By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    21 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મહાગઠિયાની ઓફિસમાં બેંકમાં હોય તેવી તિજોરી, રોકડ-સોનુ ૫ બોક્સમાં ભરી સંઘરી રખાયુ હતુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

મહાગઠિયાની ઓફિસમાં બેંકમાં હોય તેવી તિજોરી, રોકડ-સોનુ ૫ બોક્સમાં ભરી સંઘરી રખાયુ હતુ

agragujaratnews
Last updated: 2024/07/02 at 8:04 PM
2 years ago
Share
મહાગઠિયાની ઓફિસમાં બેંકમાં હોય તેવી તિજોરી, રોકડ-સોનુ ૫ બોક્સમાં ભરી સંઘરી રખાયુ હતુ
SHARE

ઓફિસનું કોમ્પ્યુટર અને પ્રિન્ટર પણ એસીબીએ કબજે કર્યુ, જમીન-મકાનના સોદાના દસ્તાવેજમાં ક્યા બિલ્ડર સાથે સાગઠિયાની કેટલી ભાગીદારી? તટસ્થ તપાસ થશે તો ફૂટશે મોટા ફણગા

મનપાના ભ્રષ્ટ અને સસ્પેન્ડેડ પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠિયાના ચહેરા પરથી એકપછી એક નકાબ ઉતરતો જાય છે. હજુ તો આવનાર દિવસોમાં તેની ભ્રષ્ટાચાર રૂપી સંપતિનો એકપછી એક ખજાનો ખુલે તેવી સંભાવના વચ્ચે આજે નાના મવા ટ્વીન ટાવરમાં આવેલી સાગઠિયાની  પર્સનલ ઓફિસમાંથી રૂ.૫ કરોડ રોકડા અને કરોડોનું સોનુ મળી આવ્યુ છે. બેંકમાં હોય તેવી મોટી તિજોરીમાં આ ભ્રષ્ટ સંપતિ સંઘરી રાખવામા આવી હતી. ૫ મોટા બોક્સ ભરાય તેટલી રોકડ, ત્રણ બોક્સમાં સોનુ ઉપરાંત ઓફિસમાંથી કોમ્પ્યુટર-પ્રિન્ટર અને કેટલાક બિલ્ડરોના સોદાના શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા.

Contents
ઓફિસનું કોમ્પ્યુટર અને પ્રિન્ટર પણ એસીબીએ કબજે કર્યુ, જમીન-મકાનના સોદાના દસ્તાવેજમાં ક્યા બિલ્ડર સાથે સાગઠિયાની કેટલી ભાગીદારી? તટસ્થ તપાસ થશે તો ફૂટશે મોટા ફણગાઆ છે મહાગઠિયા સાગઠિયાની જાહોજલાલીદરિયામાંથી લોટા સમાન દેખાડેલી બેનામી સંપતિ પણ આવક કરતા ૪૧૦.3૭ ટકા વધુએન્ટિ કરપ્શન બ્યુરોએ અત્યાર સુધી આટલી તપાસ કરીટ્વીન ટાવરમાં જ્યાથી કરોડોનો દલો મળ્યો એ ઓફિસનો મનપાનો રૂ.67333નો વેરો બાકી

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠીયાની ઓફિસ ખાતે સીલ ખોલી સર્ચ કરવામાં આવતા 5 કરોડની રોકડ રકમ તેમજ કરોડોની કિંમતનું સોનુ મળી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ એસીબી પોલીસમાં સાગઠિયા વિરૂદ્ધ અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ છે. જેમાં તેની પાસે કાયદેસરની આવકના પ્રમાણમાં રૂ.10,55,37,355ની વધુ સંપતિ વસાવેલાનું જણાઇ આવેલ છે.(જો કે આ તો દરિયામાંથી લોટો કાઢીને દેખાડવા જેવુ છે). જે તેની આવકના પ્રમાણમાં 410.37% થી વધુ અપ્રમાણસર મિલકતો છે.

દરમિયાન ગઈકાલ રાતથી રાજકોટ એસીબી ટીમ દ્વારા રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ટ્વીન સ્ટાર ઓફિસમાં સીલ ખોલી સર્ચ કરવામાં આવતા 5 કરોડની રોકડ રકમ તેમજ કરોડોની કિંમતનું સોનુ મળી આવ્યું છે. એસીબી દ્વારા ઓફિસ ખાતેથી ૫ જેટલા બોક્સમાં રૂપિયા, સોનુ, એક મોટી તિજોરી, સોનાના દાગીના, પ્રિન્ટર સહિત અનેક દસ્તાવેજો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સાગઠિયાની તપાસમાં શું નવા ખુલાસા થશે તે જોવું મહત્વનું રહેશે.

