પ્રાત અધિકારીએ કલેકટરને રીપોર્ટ સોંપ્યો
રાજકોટમાં થયેલ ટી.આર.પી.ગેમ ઝોન કાંડ થયાને આજે એક મહીનો પુરો થતા રાજકોટ કોગ્રેસ સમીતી દ્વારા બંધ નું એલાન આપવામાં આવ્યું હતું જેમાં શહેરમાં કેટલા ટકા બંધ રહ્યું તેનો રીપોર્ટ દરેક પ્રાંત અધિકારી પાસે માંગવામાં આવ્યો હતો જે બપોર બાદ સોપી આપવામાં આવશે અને આ રીપોર્ટ રાજય સરકારને મોકલી આપવામાં આવશે.
રાજકોટમા ટી.આર.પી.ગેમ.ઝોન કાંડમાં 27 લોકોના મુત્યુ થતા અને આજે એક મહિનો પુરો થતા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં શહેરના કેટલા વિસ્તારો બંધ રહ્યા છે અને કેટલા ટકા બંધ રહ્યું તેનો રીપોર્ટ આપવા માટે દરેક પ્રાંત અધિકારીને સુચના આપવામાં આવી હતી જેના અનુસંધાને દરેક મામતલદાર દ્વારા બધનો રીપોર્ટ આપવામાં આવશે ત્યાર બાદ દરેક પ્રાંત અધિકારી જીલ્લા કલેકટર ને બંધનો રીપોર્ટ આપશે.


