By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 day ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરેન્દ્રનગરમાં ત્રણ ખાણીયા મજુરોના મોતના સોદાગરનું રાજકોટ કનેકશન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

સુરેન્દ્રનગરમાં ત્રણ ખાણીયા મજુરોના મોતના સોદાગરનું રાજકોટ કનેકશન

agragujaratnews
Last updated: 2024/07/15 at 7:23 PM
2 years ago
Share
સુરેન્દ્રનગરમાં ત્રણ ખાણીયા મજુરોના મોતના સોદાગરનું રાજકોટ કનેકશન
SHARE

ખનિજ માફિયા સિન્ડીકેટનો રીંગ લીડર રાજકોટ ભાજપનો એક સમયનો સુપર નેતા

રાજકોટના ટી.આર.પી. કાંડ જેવું જ એક કાંડ સુરેન્દ્રનગરના મૂળી નજીકના ભાટ ગામમાં થયુ છે. ભાટ ગામ નજીક કાર્બોસેલની ખાણમાં કામ કરવા ગયેલા ત્રણ ગરીબ ખાણીયાઓના ખાણમાં ઉતર્યા બાદ ગેસગળતરના કારણે મોત થયા છે. આ મોત પાછળ જવાબદાર રાજકોટ ભાજપના એક ભ્રષ્ટ નેતા,ખનિજ માફિયાઓ,પોલીસ તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ તથા કલેકટર તંત્રની નિષ્ક્રિયતા અથવા આંખમિંચામણા કારણભૂત છે.

Contents
ખનિજ માફિયા સિન્ડીકેટનો રીંગ લીડર રાજકોટ ભાજપનો એક સમયનો સુપર નેતાભૂપેન્દ્રભાઇ સરકારની પ્રસંશનિય કામગીરી :તમામ ખાણો સરકારે સ્વખર્ચે બુરીસુપર નેતા મહિને પ૦ લાખનો હપ્તો ઉસેટી જતો હતો ?અધિકારીઓના હાથ પણ સુપર નેતાએ બાંધી દીધાસુરેન્દ્રનગર કલેકટર,એસપી,આઇ.જી સહિતના અધિકારીના આંખમિંચામણાઆવતીકાલના ‘અગ્ર ગુજરાત’ના અંકમાં વાંચોકઇ રીતે કાર્બોસેલ કાઢવા માટે થાય છે ગેરકાયદે આડુ કટીંગ ?સુરેન્દ્રનગર રાજકોટ રેલવે લાઇન નીચે પણ માફિયાઓએ કર્યુ હતું ખનનકૌભાંડિયાઓની પનોતી બેઠી છે: કુદરતી રીતે જ

આઘાત અને દુ:ખની વાત એ છે કે ખનિજ માફિયાઓએ ગેસ ગળતરથી મૃત્યુ પામેલા ત્રણ મજુરોના મૃતદેહ હાથ ન આવે અને તેમના પરિવારજનો ફરિયાદ પણ ન કરે એ માટે જમીન આસમાન એક કર્યા. પરંતુ કેટલાક પ્રમાણિક પોલીસ અધિકારીઓએ સમગ્ર મામલે એફઆઇઆર નોંધી પ્રસંશનિય કામ કર્યુ છે. છેલ્લે મળતાં અહેવાલ મુજબ ખનિજ માફિયાઓએ આ મામલે મૃતકના પરિવારજનો કે જે ફરિયાદી બન્યા છે તેમને ધમકી આપવાની શરુ કરી છે. ગુજરાતમા સુરેન્દ્રગનરમાં બિહાર રાજ હોય એવું લાગે છે.

ભાજપના રાજકોટના સુપર નેતાએ જ ખનિજ માફિયાઓ બેરોકટોક કામગીરી કરી શકે એ માટે નેતાગીરી કરી હતી. એટલું જ નહિ તેની મધ્યસ્થીથી જ મૌખિક આદેશો થયા બાદ અધિકારીઓનું મોરલ તુટયુ હતું. કેટલાક ચતુર અધિકારીઓએ વહેતાં વોંકળામાં હાથ ધોયા છે. કરોડોની સંપતિ બનાવ્યા હોવાની વ્યાપક ચર્ચા છે.

ભૂપેન્દ્રભાઇ સરકારની પ્રસંશનિય કામગીરી :તમામ ખાણો સરકારે સ્વખર્ચે બુરી

સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનમાં ર૦૦ થી 3૦૦ ફૂટ ઉંડેથી નિકળતાં કાર્બોસેલ કોલસા જેવા ઇંધણમાંથી કરોડો રૂપિયાની કાળી કમાણીનો કારોબાર ચાલે છે. જેમાં નિયમિત રીતે ગરીબ ખાણિયાઓના મોત થાય છે. આ અહેવાલ ભૂપેન્દ્રભાઇ પટેલ સરકાર પાસે ગયા બાદ વર્તમાન સરકારે કડક પગલાં લીધા છે. ખાણ ખનિજ ખાતામાં પ્રમાણિક અધિકારી મૂકી તેમના રિપોર્ટ ઉપર શ્રેણીબધ્ધ પગલાં લેવાના શરુ કર્યા છે.