આ છે મહાગઠિયા સાગઠિયાની જાહોજલાલી

  1. જય બાબારી પેટ્રોલ પંપ- સોખડા, રાજકોટ
  2. ઈન્ડસટ્રીયલ ગોડાઉન 3- સોખડા, રાજકોટ
  3. જય બાબારી પેટ્રોલ પંપ- ગોમટા, ગોંડલ
  4. હોટલ અન્ડર કનસ્ટ્રક્શન- ગોમટા, ગોંડલ
  5. ફાર્મ હાઉસ- ગોમટા, ગોંડલ
  6. ખેતીની જમીન- ગોમટા, ગોંડલ
  7. ખેતીની જમીન- ચોરડી, ગોંડલ
  8. ઉર્જા ઈન્ડસ્ટ્રીયલમાં ગેસ ગોડાઉન- શાપર, તા. કોટડા સાંગાણી
  9. બાલાજી ગ્રીનપાર્કમાં પ્લોટ- મોવૈયા, તા.પડધરી
  10. અનામિકા સોસાયટીમાં અન્ડર કન્સ્ટ્રક્શન બંગલો- રાજકોટ શહેરમાં યુનિવર્સિટી રોડ પર
  11. આસ્થા સોસાયટીમાં ટેનામેન્ટ- રાજકોટ શહેરમાં માધાપર ખાતે
  12. સી-1701, એસ્ટર ફ્લેટ- અદાણી શાંતીગ્રામ ટાઉનશીપ, અમદાવાદ
  13. બી-7, 802, લા મરીના- અદાણી શાંતીગ્રામ ટાઉનશીપ, અમદાવાદ
  14. વાહનો કુલ- 6
  15. વિદેશી પ્રવાસ કુલ-8 ઉબાઈ, યુરોપ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, યુ. કે., મલેશિયા , માલદીવ, શ્રીલંકા

દરિયામાંથી લોટા સમાન દેખાડેલી બેનામી સંપતિ પણ આવક કરતા ૪૧૦.3૭ ટકા વધુ

સાગઠિયાએ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી, ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે, વિવિધ ભ્રષ્ટ રીત રસમો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણા મેળવી, તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રીતોના નામે મિલકતમાં રોકાણ કરેલાનું પ્રાથમિક દૃષ્ટિએ ફલિત થયેલ છે. કાયદેસરની આવક રૂ.2,57,17,359ના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજનોનાં નામે કુલ રોકાણ અને ખર્ચ રૂ.132333323 કરેલાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે. એટલે કે આવકના પ્રમાણમાં ३.10,55,37,355ની વધુ સંપતિ વસાવેલાનું કનાઈ આવેલ છે  આવેલ છે જે તેઓની આવકના પ્રમાણમાં 410.37%થી વધુ અપ્રમાણસર મિલકતો છે.

એન્ટિ કરપ્શન બ્યુરોએ અત્યાર સુધી આટલી તપાસ કરી

ભ્રષ્ટ પૂર્વ ટીપીઓ મનસુખ ધનાભાઈ સાગઠિયા વિરૂદ્ધ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતની તા.01.04.2012 થી તા.31.05.2024 ના સમયગાળાના  ચેક પિરીયડ દરમિયાન તેઓ દ્વારા વસાવવામાં આવેલ મિલકતોની તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમિયાન મેળવવામાં આવેલ દસ્તાવેજી પૂરાવાઓ તથા બેંક ખાતાઓની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલ દસ્તાવેજી માહિતી તથા તેમના નાણાંકીય વ્યવહારોની માહિતી એકત્રીત કરવામાં આવી છે. તપાસના અંતે મળેલ તમામ વિગતોનું એસીબીના નાણાંકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવી રહ્યુ છે.

ટ્વીન ટાવરમાં જ્યાથી કરોડોનો દલો મળ્યો એ ઓફિસનો મનપાનો રૂ.67333નો વેરો બાકી

મનપાની ટેક્સ બ્રાન્ચે ઉઘરાણી માટે મારેલુ સીલ પણ બારોબાર તૂટી ગયુ

મનસુખ સાગઠિયાની ટ્વીન સ્ટાર બિલ્ડિંગમાં આવેલ ઓફિસ નંબર 901ના દરવાજા પર મહાનગરપાલિકાએ નોટિસ લગાવી છે. તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, તા.16.11.2023 સુધીમાં રૂ. 67333નો વેરો બાકી છે. જો આ વેરો પાંચ દિવસમાં ભરવામાં નહીં આવે તો આ ઓફિસની હરાજી કરીને વેચી નાખવામાં આવશે. મનપાએ નોટિસ ચિપકાવી તેના 15 દિવસ બાદ 30 નવેમ્બરે સીલ લગાવી દીધું. જો કે, આ સીલ પણ બારોબાર તોડી નાખવામા આવ્યુ હતું. આજે 6 માસથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ ઓફિસ હરાજીથી વેંચીને વેરો વસુલવાની વાત તો દૂર રહી, સીલ તોડનાર સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકોટ પોલીસે ફરી આ ઓફિસને સીલ કરી હતી અને કોઈએ આ સીલ ખોલવું નહીં તેવી સૂચના લખી હતી.

 

 

You Might Also Like

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું
કચ્છ

 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું

Editor By Editor 21 hours ago
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?