અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ હવે પૂરજોશમાં ચાલી રહી છે. જળયાત્રાને લઈ જગન્નાથ મંદિરમાં તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 22 જૂને યોજાશે જગન્નાથ મંદિરમાં જળયાત્રા. રથયાત્રા પહેલા પવિત્ર જળયાત્રાનુ આયોજન થાય છે.
ભક્તો આતુરતાથી જગન્નાથજીની રથયાત્રાની રાહ જોતા હોય છે. ત્યારે રથયાત્રાને લઇને હવે બસ થોડો સમય જ બાકી હોવાથી પૂરજોશ અને ભારે ઉત્સાહ સાથે તૌયારીઓ ચાલી રહી છે. અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દીવસે રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્રણ રથ સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે ત્યારે મનોરમ્ય દૃશ્ય સર્જાય છે. 22 જૂને યોજાશે જગન્નાથ મંદિરમાં જળયાત્રા


