સીટની તપાસમાં અનેક રહસ્યો ખુલ્યા હોવાની શકયતા : માત્ર ટીઆરપી ગેમ ઝોન જ નહિ એસીબી અને સીટની તપાસમાં સાગઠિયાની બેનામી સંપતિના કાચા ચીઠઠા મળી ગયા હોવાની શકયતા
રાજકોટ મહાનગરપાલિકામાં ખુબ જ વિવાદમાં રહેલા સસ્પેન્ડેડ ચીફ ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયા સામે થઇ રહેલી સીટ અન સ્થાનિક તપાસમાં કરોડો રૂપિયાનો કાળો કારોબાર સાગઠિયા થકી થયો હોવાનું ખુલ્યુ છે. એટલું જ નહિ સાગઠિયાએ બિનહિસાબી આવક થકી અનેક પેટ્રોલ પંપ,ફાર્મ હાઉસ,બંગલા અને ટવીન સ્ટાર કોમર્શિયલ બિલ્ડીંગમાં માર્કેટ પ્રાઇઝ મુજબ રૂપિયા એકાદ કરોડની મિલ્કતો હોવાનું ખુલ્યુ છે. એ.સી.બી. અને પોલીસ સહિતની તપાસમા નાણાકિય દસ્તાવેજોના પોટલાં ભરાયા છે. આ તપાસમાં આવકવેરા અને રેવન્યુ ઇન્ટેલિજન્સની મદદ ન મળે તો ભેદ પણ ન ઉકેલી શકાય એવી સ્થીતિ છે.
આપી મનસુખ સાગઠિયાના કાર્યકાળ દરમિયાનના તમામ વ્યહવારોની તપાસ માટે ઇ.ડીને તપાસ સોંપવા માટે ભલામણ થઇ હોવાનું અત્યંત આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળે છે. સામાન્ય રીતે ઇ.ડી.ને ખુબ મોટી આર્થિક ગોલમાલ હોય અને તેમાં ક્રિમિનલ મોટિવ હોય ત્યારે તપાસ સોંપવામાં આવતી હોય છે. સાગઠિયાને તપાસ સોંપાશે તો રાજકોટ મહાનગરપાલિકા ભ્રષ્ટાચારના કિસ્સામાં પણ એક નવો રેકર્ડ બનાવશે.
અત્રે એ યાદ આપવું જરૂરી છે કે ટી.આર.પી. ગેમઝોનમાં નાણા માટે સાગઠિયા એન્ડ કંપનીએ તમામ કાયદાઓના લીરાં ઉડાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યુ છે. જો કે સાગઠિયા તો હાલ બલીનો બકરો બની રહયો હોય એવુ જણાય છે. તેમને સંકલનની સૂચના આપનાર હાલના અને પૂર્વ પદાધિકારીઓ સુધી તપાસનો ગાળિયો નહિ પહોંચે ત્યાં સુધી સીટની તપાસ પણ તેના મૂળ સુધી પહોંચી છે તેમ નહિ કહિ શકાય.

પૂર્વ આરએમસી કમિશ્નર સામે હાઇકોર્ટની લાલ આંખ
આનંદ પટેલ સામે આગકાંડમાં સરકારે પગલાં કેમ નથી લીધા ?
ટીઆરપી ગેમઝોન આગકાંડમાં ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉધડો લીધો છે. હાઇકોર્ટે રાજય સરકાર સામે સવાલ ઉઠાવતાં જણાવ્યુ છે કે પૂર્વ આરએમસી કમિશનર આનંદ પટેલ સામે હજુ સુધી કોઇ પગલાં કેમ નથી લીધા.
આજે સવારથી ટીઆરપી ગેમ ઝોન આગકાંડની કાનુની કાર્યવાહિ હાથ ધરવામાં આવી હતી સ્પેશિયલ જજ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઇએ સુનાવણી હાથ ધરી હતી. એડવોકેટ જનરલે કહયુ હતું કે રાકોટ અમદાવાદ, વડોદરા કોર્પોરેશને સુઓમોટો એફિડેવીટ ફાઇલ કરી છે. ગેમઝોન રચનાવખતે જે મ્યુ. કમિશનર હતાં તેનો એફીડેવીટ પણ છે. રાજકોટ મ્યુ.કમિશ્નરને અમોએ પોસ્ટીંગ વગર ટ્રાન્સફર આપી છે તેમ રાજય સરકારે કહયુ છે. એસઆઇટીનો રિપોર્ટ આપતાં અમો પગલાં લેશુ.કોર્ટે કહયુ હતું કે માત્ર ટ્રાન્સફર પુરતી નથી. તેઓ બધું જ જાણતાં હતાં. ર૦ર3માં આ જ જગ્યાએ આગ લાગી હતી તે કમિશ્નરને ખબર હતી. આમ છતાં ઓથોરીટીએ કોઇ પગલાં લીધા નથી.
