By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    12 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાપનાશક અને મહાપુણ્યદાયક યોગિની એકાદશી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

પાપનાશક અને મહાપુણ્યદાયક યોગિની એકાદશી

agragujaratnews
Last updated: 2024/06/20 at 6:00 AM
2 years ago
Share
પાપનાશક અને મહાપુણ્યદાયક યોગિની એકાદશી
SHARE

  • સાધના ને ઉપાસનામાં આંતરજીવન અને બાહ્ય જીવનનો સુભગ સમન્વય સાધવાનો હોય છે

ભગવાન કૃષ્ણ કહે છે : યુધિષ્ઠિર! સાંખ્યયોગ ભક્તિયોગ અને કર્મયોગનાં લક્ષણો એકસરખાં જ છે. જ્ઞાન, ભક્તિ અને કર્મના મૂળમાં સમત્વયોગ છે. નિર્ભયતા, અંત:કરણની શુદ્ધિ, આચાર્યની ઉપાસના તથા શાસ્ત્રો દ્વારા પ્રાપ્ત આત્મજ્ઞાન અને ઈન્દ્રિયોના ઉપસંહારથી આત્મામાં એકાગ્રતા કરવી તેનું નામ યોગ.

આમાં દાન, દમ, ઈન્દ્રિય નિગ્રહ, યજ્ઞ, નિષ્ઠા, તપ, સરળતા અને શુદ્ધિ વગેરેનો સમાવેશ થઈ જાય છે.

યોગ દૈવી ગુણ છે, તે જીવન પ્રકાશિત કરે છે. જીવનને મહાન બનાવે છે. ભક્તિ કેમ કરવી તે યોગ સમજાવે છે. યોગ, વ્રત વગેરે જીવન જીવવાની હિંમત આપે છે. યોગ, વ્રત, તપ, ધ્યાન, ધારણ સમાધિ વગેરે દૈવી તત્ત્વો છે.

વ્રત વિના વિચારો વિકૃત થઈ જાય છે. યોગ દ્વારા ભોગ તરફ જોવાની મંગલ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. જગત તેને ભોગનો વિષય નહીં, પણ ભક્તિનો વિષય લાગે છે. જગત ભોગનો વિષય નથી, ભક્તિનો વિષય છે. વ્રત દ્વારા તપ કરવાનું છે. સાધના કરવાની છે. `તપો દ્વંદ્વ સહનમ્!’ તપ એટલે સુખ-દુ:ખ જેવાં દ્વંદ્વો સહન કરવાં. નિશ્ચિત કરેલા ધ્યેયની પ્રાપ્તિ માટે વ્રતધારી જે કંઈ સુખ-દુ:ખ સહન કરે છે તે વ્રત છે, તપ છે. જીવનમાં ધ્યેય હોય તો તપ આવે. વ્રતની માફક તપ પણ દૈવી સંપત્તિનો ગુણ છે.

`ઉપાસના’ એટલે સાધના. સાધનાનું અંતિમ સોપાન સમાધિ છે. આ `યોગ’ની એક એવી ક્રિયા છે, જેમાં યોગીને કે સાધકને મોક્ષ પૂર્વેની સ્થિતિમાંથી પસાર થવું પડે છે.

યોગશાસ્ત્ર સમાધિ દ્વારા મોક્ષપદની પરમ પ્રાપ્તિઅર્થે આગ્રહ રાખે છે. સમાધિ અવસ્થામાં સાધક પોતાની ઉપાસનાના અંતિમ લક્ષ્ય કે અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. આ એવી સ્થિતિ છે કે જેમાં સાધક પોતાના શુદ્ધ ચિદાનંદમય સ્વરૂપનું દર્શન થવું કે અનુભૂતિ થવી તે જ `સમાધિ’ની સ્થિતિ છે.

યોગશાસ્ત્રની પરિભાષા અનુસાર ધ્યાન કરતાં કરતાં ચિત્ત જ્યારે લક્ષ્ય કે ધ્યેયના આકારમાં મળી જાય છે, તેના ધ્યેયથી તેની ભિન્ન સ્થિતિ નથી હોતી, તે સમયે તે ધ્યાન જ `સમાધિ’ કહેવાય છે.

