- રથયાત્રામાં જોવા મળશે અખાડાઓનું શકિત પ્રદર્શન
- ભકિત સાથે શકિતના સંગમથી જોડાશે રથયાત્રામાં
- સાઇકલ સ્ટંટ અને તલવારબાજી સાહિતના કરતબ જોવા મળશે રથયાત્રામાં
ગુજરાતના અમદાવાદની રથયાત્રા એ દેશની બીજા નંબરની રથયાત્રા છે,આ રથયાત્રા જોવા દેશ,વિદેશથી લોકો આવતા હોય છે,દર વખતે તમને રથયાત્રામાં પુરુષ અખાડાનું કરતબ જોવા મળે છે,ત્યારે આ વખતે રથયાત્રામાં પુરુષની સાથે મહિલાઓ પણ અખાડાનુ કરતબ કરશે અને લોકોની વચ્ચે જશે.આ વર્ષે માર્શલ આર્ટ, કુંફુ કરાટે સહિતના સ્ટંટ જોવા મળશે.
રથયાત્રામાં જોવા મળશે અખાડાઓનું શક્તિ પ્રદર્શન
ભક્તિ સાથે શક્તિના સંગમથી જોડાશે રથયાત્રા,આ રથયાત્રામાં ફાયરના સ્ટંટ, સાઇકલ સ્ટંટ ,તલવારબાજી સાહિતના કરતબ જોવા મળશે. જળયાત્રાની સાથે રથયાત્રાની તૈયારીઓમાં વ્યસ્ત અખાડીયન અખાડાઓએ બરનડી,લાકડી સ્ટંટ,બોડી બિલ્ડીંગ સ્ટંટ સહિતની કરતબો કરી પ્રેકિટસ કરી રહ્યાં છે,10 વર્ષના બાળકોથી લઈ 60 વર્ષ સુધીના વડીલ અખાડિયન કરી રહ્યા છે પ્રેક્ટિસ.જળયાત્રા અને રથયાત્રામાં પહેલીવાર વુમન્સ અખાડાઓમાં સ્ટંટ કરતી જોવા મળશે.
જગન્નાથના સુંદર વાઘા થઈ રહ્યા છે તૈયાર
રથયાત્રાની તૈયારી સાથે ભગવાનના વાઘા છે તૈયાર.આસમાની કલર , વાઇટ રેડ, વેલવેટ , ગઝીસિલ્ક સહિતના કાપડમાંથી ભગવાનના વાઘા તૈયાર કરાયા છે.બનારસ, વૃંદાવન, મથુરા બેંગ્લોર હૈદરાબાદના કાપડથી વાઘા કરાયા તૈયાર છે.તો ડાયમંડ,જરદોષી, મોતી વર્ક, ઝરી વર્કથી વાઘા અને અલંકાર તૈયાર કરાયા છે.દોઢ મહિનાની મહેનત બાદ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે.જોધપુરી જવેલરી ભગવાન જગનાથજી માટે કરાઈ તૈયાર.20 વર્ષથી ભગવાન જગન્નાથના અમદાવાદના સુનિલ ભાઈ બનાવે છે સુંદર વાઘા.
શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ
સરસપુરમાં આવેલા મોસાળ એટલે કે શ્રીરણછોડરાયજીના મંદિરે અષાઢી બીજના પવિત્ર દિને ભગવાન શ્રીજગન્નાથજી, બહેન શ્રીસુભદ્રાજી અને શ્રીબલભદ્રજીની નગરયાત્રા જમાલપુર જગદીશ મંદિરેથી પરંપરાગત ભક્તિભાવમય વાતાવરણમાં લોકોત્સવ સ્વરૂપે નીકળશે. તે પૂર્વે જેઠ સુદ પૂનમના દિવસથી ભગવાન મોસાળમાં પંદર દિવસ સુધી રહેશે. તેની પ્રતિકૃતિ સ્વરૂપ ઝાંખીના દર્શનનો લાભ સૌ ભક્તજનોને મળે તે માટે તા. 22મી જુન 2024એ શનિવારે વાજતે-ગાજતે બેન્ડવાજા, બગી-ગાડી સાથે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.
બીજા નંબરની અમદાવાદની રથયાત્રા
ઓડિશાના જગન્નાથ પુરી બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. રથયાત્રામાં માત્ર અમદાવાદીઓ જ નહીં આસપાસના શહેરો અને ગામડાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી હજારો ભક્તો જોડાય છે. ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે.
એરોસ્ટે બલૂન રથયાત્રામાં વપરાશે
આ વખતે ભારત-પાકિસ્તાન બોર્ડર પર સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતું ઈઝરાયેલી ટેક્નોલોજીનું હિલિયમ એરોસ્ટે બલૂન રથયાત્રામાં વપરાશે. આ બલૂનમાં 300 મીટરની ઊંચાઈથી હાઈ રિઝોલ્યુશન કેમેરા સાથે એક્ટિવ કરાશે, જે પાંચ કિલોમીટર વિસ્તારને કવર કરશે. જે તે વિસ્તારની તમામ ગતિવિધિને ઝીલી લેશે. જેથી સંવેદનશીલ વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃતિ પર નજર રહેશે અને સુપર સર્વેલન્સથી પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં એક કદમ આગળ રાખશે.


