લોધિકાના હરિપર (પાળ) ગામે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવની ઉજવણી
શિક્ષણના પાયાને મજબૂત કરવા જિલ્લા ભાજપની પ્રતિબદ્ધતા અંગે મનોજ રાઠોડનું માર્ગદર્શન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના હરિપર (પાળ) ગામે રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ મનોજ રાઠોડ અને જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશની મુખ્ય ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત હરિપર(પાળ) ગામે આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓને પ્રવેશ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જેટકો રાજકોટના નાયબ કાર્યપાલક ઇજનેર મહેતા, જીલ્લા કિસાન મોરચા મહામંત્રી પ્રમુખ ડેનિશભાઈ હદવાણી, જીલ્લા ભાજપ આગેવાન મુકેશભાઈ તોગડીયા, ઉપપ્રમુખ તાલુકા પંચાયત શૈલેષભાઈ રાઠોડ, લોધિકા તાલુકા મામલતદાર પી.એ.છાટબાર, તાલુકા શિક્ષણ અધિકારી ઇલાબેન ઝાલા, લોધિકા તાલુકા સીડીપીઓ મેડમ, ગામના આગેવાન કાળુબાપા, સરપંચ મુન્નાભાઈ, ઉપસરપંચ ભીખુભાઈ ડાંગર, ગામના આગેવાન તથા કંપાસના દાતા વિક્રમભાઈ હુંબલ, સ્કુલ બેગના દાતા ગ્રીનવુડ સ્કૂલના ભૂપતસિંહ જાડેજા, બીઆરસી દર્શનભાઈ, મહામંત્રી તાલુકા અ.જા.મોરચા વિનોદભાઈ મહિડા, તલાટી મંત્રી બી. ડી. જાડેજા તથા સમગ્ર ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના સફળ આયોજન માટે શાળાના આચાર્ય હિનાબેન ઠાકર તથા શિક્ષકગણ નયનાબેન દુધાત, કિશોરભાઈ પરમાર, કિરીટભાઇ છાયા, જતીનભાઈ ચાવડા, શિલ્પાબેન મારૂ, ઋતિક્ષાબેન જોશી, મિન્ટુબેન સામાણી, વિનસબેન ભુવા, જાગૃતિબેન સોનારા, પૂર્વીબેન રાઠોડ, કવિતાબેન મોદી, સંગીતાબેન ગોહેલ અને જિગીષાબાએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે ગ્રામજનો અને શાળા પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