જેમાં સૌ પ્રથમ ભૂમાફિયાઓએ જે ખાણો ખોદી છે તેને સરકારે પોતાના ખર્ચે પૂરવાની મોટા પાયે કામગીરી કરી છે. આ ખાણો ફરીથી ખોદી ખનીજ માફિયાએ ખુદ મુખ્યમંત્રીને પણ પડકાર ફેંકયો છે. એટલું જ નહિ સ્થાનિક ટોચના પોલીસ અધિકારીના આંખમિચામણા અને નીચલા સ્તરના અધિકારીઓના હપ્તારાજથી જ આ ઘટના બન્યાના આક્ષેપો છે. મુખ્યમંત્રીએ ખનિજ માફિયાઓની સિન્ડીકેટ તોડવા ભાજપ આશ્રીત કેટલાંક નેતાઓ સહિતનાની ધરપકડ કરી તેમની સામે લેન્ડગ્રેબીંગ અને ખનીજ ચોરી,મજુરોની સાપરાધ હત્યાની કલમો હેઠળ કાર્યવાહી કરવાની જરૂર છે.

સુપર નેતા મહિને પ૦ લાખનો હપ્તો ઉસેટી જતો હતો ?

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ ચોરી કરવા  માટે ખનિજ માફિયાઓને રાજકિય લીલી ઝંડી અપાવી દેવાનું સેટીંગ રાજકોટના એક સુપર નેતાએ ભૂતકાળમાં કરાવી દીધુ હતું. આ નેતાએ ટોચના નેતા પાસેથી મંજુરી મેળવી દીધી હતી. બાદમાં સુરેન્દ્રનગરમાં બેફામ ખનિજ ચોરી થવા માંડી હતી. તેના બદલામાં મહિને પ૦ લાખનો હપ્તો આ નેતા ઉસેટી જવાની ચોંકાવનારી વિગત ચર્ચાય છે. આ હપ્તાનો વહિવટ મીઠી અને તીખી હોટલમાં થતો હોવાનું જાણકારો કહે છે. એટલું જ નહિ આ માટે સુરેન્દ્રનગરના કેટલાકા ભાજપી નેતા અને ખનિજ માફિયાની મીટીંગ એક ધાર્મિક સ્થળે થઇ હતી. આ નેતાએ સોપારી લીધા બાદ જ સુરેન્દ્રગનર જિલ્લામાં બેરોકટોક ખનિજ ચોરી થવા માંડી હતી. આ સુપર નેતા પૂર્વ ટોચના નેતાની ખુબ નિકટ હોવાને કારણે લગભગ અધિકારીઓ તેમના મૌખિક આદેશોને માનતાં હતાં. તેમને સુપર સી.એમ. તરીકે પણ લોકો ઓળખતાં હતાં. હાલ જો કે, આ નેતા પાટીલ અને પટેલ રાજમાં ગુમનામીમાં છે.

અધિકારીઓના હાથ પણ સુપર નેતાએ બાંધી દીધા

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી માટે સુપર નેતાએ ગાંધીનગરથી મંજુરી મેળવી દીધી હતી. જેની મૌખિક સૂચના આપી દેવામાં આવતાં સ્થાનિક અધિકારીઓની પાંખો કપાઇ ગઇ હતી. એટલું જ નહિ રાજકોટમાં સાગઠિયા કાંડની મોડસ ઓપરેન્ડીથી પોલીસને પણ રિમોટ કંટ્રોલ કરાયા હતાં. ઉપરથી મંજુરી મળી ગઇ હોવાથી પોલીસ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓએ પણ વહેતાં વોંકળામાં હાથ ધોઇ ભ્રષ્ટાચારમાં ભાગ બટાઇ શરૂ કરી હોવાનું મનાય છે.

સુરેન્દ્રનગર કલેકટર,એસપી,આઇ.જી સહિતના અધિકારીના આંખમિંચામણા

સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ખનિજ ચોરી થાય છે અને કાર્બોસેલ માટે ખાણો ખોદવામાં આવે છે તે ઓપન સિક્રેટ છે. ખાણ ખનિજ ખાતાએ કલકેટર વગેરેને રિપોર્ટ પણ કર્યા છે. છતાં કોઇ નકકર પગલા લેવાયા નથી.તેમાં કલેટર,એસ.પી. આઇ.જી. વગેરેના આંખમિંચામણા વગર આ બાબત શકય નથી. રાજકોટના નેતાને તો હાલમાં ઘેર બેસાડી દેવામાં આવ્યા છે. પરંતુ તેમના પાપેજ આ પ્રવૃતિ વધી અને તેમના પાપે જ આ ત્રણ મજુરોના મોત થયા છે તેવી વ્યાપક ચર્ચા છે. તપાસ કરવામાં આવે તો કેટલાક મૃત્યુ પામેલા મજુરોના મૃતદેહના બારોબાર અગ્નિસસ્કાર પણ કરી દેવાયાનું ચર્ચાય છે.

