- દક્ષિણ ચીનમાં પૂરને લીધે અનેક ઘર પાણીમાં ગરકાવ થયા
- ભૂસ્ખલન સર્જાતા અત્યાર સુધી 47 લોકો મોતને ભેટયાં
- દક્ષિણ ચીનમાં પૂર અને ભૂસ્ખલનથી વિનાશ વેરાયો
ચીનના દક્ષિણી વિસ્તારમાં ભારે પૂર અને ભૂસ્ખલનને કારણે તબાહી મચી ગઈ છે. ભૂસ્ખલનને કારણે સેંકડો ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને અનેક મકાનો અને દુકાનો ધરાશાયી થઈ ગઈ છે. જેના કારણે મોટી સંખ્યામાં જાનહાનિ થવાની માહિતી સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે દક્ષિણ ચીનમાં સ્થિત ગુઆંગડોંગ પ્રાંતમાં ભારે વરસાદને કારણે આવેલા ભીષણ પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 47 લોકોનાં મોત થયા છે. કેટલાક ડઝન લોકો ઘાયલ થવાની પણ આશંકા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે.
ચીનથી મળતી માહિતી અનુસાર, શુક્રવારે અહેવાલ આપ્યો છે કે દક્ષિણ ચીનમાં ભારે પૂર અને ભૂસ્ખલનથી સામાન્ય લોકોનું જીવન બરબાદ થઈ ગયું છે. લોકો રસ્તાઓ અને મુખ્ય માર્ગોથી દૂર થઈ ગયા છે. આવી સ્થિતિમાં તેમને રાહત આપવી મુશ્કેલ બની રહી છે. અનેક જગ્યાએ પૂર અને પાણી ભરાવાને કારણે તબાહી થઈ છે.
કાટમાળ નીચે મોટી સંખ્યામાં લોકો દટાયા હોવાની શક્યતા છે. કેટલાક લોકો ગુમ થયાની જાણ કરવામાં આવી છે, જેમની શોધ ચાલુ છે સરકારી અધિકારીએ જણાવ્યું કે, મેઈઝોઉ શહેરમાં 38 અન્ય લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. તેઓ કહે છે કે આ જ શહેરમાં આ પહેલાં નવ અન્ય લોકોનાં મોત થયા હતા.


