- રમતી વખતે અચાનક દરવાજો અંદરથી બંધ કરી દીધો
- પાલનપુર રોડ સ્થિત બ્લીવમ રેજેન્સીનો બનાવ
- ફાયર બ્રિગેડે દરવાજો તોડી બાળકને બહાર કાઢ્યું
સુરતમાં નાના બાળકના માતા-પિતાની બેદરકારી સામે આવી છે. જેમાં અઢી વર્ષનું બાળક ઘરના બાથરૂમમાં બંધ થયું હતુ. રમતી વખતે અચાનક દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. પાલનપુર રોડ સ્થિત બ્લીવમ રેજેન્સીનો બનાવ છે. તેમાં ફાયર બ્રિગેડે દરવાજો તોડી બાળકને બહાર કાઢ્યું હતુ.
શહેરમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો
શહેરમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઘરના બાથરૂમમાં અઢી વર્ષનું બાળક ફસાયું હતુ. પાલનપુર કેનાલ રોડ સ્થિત બ્લીવમ રેજેસીમાં આ બનાવ બન્યો હતો. જેમાં 9માં માળે અઢી વર્ષનું બાળક બાથરૂમમાં રમી રહ્યું હતુ. તેમાં અચાનક બાળકનો હાથ લોક પર લાગતા દરવાજો લોક થયો હતો. તથા બાથરૂમનો દરવાજો લોક થતાં ઘરમાં બૂમાબુમ શરૂ થઇ હતી. તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. તેથી પ્લાયનો બનાવેલ દરવાજો ભારે જહેમત બાદ તોડ્યો હતો.
ફાયરની ટીમે બાળકને સહી સલામત બહાર કાઢ્યો
ફાયરની ટીમે બાળકને સહી સલામત બહાર કાઢ્યો હતો. જેમાં બાળક અર્ધો કલાક સુધી બાથરૂમમાં બંધ રહ્યો હતો. તાજેતરમાં જ સુરતના પાલ વિસ્તારમાં બે વર્ષના માસુમ બાળકનું સાતમા માળેથી પટકાતા મોત નિપજ્યું હતુ.હાઉસ કીપિંગનુ કામ કરતી માતા બાળકને પોતાની સાથે કામ પર લઈ ગઈ હતી. બે વર્ષનું માસૂમ બાળક 7મા માળે ગેલેરીમાં રમતું હતું અને માતા કામ કરી રહી હતી. તે દરમિયાન બાળક રમતા રમતા સાતમા માળેથી નીચે પટકાયું હતું.આ ઘટનાના CCTV પણ સામે આવ્યા હતા.
સાતમા માળેથી નીચે પટકાતા બાળકનું મોત
વરાછા રોડ ખાતે રહેતા નવનીત કલસરિયા હીરા મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પત્ની રેશ્મા દીકરા ભવ્ય સાથે પાલ ખાતે રહેતા માતા-પિતાના ઘરે ગઈ હતી. રેશ્મા પાલ વિસ્તારમાં શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડિંગમાં કામ કરવા ગઈ હતી. સીસીટીવી પ્રમાણે શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડિંગના 7મા માળે અગાસીમાં બાળક રમી રહ્યું હતું.બાળકે બે હાથે પકડેલી રેલિંગ પરથી જોતજોતામાં જ તેના હાથ છૂટી જાય છે અને 7મા માળેથી નીચે પટકાય છે. બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.તબીબોએ બાળકના મૃત જાહેર કર્યો હતો.પાલ પોલીસે આ ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે.