આવતીકાલના ‘અગ્ર ગુજરાત’ના અંકમાં વાંચો

સુરેન્દ્રગનર જિલ્લો બન્યો છે ખાણ ખનિજ માફિયઓ માટે મિનિ બિહાર

અનેક લાશોનો પતો નથી: પરપ્રાંતિય  ખાણિયાઓના પરિવારને ભગાડી દેવાયા ?

 સુરેન્દ્રનગર ભાજપનો કયો નેતા સુપર નેતા સાથે ભાગીદારીમાં હતો ?

પાર્ટીફંડના નામે કોણે રૂપિયા કટકટાવી ઘરભેગા કર્યા ?

કઇ રીતે કાર્બોસેલ કાઢવા માટે થાય છે ગેરકાયદે આડુ કટીંગ ?

સુરેન્દ્રગનર જિલ્લામાં ખાસ કરીને થાન તરણેતર મૂળી પટ્ટામાં ભાટ ગામ સહિત જમીનમાંથી ર૦૦ ફૂટની ઉંડાઇએ કાર્બોસેલ નામનો કોલસા જેવું વૈકલ્પીક ઇંધણ ખનીજ નિકળે છે. જેની ભેળસેળ કોલસા વગેરે સાથે કરવાથી ઉંચી કિંમતનો કોલસો સસ્તી ભેળસેળથી વેંચી શકાય.

આ માટે ખાણ ખનિજ તંત્ર દ્વારા જે ખાણની લીઝ આપી હોય તે પરવાના અને લીઝથી વધુ માત્રામાં કાર્બોસેલ કાઢવા નિયત માત્રા ઉપરાંત જમીનમાં ઉંડે ખનન કર્યા બાદુ આડુ ખનન કરવામાં આવે છે. જ બહારથી દેખાય નહિ. જે એક બ્લોકથી બીજા બ્લોક સુધી ટનલની માફક જાય છે. જેમાં ખાણિયાઓ દબાઇ જાય તેનાં મોતની અડધી વિગતો બહાર પણ નથી આવતી.

સુરેન્દ્રનગર રાજકોટ રેલવે લાઇન નીચે પણ માફિયાઓએ કર્યુ હતું ખનન

મોટી રેલ દુર્ઘટના સર્જાશે તો  રાજયસરકાર ઉપર કાળી ટીલી

ખનિજ માફિયાઓએ અને સરકારી ભ્રષ્ટ અધિકારીઓ,ભ્રષ્ટ પોલીસ તંત્રએ રાજકોટના ટીઆરપી કાંડની જેમ અહીં પણ માનવતાની તમામ હદો વટાવી દીધી છે. કાર્બોસેલની લ્હાયમાં સુરેન્દ્રનગર રાજકોટ વચ્ચેની રેલવે લાઇન નીચે પણ ઉંડાણમાં ર૦૦ ફૂટે ખોદકામ કર્યુ છે.વરસાદ- પાણી અને ભૂસ્ખલન જેવી ઘટનામાં કયારેક જમીન બેસી જાય અને એ જ સમયે ટ્રેન પસાર થવાથી કોઇ દુર્ઘટના બનવાની શકયતા છે. આ અંગે અહેવાલો આવ્યા બાદ પણ કલેટકર વગેરેએ કોઇ નોંધનિય કામગીરી કરી નથી. ખાસ કરીને આવી પ્રવૃતિ કરનાર ભૂ-માફિયાઓ પ્રત્યે રહેમ રાખી હોવાનું સ્થાનિક સૂત્રો કહે છે. જો આવી કોઇ દુર્ટના ન સર્જાય એવી ઇશ્વર પાસે પ્રાર્થના કરીએ. પરંતુ કમનસીબે સર્જાઇ ગઇ તો રાજયસરકાર ઉપર કાળી ટીલી લાગી જશે.

કૌભાંડિયાઓની પનોતી બેઠી છે: કુદરતી રીતે જ

તેમના કારસ્તાનો બહાર આવી રહયા છે !

રાજકોટમાં સાગઠિયા હોય કે સુરેન્દ્નનગરમાં ભૂમાફિયા.કુદરતી રીતે જ ર૦ર૪ના વર્ષમાં તેમના ઉપર રાહુની પનોતી બેઠી છે. કોઇકને કોઇક કૌભાંડમાં કૌભાંડિયાઓના ભૂતકાળના હાડપિંજરો પણ બહાર નિકળી રહયા છે. કહેવાય છે ને કે ક્રાઇમ નેવર ડાઇઝ. હવે કેજરીવાલ વગેરેને જેલમાં નાંખવાની સાથે આવા કૌભાંડિયાઓને પણ જેલમાં નાંખી સરકારે તેમની પ્રમાણિકતા સાબિત કરવાનો સમય આવી ગયો છે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત

 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ

રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
ગુજરાત

 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો

Editor By Editor 1 day ago
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
 વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?