વોર્ડ નં. ૯માં ભાજપ દ્વારા ‘મન કી બાત’ કાર્યક્રમ અને ટિફિન બેઠક યોજાઈ
‘મન કી બાત’ માત્ર કાર્યક્રમ નહીં, પરંતુ જનભાગીદારી અને રાષ્ટ્રનિર્માણનું જનઆંદોલન છે.: રાજુભાઈ ધ્રુવ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના વોર્ડ નં. ૯ ખાતે તા. ૨૮/૦૬/૨૦૨૬, રવિવારના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “મન કી બાત” કાર્યક્રમનું સામૂહિક શ્રવણ તેમજ ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સિનિયર મીડિયા પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, શહેર ભાજપ મંત્રી અરુણાબેન પરમાર, વોર્ડ પ્રભારી કુલદીપસિંહ જાડેજા, વોર્ડ પ્રમુખ હિરેન સાપરિયા, મહામંત્રી દેવ ગજેરા, વોર્ડના કોર્પોરેટરો જયસુખભાઈ કથરોટિયા, રાજુભાઈ અઘેરા, જાનકીબેન કટોળીયા, પૂર્વ કોર્પોરેટર જીતુભાઈ કટોળીયા તથા પ્રવીણભાઈ મારુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા, મહિલા મોરચા, કિસાન મોરચાના કાર્યકરો, બૂથ પ્રમુખો, શક્તિ કેન્દ્રના સંયોજકો, વરિષ્ઠ કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના વિચારોનું સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આયોજિત ટિફિન બેઠકમાં ‘ અન્ન ભેગા તેના મન ભેગા’ ની ઉક્તિ સાકાર કરી સંગઠનને વધુ મજબૂત બનાવવા, જનસંપર્ક વધારવા અને આગામી કાર્યક્રમોની સફળતા માટે રચનાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દેશભાવના, સંગઠન શક્તિ અને કાર્યકર્તાઓના ઉત્સાહના વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો.


