- પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ પર પાકિસ્તાનમાં પ્રતિબંધની તૈયારીઓ
- પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી અત્તા તરારે આ અંગેની માહિતી આપી
- જેલની હવા ખાઈ રહેલા ઈમરાન ખાનની રાજકીય સફર પર સરકાર બ્રેક મૂકશે
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો આંચકો લાગવાનો છે. કારણ કે, વર્તમાનની શાહબાઝ સરકારની આગેવાનીમાં પાકિસ્તાન સરકારે જેલમાં બંધ ઈમરાનની પાર્ટી પાકિસ્તાન-તહેરિક-એ-ઈન્સાફ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાણકારી પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રીએ આપી હતી.
પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંચ્રી અત્તા તરારે સોમવારે પ્રેસ કોનફરન્સ કરીને આ અંગેની બધી વાતોની સ્પષ્ટતા કરી હતી. પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ પાર્ટી પર બૅન મૂકવા જઈ રહી છે. પાકિસ્તાન સરકારે પીટીઆઈ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે .આ અંગેનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવશે તેવો દાવો કર્યો છે.
સૂચના અને પ્રસારણ મંત્રીએ કહ્યું કે જો દેશને યોગ્ય દિશમાં આગળ વધારવાનો છે તો પીટીઆઈના અસ્તિત્વને સમાપ્ત કરવો જરૂરી છે. નવ મેના રમખાણ, વિદેશી ફંડિંગ અને સાઈફર કેસ ધ્યાનમાં રાખતા સરકારનું એવું માનવું છે કે એવા વિશ્વનીય પુરાવા છે કે પીટીઆઈ પાર્ટીને પ્રતિબંધ કરાઈ શકે છે.
તેમને જણાવ્યું કે ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈની દેશવિરોધી ગતિવિધિઓને લીધે તેની પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને વધુમાં જણાવ્યું કે ઈમરાન ખાન પોતાની રાજકીય ઈચ્છાઓ માટે દેશના રાજનૈતિક સંબંધોને ખરાબ કરવાનો પ્રયાસ કરે છે. તેઓની સામે વિદેશી ફંડિંગનો કેસ સ્થાપિત થઈ ચુક્યો છે. તેઓની સામે નવ મેના રમખાણનો કેસ પુરવાર થઈ ચુક્યો છે. આવામાં વધુ કેસ છે. જેના તેઓ દોષિત છે. આ તમામ પુરાવાઓને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવાયો છે.


