મોહરમમાં શાંતિપૂર્ણ માહોલ બનાવી રાખવા બદલ ભક્તિનગર પોલીસ સ્ટેશન પી.આઇ અને સ્ટાફનું સન્માન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા તા. 25 અને 26 જુનના રોજ એમ બે દિવસ મોહરમ ના તહેવારનો ગમ મનાવી ઉજવણી કરવામાં આવી હતી આ દરિમયાન શહેરના અલગ અલગ વિસ્તારમાં 25 અને 26 જુનના રોજ તાજિયા નીકળ્યા હતા અને સબિલોમાં ન્યાજનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ તેહવાર દરમ્યાન જંગલેશ્વર વિસ્તારમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પી.આઈ જે.ડી પરમાર અને તેમના સ્ટાફ દ્વારા સતત બે દિવસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો જેથી કોઈ પણ અણબનાવ ન બને અને સતત વિસ્તારમાં પી.આઇ સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવે તે માટે પોલીસ સતત રાત દિવસ બંદોબસ્તમાં લાગી હતી જેને લઇ ભરતવન સોસાયટીના હૈદર ઈ કરાર ગ્રુપ દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનના પી.આઇ જે ડી પરમાર અને ભક્તિનગર પોલીસ સ્ટેશનના સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું , વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર ઇબ્રાહીમભાઇ સોરા અને હૈદર ઈ કરાર ગ્રુપના મેમ્બરો આ સન્માનમાં હાજર રહ્યા હતા અને સહર્ષ લાગણી સાથે ભક્તિનગર પોલીસ સ્ટાફનું સન્માન કર્યું હતું અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.


