સદર તાજીયા કમીટી દ્વારા પોલીસ કમિશ્નર અને ટીમનું સન્માન
શાંતિપૂર્ણ માહોલ જળવાતા તમામનો આભાર માનતી સદર તાજીયા કમીટી
અગ્ર ગુજરાત, રાજકોટ
મોહરમના ગમગીન પ્રસંગે ઈસ્લામ ધર્મ સ્થાપક મહાન પયંગમ્બર હજરત મહંમદ પયગમ્બર સાહેબના નવાસાએ રસૂલ શહિદે કરબલા ઈમામ હુસેન અને તેના ૭૨ સાથીઓએ કરબલાના રણ મેદાનમાં ભૂખ્યા તરસ્યા રહીને શહીદી વ્હોરી તેના માનમાં મુસ્લીમ સમાજ રોઝા ના પ્રતિક રૂપે તાજીયા, સબીલ દુલદુલ પંજા સવારી અને મુસ્લીમ વિસ્તારોમાં ઠેરઠેર હુશૈની મહેફીલો યોજીને હજરત ઈમામ હુશૈન અને શોહદાએ કરબલાની શહાદત બયાન કરેલ હતી અને ન્યાજ તકસીમ કરેલ હતી અને ઠેરઠેર મુસ્લીમ વિસ્તારોમા ન્યાજ નું આયોજન કરવામાં આવેલ હતું તથા ખીરાજે અકીદત પેસ કરેલ હતી.
આ પ્રસંગે રાજકોટના જાબાંઝ પોલીસ કમિશ્નર બ્રીજેશકુમાર ઝા, એડી. પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફીક ડો. હરપાલસિંહ જાડેજા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઈ સમગ્ર તાજીયાના રૂટમાં ફરીને વ્યવસ્થા બંદોબસ્ત નિહાળેલ હતી.
આ પ્રસંગે સદર વિસ્તાર તાજીયા કમીટીના પ્રમુખ હબીબ ગનીબાપુ કટારીયા, સૈયદ એજાજબાપુ બુખારી, મુસ્લીમ અગ્રણી ફારૂક બાવાણી, યુનુશભાઈ કટારીયા, નરેશ મકવાણા, રહીમભાઈ કટારિયા, સકલભાઈ કટારિયા, હનીફભાઈ મલેક, રજાકભાઈ કારીયા, આફતાબભાઈ કચરા, રતીબાપુ બુંદેલા, અનવરભાઈ ધાડા, સબ્બીરભાઈ કુવાડીયા, પરવેજભાઈ કુરેશી, ઈકબાલભાઈ ચૌહાણ, રવિભાઈ મોહનભાઈ સોઢા, છોટુભાઈ માંડરીયા, અહેમદભાઈ ફુલવાલા વિગેરે મહોરમ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સુંદર પરિસ્થિતિ જાળવવા બદલ પો. કમિશ્નર બ્રીજેશકુમાર ઝા અને તેની ટીમનું સન્માન કરેલ હતું. આ પ્રસંગે સદર તાજીયા કમીટીએ તમામ હિન્દુ-મુસ્લીમ, પોલીસ તંત્ર, જીઈબી, ગાર્ડન વિભાગ, આર.એમ.સી. તથા પ્રીન્ટ મીડીયા, ઈલેકટ્રીક મીડીયાનો આભાર વ્યકત કરેલ હતો.