એડવોકેટ અમિત પંચાલે કહયુ કે અગાઉ આગ લાગ્યા બાદ આ બીજી ઘટના છે. પણ કોઇ પગલાં નથી લેવાયા. બાદમાં દુ:ખ વ્યકત કરે છે. રાજય સરકાર ૪ લાખ રૂપિયા વળતર આપીને છુટી જાય છે. ૧૦ દિવસમાં સીટના રિપોર્ટની રાજય સરકારે વાત કરી હતી. હવે ર૮ જુન કહે છે. રાજય સરકારે ઉચ્ચ અધિકારીને સપસપેન્ડ કરવા જોઇએ. યર એનઓસી કે બીયુ પરમિશન ટીઆરપી પાસે નહોતી. નાના કર્મચારીઓને સ્સપેન્ડક રી મિડિયામાં ફકત દેખાડો થાય છે. કોર્ટ લોકશાહિનો ત્રીજો પાયો છે.
કોર્ટના ઓર્ડર મુજબ ચારેય મહાનગર કમિશ્નરોએ એફિડેવીટ ફાઇલ કરી. આર.એમ.સી. એફિડેવીટમાં પૂર્વ કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યુ છે કે સમયાંતરે ટીઆરપી ગેમ ઝોનનું ચેકિંગ થયુ નથી. ફાયર વિભાગે ટીઆરપી ગેમ ઝોનમાં ચેકિંગ કર્યુ નથી. ટીઆરપી ગેમઝોને ફાયર એનઓસી માટે અરજી કરી નહોતી.તાજેતરમાં જ બદલી પામેલા આરઅમસી કમિશ્નર આનંદ પટેલે જણાવ્યુ હતું કે ટિકિટ બુકિંગ માટે પરમિશન લેવામાં આવી નહોતી.એસઆઇટીએ ફાઇનલ રિપોર્ટ રજૂ કરવા બે મહિનાનો સમય માંગ્યો છે. પરંતુ રાજય સરકારે હાલ ર૮ જુન સુધીનો સમય આપ્યો છે. આમ હાઇકોર્ટમાં આર.એમ.સી.ના પૂર્વકમિશ્નરો સામે કોઇ પગલાં લેવાયા નથી તેનો સવાલ ઉઠયો છે.
TRP ગેમઝોનને ઇમ્પેકટમાં લઇ જઇ કાયદેસર કરવા કોર્પોરેટર નીતિન રામાણીએ ભલામણ કરી હોવાની કબુલાત
સરકારમાં મેં ધ્યાન ન દોર્યુ તે મારી ભૂલ : ટાઉન પ્લાનિંગમાં વહિવટ થતા હોવાના મીડિયા સમક્ષ આક્ષેપ
૨૮થી વધુ લોકોના ભોગ લેનારી રાજકોટની ગોઝારી ટીઆરપી આગકાંડની ઘટનામાં હવે એક બાદ એક કાળા ઘેટા બહાર આવી રહ્યાં છે. વોર્ડ નં.૧3ના કોર્પોરેટર નીતિન રામાણી સામે વ્યાપક આક્ષેપો થયા બાદ ખુદ નીતિન રામાણી પોતાનો સાઇડ રજુ કરવા માટે મીડિયા સમક્ષ આવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોન માટે મે ઇમ્પેકટ ફી દ્વારા મંજૂરી માટે ભલામણ કરી હતી. જો કે પોતે દૂધે ધોયેલા હોય તેમ કહે છે કે મેં વહિવટ નથી કર્યો મેં તો માત્ર ભલામણ કરી છે. પરંતુ ટીપીઓમાં વહિવટથી જ કામ થાય છે.
ટીઆરપી ગેમઝોનના યુવરાજસિંહ અને પ્રકાશ જૈન મને મળવા આવ્યા હતાં. નિરવ વરૂ નામના આર્કિટેકટને મેં ટીઆરપી ગેમઝોન ઇમ્પેકટમાં લઇ જવા માટે કહ્યું હતું. એટલું જ નહીં આ માટે મારા મિત્ર વી.ડી.ના કહેવાથી ભલામણ પણ કરી હતી.
કોર્પોરેટર નીતિન રામાણીએ વધુમાં જણાવ્યું હતું કે મારી ભૂલ એ થઇ કે મેં રજુઆત સમયે રાજય સરકારનું ધ્યાન દોર્યુ ન હતું. પોતે દૂધે ધોયેલા હોય તેમ ટીપીઓ શાખામાં બેફામ વહિવટ ચાલે છે તે આક્ષેપને નીતિન રામાણીએ દોહરાવ્યા હતાં.



