- જખૌ પાસેથી ડ્રગ્સના વધુ 10 પેકેટ મળી આવ્યા
- BSFના જવાનોને સર્ચ ઓપરેશન દરમિયાન મળ્યુ ડ્રગ્સ
- જખૌના દરિયા કિનારાથી 5 કિમી દૂર મળી આવ્યા પેકેટ
કચ્છનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયા માટે મોકલું મેદાન બની ગયો હોય તેમ જોવા મળી રહ્યું છે. અવારનવાર આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ પાસેથી નશીલા દ્રવ્યો બિનવારસી હાલતમાં મળી આવતા હોય છે. ત્યારે ફરી એકવાર કચ્છના દરિયાઇ સીમામાંથી ફરી ડ્રગ્સ ઝડપાયું છે.
મળતી માહિતી મુજબ, કચ્છની આંતર રાષ્ટ્રીય જળસીમા માંથી જખૌ પાસેથી ડ્રગ્સના 10 પેકેટ મળી આવ્યા છે. BSFના જવાનોને સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. BSF દ્વારા ડ્રગ્સના પેકેટ કબ્જે કર્યા છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે જખૌના દરિયા કિનારાથી 5 કિમી દૂરથી ડ્રગ્સના આ પેકેટ્સ મળી આવ્યા હતા. આજ વિસ્તારમાંથી અવારનવાર નશીલા પદાર્થોનો જથ્થો મળી આવતો રહે છે.


