- AMC વધુ 27 ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન બનાવશે
- સ્ટેશન બનાવનારી કંપનીને રિબેટ આપવામાં આવશે
- ઈનસ્ટોલેશનના 6 મહિના સુધી ફ્રી ચાર્જિંગ
અમદાવાદમાં ઇલેક્ટ્રીક વ્હીકલ માટે પોલિસી તો બહાર પાડવામાં આવી હતી પણ ચાર્જિંગ સ્ટેશનનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું નહોતું કરવામાં આવ્યું. જેને લઈને લોકો ઇલેક્ટ્રીક વાહન ખરીદવા માટે પાછા પડતાં હતા. પણ હવે અમદાવાદમાં ઇલેક્ટ્રીક વાહન ખરીદતા પહેલા વિચારવું નહીં પડે.
27 ઈ-ચાર્જિંગ સ્ટેશનની ભેટ આપવામાં આવશે
અમદાવાદમાં લોકોમાં મુંઝવણ જોવા મળતી હતી કે પોતાના ઇલેક્ટ્રીક વાહનોને ચાર્જ ક્યાં કરવા પણ હવે આ સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે. અમદાવાદના શહેરીજનોને 27 ઈ-ચાર્જિંગ સ્ટેશનની ભેટ આપવામાં આવશે. AMC દ્વારા 27 ઈ-ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે.
6 માસ સુધી ફ્રી ચાર્જિંગ વ્યવસ્થા અપાશે
અગાઉ AMCએ 12 ઈ-ચાર્જિંગ સ્ટેશન બનાવ્યા હતા. ત્યારે હવે બીજા 27 ઈ-ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે. તેના બનાવવા માટે જે તે કંપનીને ટેક્ષમાં રિબેટ આપવા નક્કી કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ઇન્સ્ટોલેશનનાં 6 માસ સુધી ફ્રી ચાર્જિંગ વ્યવસ્થા આપવામાં આવશે.


