- હાથનું ઈન્ફેક્શન પણ આંખમાં પહોંચી શકે છે
- આંખ પર હાથ લગાવતા પહેલા હાથ ધોવા જરૂરી
- વરસાદમાં કોન્ટેક્ટ લેન્સ પહેરીને નહાવાથી પણ વધશે મુશ્કેલીઓ
ચોમાસાની સીઝન જેટલી સારી છે એટલી જ હેલ્થને માટે હાનિકારક પણ બની શકે છે. આ સીઝનમાં હેલ્થને લઈને બેદરકારી મુશ્કેલી લાવી શકે છે. આ સમયે ઈન્ફેક્શન પણ ઝડપથી ફેલાય છે. ભેજ અને પાણીના કારણ ચશ્મા પહેરવાની સાથે સાથે કોન્ટેક્ટ લેન્સના ઉપયોગમાં પણ મુશ્કેલી આવે છે. તો જાણો વરસાદમાં કોન્ટેક્ટ લેન્સ કઈ રીતે તમારી તકલીફને વધારી શકે છે. તમારે કઈ વાતોનું રાખવું પડશે ધ્યાન.
આંખનું ખાસ રાખો ધ્યાન
જો તમે વરસાદમાં કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરો છો તો આંખોની ખાસ કાળજી રાખો. વરસાદમાં હાથનું ઈન્ફેક્શન પણ આંખમાં પહોંચી શકે છે. આ સીઝનમાં કોન્ટેક્ટ લેન્સની સાથે આઈકેર પણ મહત્ત્વની બને છે. તો જાણો ખાસ વાતો.
કોન્ટેક્ટ લેન્સથી કેવી રીતે ફેલાય છે ઈન્ફેક્શન
- કોન્ટેક્ટ લેન્સ પહેરીને સૂઈ જવું
- નહાતી સમયે તેને પહેરી રાખવા
- કોન્ટેક્ટ લેન્સ સાથે વરસાદમાં પલળવું
- તેને પહેરીને આંખોને મસળવી
અન્ય સીઝનની સરખામણીએ વરસાદમાં વધે છે ખતરો
- વરસાદના સમયે અનેક વાયરસ, બેક્ટેરિયા અને સંક્રમણનું જોખમ વધે છે. હવાનો ભેજ વધારે હાનિકારક બેક્ટેરિયાા ફેલાવે છે જે અનેક બીમારીઓનું કારણ બને છે. જો વરસાદમાં કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરો છો તો આંખમાં ઈન્ફેક્શનનો ખતરો રહે છે. કેમકે વરસાદનું પાણી કોન્ટેક્ટ લેન્સની અંદર જઈને રિએક્શન કરી શકે છે.
- કોન્ટેક્ટ લેન્સના કારણે ઈન્ફેક્શનનો ખતરો વધે છે કેમકે વરસાદમાં એકેથામિયોબા વધે છે. તે નાના જીવ પાણીમાં રહે છે. તે નળનું પાણી, સ્વિમિંગ પુલના પામી અને ગરમ ટબમાં સામેલ છે. પાણીમાં કોન્ટેક્ટ લેસને પહેરવાથી તે સરળતાથી આંખને અસર કરી શકે છે.
- સ્કીન, મોઢું અને નાક પર સામાન્ય બેક્ટેરિયા કોઈ નુકસાન કરતા નથી. તમારા કોન્ટેક્ટ લેન્સ પર તેનું જમા થવું ખતરનાક બની શકે છે. તેનાથી આંખમાં થતી ખંજવાળની સમસ્યા પણ મુશ્કેલ બની શકે છે.
- આંખના સંક્રમણથી બચવા માટે હાથ ધોવાનું રાખો. લેન્સને સાફ રાખો. અન્ય જીવાણુ સ્યૂડોમોનાસ એરુગિનોસા છે. તેનાથી કોર્નિયામાં સંક્રમણ વધારે ઝડપથી ફેલાય છે.
કોન્ટેક્ટ લેન્સ પહેરનારાએ શું રાખવું ધ્યાન
- આંખ પર હાથ લગાવતા પહેલા સંક્રમણથી બચવા હાથને સારી રીતે સાફ કરો.
- ગંદા પાણીથી આંખને બચાવીને રાખો.
- આંખમાં ઈન્ફેક્શન વધે તો કોઈ પણ દવા લેતા પહેલા ડોક્ટરની સલાહ લો.
- જ્યારે પણ લેન્સ પહેરો ત્યારે હાથ ધોઈને જ પહેરવાનો આગ્રહ રાખો.
- લેન્સ પહેરવાથી આંખમાં બળતરા કે ખંજવાળ આવે તો તેને થોડીવાર કાઢીને મૂકી દો.