કવિ અંબાલાલ ખાનપરાના ત્રણ ગીત ગઝલ સંગ્રહનું આવતીકાલે વિમોચન
સાહિત્ય સેતુ દ્વારા કાર્યક્રમનું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરની જાણીતી સંસ્થા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્યીક પ્રવૃતી કરતી સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા કેશોદના નાના એવા કાલવાણી ગામના વતની વર્ષો સુધી શિક્ષક તરીકે ફરજ બજાવનાર ગુજરાતી હિન્દી સંસ્કૃત ભાષા પર પ્રભુત્વ ધરાવતા હાઈકુ, તાનકા, અછાંદસ, ગીત, ગઝલ, બાળ કાવ્યો, બાળ વાર્તા, બાળ ગીતો સહિતનું સાહિત્ય સર્જન કરતા જેમના ભીના હૈયાના સ્પંદન વગડો બોલે પણ ખરો સહિતના સંયુક્ત પુસ્તકો પ્રકાશિત થયા છે તેવા રાજકોટ નિવાસી કવિ અર્થ ઉપનામથી લખતા અંબાલાલ ખાનપરાના ત્રણ ગીત ગઝલ સંગ્રહ મજાની સફર છે, મળ્યું મને સગપણ, અજવાળે આવ્યું પતંગિયુંનો વિમોચન કાર્યક્રમ તા.૨૭-૬ને શનિવારના રોજ સવારે ૧૦:30 વાગ્યે શહેરના કાલાવડ રોડ પરના ક્રિસ્ટલ મોલ પાછળ આઈ.ઓ.સી. સ્ટાફ ક્વાર્ટરની પાસે આવેલ ઈશાવાસ્ય બિલ્ડીંગમાં યોજવામાં આવેલ છે.
કવિ અર્થના ત્રણ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈ દોશી, જાણીતા કવિ સંજુ વાળા, મોઢવણિક સમાજના મહિલા અગ્રણી તરલાબેન રસિકભાઈ મહેતા, મોટીવેશનલ સ્પીકર પ્રદીપભાઈ જોબનપુત્રા, પત્રકાર લેખક બાલેન્દુ જાની, પ્રાધ્યાપક લલિતભાઈ ચંદે, કવયિત્રી વનિતા રાઠોડ સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહેશે
સમગ્ર આયોજનની સફળતા માટે સાહિત્ય સેતુ પરિવારના અનુપમ દોશી, પંકજ રૂપારેલિયા, જનાર્દન આચાર્ય, સુનિલ વોરા, નલિન તન્ના, સુધીર દત્તા, પ્રકાશ હાથી, નૈસધભાઈ વોરા, હસુભાઈ શાહ, જયેન્દ્રભાઈ મહેતા, ઉપમન્યુ રાવલ, પરિમલભાઈ જોશી, વિપુલભાઈ ભટ્ટ, રમેશ શિશાંગીયા, દિનેશભાઈ ગોવાની, મહેશ જીવરાજાની, જીતુ ગાંધી, મહેશ વ્યાસ, દક્ષિણભાઈ જોશી, મહેશ પરમાર કાર્યરત છે


