- ન્યૂયોર્ક શહેરના ટ્રાફિકથી બચવા માટે હેલિકોપ્ટરની સવારી કરી
- હેલિકોપ્ટર રાઈડ અને કેબ રાઈડના ભાડાની સરખામણી
- ઈન્ટરનેટ પર આ વાતની થઈ રહી છે ચર્ચા
ટ્રાફિક જામની સમસ્યા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક મોટા શહેરોમાં જોવા મળે છે. ન્યુયોર્ક શહેર જે ટ્રાફિક માટે બદનામ છે ત્યાંથી એક રસપ્રદ ઘટના સામે આવી છે. ભારતીય મૂળની ખુશી સૂરીએ એક અનોખી પદ્ધતિ અપનાવી. તેણે એરપોર્ટ સુધી પહોંચવા માટે કેબને બદલે હેલિકોપ્ટર રાઈડનો ઓપ્શન પસંદ કર્યો.
ખુશીએ કહ્યું કે તેને મેનહટ્ટનથી જોન એફ કેનેડી ઈન્ટરનેશનલ એરપોર્ટ જવાનું હતું. તેણે ટ્રાફિકથી બચવા માટે ઉબેર પર હેલિકોપ્ટર રાઈડનો ઓપ્શન પસંદ કરવાનું નક્કી કર્યું. હવે તમે કહેશો કે આ તો પાગલપન છે, આટલી પણ શું અમીરી? પરંતુ ખુશીએ ટ્વિટર પર જે અનુભવ શેર કર્યો છે તે જાણીને તમે પણ દંગ રહી જશો. તેણે સોશિયલ સાઈટ એેક્સ પર એક સ્ક્રીનશોટ શેર કર્યો, જેમાં ઉબેર કેબ્સ અને હેલિકોપ્ટર રાઈડના ખર્ચ અને મુસાફરીના સમયની સરખામણી કરવામાં આવી હતી.
હેલિકોપ્ટર અને કેબ ભાડા વચ્ચે સામાન્ય ફેરફાર
છોકરીના સ્ક્રીનશોટ મુજબ, ઉબેર કેબ રાઈડનું અંદાજિત ભાડું $131.99 (એટલે કે રૂ. 11,023.47) હતું, જે તેને એરપોર્ટ સુધી પહોંચવામાં એક કલાક જેટલો સમય લાગ્યો હશે.ત્યારે જ મેનહટ્ટનથી એરપોર્ટ સુધી બ્લેડ હેલિકોપ્ટરનું ભાડું 165 ડોલર (રૂ. 13780.39) હતું, પરંતુ તેમને પાંચ મિનિટમાં એરપોર્ટ પર લઈ જવાનું કહેવામાં આવ્યું હતું.
આ મુજબ જોવામાં આવે તો, તે એક સ્માર્ટ મૂવ હતું. કારણ કે, બંને વચ્ચે ભાડામાં બહુ ફરક નથી અને છોકરી થકવી નાખનારી સફરને બદલે બહુ ઓછા સમયમાં એરપોર્ટ પહોંચી ગઈ. ખુશીની આ પોસ્ટ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આટલી ઓછી કિંમતે હેલિકોપ્ટર રાઈડનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે તે વિચારીને નેટીઝન્સ ખૂબ જ હેરાન છે.


