કે, કહ્યું કે હિંદ મહાસાગરમાં અલોરિક જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. હુથી લડવૈયાઓ દ્વારા ડ્રોન અને મિસાઈલ હુમલા બાબ અલ-મંડબ સ્ટ્રેટ અને એડનની ખાડીને નિશાન બનાવી રહ્યા છે. આ કારણે, કાર્ગો કેરિયર્સને નવેમ્બર-2023થી દક્ષિણ આફ્રિકાની આસપાસ લાંબી અને વધુ ખર્ચાળ મુસાફરી કરવી પડશે.


