અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા યોગ પ્રશિક્ષણ શિબિર યોજાઇ
આરોગ્ય કેમ્પનું કરાયેલું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
અખિલ હિન્દ મહિલા પરિષદ રાજકોટ શાખા દ્વારા ઓલ ઇન્ડિયા વુમન્સ કોન્ફરન્સ ન્યુ દિલ્હી દ્વારા પુરસ્કૃત આ ટોપલેન્ડ રેસીડેન્સી ના યજમાન પદે યોગ પ્રશિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
ઓલ ઇન્ડિયા વુમન્સ કોન્ફરન્સના નેશનલ ટ્રેઝરર અને રાજકોટના પ્રમુખ ભાવના જોશીપુરાની ઉપસ્થિતિમાં આયોજિત આ યોગ પ્રશિક્ષણ શિબિર નું ઉદ્ઘાટન રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીને કર્યું હતું, જિલ્લા રક્ષણ અધિકારી સીમાબેન શિંગાળા, નગરસેવિકા જાનકીબેન કાત્રોડિયા , મુખ્ય આયોજક અને ટોપલેન રેસીડેન્સી ના સુવાહક પ્રોફેસર પ્રફુલાબેન રાવલ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભાવના જોશીપુરાએ જણાવ્યું હતું કે ઓલ ઇન્ડિયા વુમન્સ કોન્ફરન્સ ની સ્થાપના ને સો વર્ષ થઈ રહ્યા છે તે નિમિત્તે દેશભરમાં મહિલા આરોગ્ય સંભાળ ના આયામ અનુસંધાને રાજકોટ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું., વર્તમાન શતાબ્દી વર્ષ દરમિયાન મહિલા આરોગ્ય સંભાળ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવનાર છે.
રાજકોટના ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીએ વિસ્તારમાં યોગ અભ્યાસ શિબીરો જન આરોગ્ય સંભાળ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે તેમ જણાવ્યું હતું. યોગ પ્રશિક્ષક અલ્પાબેન તેમજ બિનલ મહેતાએ આ પ્રસંગે યોગ પ્રાણાયામની વિવિધ પદ્ધતિઓની સમજ આપી હતી. આ પ્રવૃત્તિ નિયમિત સ્વરૂપે ચાલનાર છે. સ્થાનિક અગ્રણી પ્રમોદીની બહેન, રમાબેન સહિત અગ્રણીઓએ વ્યવસ્થા સંભાળી હતી.


