૭૨ વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા લોકો પાસેથી ૨૨,૨૦૦ દંડ કરાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ આજ રોજ ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા લોકો પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી.
જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ ૭૨ લોકો પાસેથી ૬.૨૪ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા લોકો પાસેથી રૂ.૨૨,૨૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો.
સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૫ વેપારીઓ પાસેથી ૨.૫૩ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા લોકો પાસેથી રૂ ૫૫૫૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૦ વેપારીઓ પાસેથી ૨.૯૬ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા લોકો પાસેથી રૂ ૬૩૦૦ દંડ વસુલવામાં આવ્યો હતો.
ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પરઝુંબેશ રૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૭ વેપારીઓ પાસેથી 0.૭૫કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીકજપ્ત કરી તથા ગંદકી કરતા લોકો પાસેથી ૧૦૩૫૦ દંડ વસુલવામાં આવ્યો હતો.
તમામ કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્પેજનેરકટર/ સેનેટરી સબ ઇન્પેઇજનપકટર દ્રારા કરવામાં આવેલ હતો.