યોગદર્શનમાં મહર્ષિ પતંજલિએ કહ્યું છે કે, જ્યારે ધ્યાનમાં માત્ર ધ્યેયની જ પ્રતીતિ કે અનુભૂતિ થાય છે ને ચિત્તનું પોતાનું સ્વરૂપ શૂન્યસમાન થઈ જાય છે ત્યારે તે ધ્યાન જ સમાધિ બની જાય છે!

સમાધિના બે પ્રકાર છે

(1) સવિતર્ક કે સવિકલ્પ

(2) નિર્વિતર્ક કે નિર્વિકલ્પ સવિકલ્પ સમાધિ એ ધ્યાનની જ એક વિશેષ અવસ્થા છે, સમાધિની જ વિશેષ અવસ્થા છે.

`યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી।

યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતિ મુને:॥’

અર્થાત્ઃ જેના વિશે ભૂતપ્રાણીમાત્ર સૂતાં છે તેના વિશે સંયમી પુરુષ જાગ્યા છે જેના વિશે ભૂતપ્રાણીમાત્ર જાગ્યા છે તેને વિશે સંયમી પુરુષ સૂતા છે.

સાધનામાં પ્રથમ વાણીનું મૌન, પછી ચેતના અંતરાત્માનું મૌન, એમ વ્રતધારીએ ક્રમશ: આગળ વધવાનું હોય છે. સાધના કે ઉપાસનામાં મૌનનું ઘણું મહત્ત્વ છે. ધ્યાન એટલે ઈષ્ટદેવ કે દેવી વિશે શારીરિક-માનસિક એકાગ્રતા.

જેને `યોગ’ ગમે તેને `ભોગ’ ન ગમે. વ્રતીને ધ્યાનનો આનંદ એકાગ્રતા સિવાય મળતો નથી. ધ્યાન, આરાધના, ઉપાસના, સત્સંગ, સેવા, ભજન-કીર્તન, ઉપવાસ વગેરે મનુષ્ય અવતારથી જ થાય છે.

આંતરિક સાધનામાં મૌન ઉત્તમ સાથી છે. શાસ્ત્રોએ મૌનનો મહિમા ખૂબ ગાયો છે. `મૌન સર્વાર્થ સાધનમ્!’ સંત મહાત્માઓનાં જીવનમાં મૌન અને એકાંતે અગત્યનો ભાગ ભજવ્યો છે. હે રાજન્! હવે પ્રશ્ન એ થાય છે કે, મૌન શા માટે?

વાણીનો પ્રવાહ જ્યારે વહેતો હોય છે, ત્યારે અંત:સ્થલમાંથી વિચારો ન ઊઠતા સપાટી પર જે જે આંદોલનો ઊઠે છે, તે બહાર વહી જાય છે એટલે આંતરિક સંશોધન થઈ શકતું નથી. આપણો બધો વ્યવહાર સમુદ્રની સપાટી પર નાચતા તરણા જેવો ઉપરછલ્લો બની જાય છે.

વ્રતધારીએ સાધના અને ઉપાસનામાં આંતરજીવન અને બાહ્ય જીવનનો સુભગ સમન્વય સાધવાનો હોય છે, અધ્યાત્મ ચેતનાથી બાહ્ય જીવનને સભર કરવાનું હોય છે.

બીજી ભૂમિકામાં વાણીના વ્યવહારો બંધ થતાં વૃત્તિઓ ખળભળે છે. અહીંથી જ સાધનાની શરૂઆત થાય છે. એ ખળભળતી વૃત્તિઓને નિરખવી અને વિવેક દ્વારા એનું સંશોધન કરવું એ જ કાર્ય છે. ધીમેધીમે વૃત્તિઓ શાંત થતાં, આંતરચેતનાનો આછો અનુભવ થાય છે અને મૌનમાંથી એક પ્રકારની અનોખી પ્રસન્નતા જન્મે છે.

પહેલી ભૂમિકામાં આવતો કંટાળો કે ઉદ્વેગ નાશ પામે છે અને એક નવું જ ક્ષેત્ર ઊઘડે છે. સપાટી પર નાચતાં વૃત્તિ-તરણાંને નિરખવાનું મૂકીને સાગરના તળિયે સૂતેલાં અણમોલ મોતી આપણી સમક્ષ છતાં થાય છે ! ધીમેધીમે વ્રતી આગળ વધે છે અને આંતરચેતનાથી એનું જીવન રંગાઈ જાય છે, પછી તો એનું બહારનું જીવન પણ એક નવી જ દૃ્ષ્ટિ પામી જાય છે.

