By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 day ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: હત્યા કેસમાં કુવાડવા પોલીસની ભૂમિકાથી પોલીસની છાપ ખરડાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

હત્યા કેસમાં કુવાડવા પોલીસની ભૂમિકાથી પોલીસની છાપ ખરડાઇ

agragujaratnews
Last updated: 2024/07/13 at 7:19 PM
2 years ago
Share
હત્યા કેસમાં કુવાડવા પોલીસની ભૂમિકાથી પોલીસની છાપ ખરડાઇ
SHARE

હજુ પણ લોકોને પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે ફરિયાદીથી સાથે આરોપી જેવું વર્તન થતું હોય તેવી ફરિયાદ છે

પોલીસ તંત્રમાં કહેવાતા સુધારા સામે વાસ્તવિક સ્થિતિ જુદી છે : હજુ તોડપાણી અને સસ્પેન્શન, બદલીનો સીલસીલો ચાલુ છે

પોલીસ વિશે સામાન્ય જનતાની છાપ હજુ પણ ખરડાયેલી છે. તાજેતરમાં કુવાડવા પોલીસ સ્ટેશનના પોલીસમેનોએ હત્યા કેસમાં જે ભૂંડી ભૂમિકા ભજવી છે તેથી ફરી એક વખત પોલીસની સામાન્ય જનતા સાથેની વર્તણુંક અંગે સવાલ ઉભા થયા છે. સમાજમાં વ્યાપક ફરિયાદ છે કે જયારે કોઇ માણસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી તરીકે જાય ત્યારે પોલીસ તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે અને મોટા ભાગના કિસ્સામાં આરોપીઓ પ્રત્યે કૂણી લાગણી દાખવવામાં આવતા હોવાની ફરિયાદ છે. કુવાડવા પોલીસ સ્ટેશન જેવી જ સ્થિતિ અન્ય પોલીસ સ્ટેશનોની હોવાની પણ વ્યાપક છાપ છે.

Contents
હજુ પણ લોકોને પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે ફરિયાદીથી સાથે આરોપી જેવું વર્તન થતું હોય તેવી ફરિયાદ છેપોલીસ તંત્રમાં કહેવાતા સુધારા સામે વાસ્તવિક સ્થિતિ જુદી છે : હજુ તોડપાણી અને સસ્પેન્શન, બદલીનો સીલસીલો ચાલુ છે

સરકારના આદેશ મુજબ પોલીસ તંત્ર દ્વારા તમામ પોલીસ સ્ટેશન અને તેમની કચેરીઓમાં સૂત્ર લગાડવામાં આવ્યું છે કે “પોલીસ પ્રજાનો મિત્ર છે”પરંતુ આ સૂત્ર હજુ સુધી સાર્થક થયું નથી. માત્ર દિવાલ પર શોભાના ગાઠિયા રૂપી ચોટાડવામાં આવ્યું છે. આજના સમયમાં એક પણ વ્યક્તિ એવો નથી કે જે પોલીસને મિત્ર માને છે, હંમેશા મનમાં પોલીસ પ્રત્યે ખોફ જ રહેલો હોય છે. પોલીસ પ્રજાના રક્ષણ અને જાલમાલની રક્ષા માટે તૈનાત કરવામાં આવી છે. પરંતુ સામાન્ય માણસ આ જ પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવા તૈયાર નથી અને કહેજે કહે છે “પગથિયાં ચડવાથી ભગવાન બચાવે”તેના પરથી એટલું સ્પષ્ટ થાય છે કે, ફરિયાદી હોય કે આરોપી પોલીસની મરજી મુજબ જ કામગીરી અને વર્તન થાય છે. તે કુવાડવા પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટના પરથી ફલિત થાય છે.

