લુણાવાડા ના સામાજિક કાર્યકર ના પ્રયત્ન થી પરિવાર થી વિખુટી પડેલ દીકરી નું પરિવાર સાથે કરાયું પુનઃમિલન.
રીપોર્ટ આસીફ લુણાવાડા
અગ્ર ગુજરાત, મહીસાગર
લુણાવાડા ના સામાજિક કાર્યકર ના પ્રયત્ન થી પરિવાર થી વિખુટી પડેલ દીકરી નું પરિવાર સાથે કરાયું પુનઃમિલન.
લુણાવાડા ના વખત બાગ આગળ એક અજાણી એકલી, અસહાય દીકરી ભટકતી હતી. સામાજિક કાર્યકર સોનલ બેન પંડ્યા પર જાગૃત નાગરિક નો ફોન આવતા તેઓ તે સ્થળે પહોંચી ગયા હતા. એ દીકરી સાથે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે થોડી અસ્થિર મગજ ની છે. આ દીકરી નિઃસહાય લગતા વખતબાગ માં બેસેલ છોકરાઓ હેરાન પણ કરતા હતા. દીકરી ની પૂછપરછ કરતા તેણે જે વિગત આપી તે માહિતી એકત્ર કરતા જાણવા મળ્યું કે વાઘજીપુર નામ બતાવતી હતી. ત્યારબાદ ચિલ્ડ્રન હેલ્પલાઇન પર સંપર્ક કરતા તેમના કોર્ડીનેટર રમીલાબેન તેમની ટીમ સાથે આવી પહોંચ્યા હતા. તેમની મદદ થી વાઘજીપુર ગામ માં સંપર્ક કરી તેમના પરિવાર ને માહિતી પહોંચાડવામાં આવી હતી. તે દીકરી ના પરિવારવાળા એ જણાવેલ કે આ દીકરી 3 દિવસ થી ઘરેથી નીકળી ગુમ થયેલ હતી. એ દીકરી ને તેમના પરિવારજનો સખી વન સ્ટોપ પર લેવા આવી પહોંચેલ. પરિવાર સાથે એ દીકરી નું મિલન કરાવેલ.
આ ઘટના માત્ર એક દીકરી ના પરિવાર સાથેના પુનઃમિલન ની નથી, પરંતુ સમાજમાં જીવંત રહેલ માનવતા નું પણ ઉત્તમ ઉદાહરણ છે. સોનલ બેન પંડ્યા ની નિઃસ્વાર્થ સેવા ભાવ, કરુણા અને સમર્પણ ના કારણે પરિવાર એક થયો છે. આ કામગીરી નિઃસંદેહ પ્રસંસા ને પાત્ર છે અને સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની રહેશે.