ત્રીજી સહજ અવસ્થામાં સાધકનું (વ્રતીનું) સમગ્ર જીવન આંતરિક જીવનના પ્રતીક રૂપ બની ગયું હશે, ત્યારે વૃત્તિઓ અેને અકળાવી નહીં શકે. સામાજિક, રાજકીય, આર્થિક તથા વ્યક્તિગત ક્ષેત્રે જે અસંતુલન તે અશુદ્ધિ છે. આ અશુદ્ધિઓને નિવારવાનો જે પ્રયાસ કરવામાં આવે છે તેનું નામ `સાધના.’

એકાદશીના વ્રત દરમિયાન ઉપાસના દ્વારા ઉપાસકની કે વ્રતધારીની આધ્યાત્મિક ઉન્નતિ અને મુક્તિ થાય છે. ઉપાસના દ્વારા ઉપાસકની સાંસારિક ઉન્નતિ પણ થઈ શકે છે. તેને રિદ્ધિ-સિદ્ધિ, યશ-કીર્તિ વગેરે પ્રાપ્ત થાય છે. ઉપાસના અચેતન મનને જાગ્રત કરવાની એક વૈજ્ઞાનિક વિધિ છે. ઈશ્વર સાથે પોતાના અંતરાત્માને જોડવાનું આ એક મહત્ત્વપૂર્ણ સાધન છે.

શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગ-એ ચાર મુક્તિનાં સાધન છે. આમાં ભક્તિ એ સૌથી શ્રેષ્ઠ છે. આત્મતત્ત્વનું ચિંતન એ ભક્તિ છે. પોતાના સાચા સ્વરૂપનું મનન એ જ ભક્તિ છે. પોતાના સાચા સ્વરૂપની પરખ તરફ દોરી જાય એ ભક્તિ છે.

શ્રદ્ધા એ ભક્તિનું પૂરક બળ છે, ધ્યાનનું પ્રેરક બળ છે, સાધના કે ઉપાસનાનું અંતિમ સોપાન સમાધિ છે.

શ્રીકૃષ્ણ ધર્મરાજાને કહે છે : આ યોગિની એકાદશી સર્વ પાપોનો નાશ કરનારી અને સંસાર સાગરમાં ડૂબેલાઓને તારનારી છે.

યોગિની એકાદશીની કથા અલકાપુરનો રાજા કુબેર ભગવાન શંકરનો પરમ ઉપાસક હતો. `હેમમાલી’ નામનો તેનો હજૂરિયો પૂજાની સામગ્રી લાવી આપતો. આ સેવકની પત્ની `વિશાલાક્ષી’ અતિ સ્વરૂપવાન હતી, તે આખો દિવસ તેની સાથે મોહપાશમાં મગ્ન રહેતો. એક દિવસ પૂજા માટે ફૂલ તથા ફળફળાદિ વગેરે કુબેરના મહેલે પહોંચાડી શક્યો નહીં. રાજાએ શિવપૂજા કરવા મોડે સુધી રાહ જોઈ.

કહેવાય છે કે કુબેરે તેને ક્રોધાવેશમાં શાપ આપ્યો કે, `તારા શરીરે કોઢ નીકળશે અને તને તારી પત્નીનો વિયોગ થશે, તારું મૃત્યુલોકમાં પતન થશે.’

હેમમાલી માર્કંડેય મુનિને પ્રણામ કરી શાપનું નિવારણ પૂછે છે. મુનિવર્ય આદેશ આપે છે કે, `તું જો યોગિની એકાદશીનું વ્રત કરીશ તો તારો કોઢ મટી જશે અને પત્નીના વિયોગનું દુ:ખ પણ દૂર થશે.’

માર્કંડેય મુનિના આદેશ અનુસાર આ સેવકે યોગિની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી તેની કાયા કંચન જેવી થઈ ગઈ! સ્વર્ગમાં પોતાની પત્ની સાથે સુખદ મિલન થયું અને તે સુખભોક્તા થયો. આ અનુપમ એકાદશીનું વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું ફળ મળે છે. આ એકાદશી મહાપુણ્યદાયક અને પાપનાશિની ગણાય છે.

મહાપાપપ્રશમની મહાપુણ્યફલપ્રદા।

શુચિ કૃષ્ણૈકાદશી તે કથિતા યોગિની નૃપઃ॥

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
ગોંડલ

ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ

Editor By Editor 1 day ago
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?