- ફાયર NOC, BU, ડેવલપમેન્ટની મંજૂરી ન હોવાનો ખુલાસો
- HCમાં તત્કાલીન મ્યુનિ. કમિશનરની એફિડેવિટમાં ઘટસ્ફોટ
- અગાઉ આગ લાગવા છતા પોલીસ લાયસન્સ પર ધમધમતું
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં મોટો ખુલાસો થયો છે. જેમાં ફાયર NOC, BU, ડેવલપમેન્ટની મંજૂરી ન હોવાનો ખુલાસો થયો છે. HCમાં તત્કાલીન મ્યુનિ. કમિશનરની એફિડેવિટમાં ઘટસ્ફોટ થયો છે. અગાઉ આગ લાગવા છતા પોલીસ લાયસન્સ પર ધમધમતું હતુ. ગયા વર્ષે ગેરકાયદે બાંધકામ તોડી પાડવા નોટિસ અપાઈ હતી.
જમીનનો માલિક અશોકસિંહ જાડેજા પોલીસ પકડથી દૂર
નોટિસ છતા 11 મહિના સુધી કાર્યવાહી ન કરવામાં આવી તથા આખરે આગ લાગતા 28 નિર્દોષના અગ્રિકાંડમાં ભોગ લેવાયો હતો. તેમજ રાજકોટ TRP ગેમઝોનના જમીન માલિકને કોર્ટમાં રજૂ કરાશે. તથા અગ્નિકાંડમાં પકડાયેલા જમીન માલિકના રિમાન્ડ પૂર્ણ થયા છે. કિરીટસિંહ જાડેજાના 8 દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થયા છે. જમીનનો માલિક અશોકસિંહ જાડેજા પોલીસ પકડથી દૂર છે. જેમાં TRP ગેમઝોનના સંચાલકો 10 જૂન સુધી રિમાન્ડ પર છે. પૂર્વ TPO સહિત ચાર 12 જૂન સુધીના રિમાન્ડ પર છે.
Rajkot TRP Game Zone અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. જેમાં પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચારણા થઇ રહી છે. તેમાં કોમર્શિયલ એકમોએ ફાયર ઓફિસરની ભરતી કરવી પડશે. તથા વધુ ભીડ વાળા કોમર્શિયલ એકમોએ ભરતી કરવી પડશે. તેમાં ખાનગી ફાયર ઓફિસરની ચેકિંગ, જાળવણીની જવાબદારી રહેશે.
સરકારી વ્યવસ્થાઓ પર ભારણ ન વધે તે માટે વિચારણા
સરકારી વ્યવસ્થાઓ પર ભારણ ન વધે તે માટે વિચારણા કરવામાં આવી છે. આગની ઘટનામાં જવાબદારી ખાનગી ફાયર ઓફિસરની રહેશે. જેમાં મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, રેસ્ટરોરન્ટનો સમાવેશ કરવામાં આવશે. સિનેમાગૃહ, કોમ્યુનિટી હોલ સહિતના એકમો સાથે સરકારી તંત્રનું ખાનગી ફાયર ઓફિસર પર નિયંત્રણ રહેશે. રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા પ્રિવેંશન ઓફ ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચારણા છે. તેમાં જ્યા વધુ ભીડ ભેગી થાય છે તેવા કોમર્શિયલ એકમોએ પ્રાઇવેટ ફાયર ઓફિસરની ભરતી કરવી પડશે.
ફાયરના સાધનો લગાવવાથી લઈને તેમાં ચેકીંગ અને જાળવણીની જવાબદારી રહેશે
આગ લાગવાની ઘટનામા જવાબદારી ફાયર ઓફિસરની રહેશે. સરકારી વ્યવસ્થાઓ પર ભારણ ન વધે તે માટે સરકાર વિચારણા કરી રહી છે. મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, રેસ્ટરોરન્ટ, સિનેમાગૃહ,કોમ્યુનિટી હોલ સહિતના એકમોને આવરી લેવામાં આવશે. તેમજ નિમણૂક કરાયેલ ખાનગી ફાયર ઓફિસરની ફાયરના સાધનો લગાવવાથી લઈને તેમાં ચેકીંગ અને જાળવણીની જવાબદારી રહેશે. જો કે સરકારી તંત્રનું પણ ખાનગી ફાયર ઓફિસર અને જે તે એકમો પર નિયંત્રણ પણ રહેશે.