સંત કબીર રોડ પર રહેતા અને નવાગામ ખાતે આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં કામ કરતા હર્ષિલ ગૌરી નામના 17 વર્ષીય સગીરની માથાના ભાગે મોબાઈલ નો ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. પરંતુ કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ અને જમાદારે  આ ઘટનાને કંઈક અલગ જ રૂપ આપી દીધું હતું. અને પરિવારને જણાવી દીધું હતું કે તમારા પુત્રને હાર્ટએટેક આવવા મોત થયું છે. જેથી પરિવારના સભ્યોએ કાળજુ કઠણ રાખીને એકના એક પુત્રની અંતિમક્રિયા કરી નાખી હતી. પરંતુ એકના એક પુત્રની માતાને તેના પુત્રનું મોત હાર્ટએટેક થી થયું હોય તે માનવા તૈયાર ન હતી. જેથી અનેક વખત કહ્યા બાદ હર્ષિલના પિતાએ ગોડાઉનમાંથી સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને તેની તપાસમાં એકના એક પુત્રની હત્યા કરવામાં આવી હોવાનું ખુલતા માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગય હતી.

તુરંત કુવાડવા પોલીસ મથકને જાણ કરવા માટે માતા-પિતા બંને ગયા હતા. પરંતુ નિષ્ઠુર અને નિર્દય પોલીસે હર્ષિલના માતા પિતાની એક પણ વાત સાંભળી ન હતી. જેથી 3 જુલાઈના રોજ કુવાડવા પોલીસ મથકમાં અને પોલીસ કમિશનર કચેરીમાં આ ઘટના અંગેની અરજી આપી દીધી હતી. છતાં પણ પોલીસ કમિશનર કચેરીના સ્ટાફે અરજીને અલગ અલગ પોલીસ મથકમાં ફેરવ્યા રાખી હતી. તો બીજી તરફ કુવાડવા પોલીસને અપાયેલી અરજી સંદર્ભે હર્ષિલના માતા પિતાને ત્રણ દિવસ સુધી પોલીસ મથકે બોલાવ્યે રાખી ધક્કા ખવડાવ્યે રાખ્યા હતા અને કોઈ ચોક્કસ પરિણામ આપ્યું ન હતું. છેલ્લે મીડિયા સમક્ષ આવેલા માતા પિતાની વાતને ઉજાગર કરાતા પોલીસ ભર ઊંઘમાંથી જાગી હતી.

હર્ષિલના માતા પિતા જ નહીં પરંતુ દરેક નાગરિક એટલું ચોક્કસ કહે છે કે, પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવાથી ભગવાન બચાવે. કારણકે પોલીસનું વર્તન ફરિયાદી હોય કે આરોપી બંને સામે સરખું હોય છે અને કામગીરી કરવી કે ન કરવી તે તેના મિજાજ ઉપર આધાર રાખે છે. બાકી કામગીરી ન કરવી હોય તો પોલીસ તંત્ર તે કરતું જ નથી અને અરજદાર બિચારો મહિનાઓ સુધી પોલીસ સ્ટેશનના ચક્કર લગાવ્યા કરે છે અને ન્યાયથી વંચિત રહે છે. આવું મૃતક હર્ષિલ ના કિસ્સામાં બન્યું હતું. હવે જ્યારે વાત ખૂલી પડી ગઈ છે ત્યારે મે મહિનામાં હર્ષિલની ઘટનામાં ઇન્કવેસ્ટ ભરનાર એએસઆઈ ચાવડા ખુલીને સામે આવ્યા છે. તેણે જાહેરમાં કહ્યું છે કે, આ ઘટનાથી કુવાડવાના પીઆઇ રાઠોડ અને જમાદાર નિમાવત બંને બીજા દિવસથી જ વાકેફ હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે ઘટના બની તેના ત્રણ કલાકના વિડીયો ફૂટેજ પેન ડ્રાઈવમાં લઈ પીઆઇ ચાવડાને આપ્યા હતા. પરંતુ તેણે આ હત્યાની ઘટના કેમ દબાવી રાખી તે હજુ સુધી તેને ખબર નથી.

આ ઘટના છુપાવી રાખવા મામલે પોલીસ કમિશનરે એસીપીને તપાસ સોંપી છે, હવે જોવાનું એ રહ્યું કે, કુવાડવા પોલીસ સામે તપાસ કરનાર એસીપી તેમની તપાસમાં શું રંગ લાવે છે. પીઆઇ રાઠોડ અને જમાદાર નિમાવતને બચાવી લેશે કે પછી તેની સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરશે..? તેવું દરેક નાગરિકના મુખેથી ચર્ચાઇ રહ્યું છે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત

 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ

રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા
રાષ્ટ્રિય

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

Editor By Editor 4 hours ago
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી
 વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?