- દીવાલ બનાવવા મુદ્દે કર્યો પરિવાર પર હુમલો
- પાકી બનાવેલી દીવાલ તોડીને મચાવ્યો આતંક
- અહીંયા રહેશો તો જાનથી મારી નાંખીશુંની ધમકી
એક સમયે સમગ્ર દેશમાં સૌથી શાંત ગણાતું ગુજરાત હવે લુખ્ખા તત્વોનો અડ્ડો બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં ખંભાતમાં સામે આવેલ એક ઘટના આ વાતની સાક્ષી પૂરે છે. આણંદના ખંભાતમાં દીવાલ બનાવવા બાબતે વિધર્મીઓએ વાલ્મીકિ પરિવાર પર હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, આણંદના ખંભાત શહેરમાં કેટલાંક વિધર્મી તત્વો દ્વારા વાલ્મીકિ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે. છાપરાની દીવાલ પાકી બનાવવા બાબતે વિવાદ થતાં વિધર્મીઓએ ઝઘડો કર્યો હતો અને બાદમાં હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના શહેરના મક્કાઈ દરવાજા પાસેની છે. જેમાં, રવિવારે.10.30 વાગે વાલ્મીકિ પરિવાર પર વિધર્મીઓએ હુમલો કરીને પથ્થરમારો પણ કરી હતો. લુખ્ખાઓએ પરિવાર પર હુમલો કરીને વાડને આગ ચાંપી સળગાવી મૂકી હતી અને પાકી બનાવેલી દીવાલ તોડી નાખી આતંક મચાવ્યો હતો.

આટલું ઓછું હતું તો વિધર્મીઓએ વાલ્મીકિ પરિવાર સહિત સ્થાનિક રહીશોને ધમકી આપતા કહ્યું હતું કે અહીંયા રહેશો તો જાનથી મારી નાખીશુ. સમગ્ર મામલે ખંભાત સીટી પોલિસે 11 વિધર્મી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સાથે સાથે, તેઓ વિરુદ્ધ રાયોટિંગ અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


