By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: જુગારની લતે ચડેલો ચાંદીકામનો ધંધાર્થી 1.34 કરોડ હારી ગયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

જુગારની લતે ચડેલો ચાંદીકામનો ધંધાર્થી 1.34 કરોડ હારી ગયો

agragujaratnews
Last updated: 2024/07/17 at 7:43 PM
2 years ago
Share
જુગારની લતે ચડેલો ચાંદીકામનો ધંધાર્થી 1.34 કરોડ હારી ગયો
SHARE

માથાભારે શખ્સો દ્વારા રિવોલ્વરના નાળચે ઉઘરાણી : મોબાઈલ શોપની આડમાં જુગારનો અખાડો

Contents
માથાભારે શખ્સો દ્વારા રિવોલ્વરના નાળચે ઉઘરાણી : મોબાઈલ શોપની આડમાં જુગારનો અખાડો મોબાઇલમાં પરાણે એપ ડાઉનલોડ કરાવી આઇડી પાસવર્ડ આપ્યા : બુલેટ પોઇન્ટ મુકવા : 71.50 લાખ ચૂકવ્યા બાદ 64.50 લાખની પઠાણી ઉઘરાણીપોલીસ કમિશનરને રજૂઆત બાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

મોબાઇલમાં પરાણે એપ ડાઉનલોડ કરાવી આઇડી પાસવર્ડ આપ્યા : બુલેટ પોઇન્ટ મુકવા : 71.50 લાખ ચૂકવ્યા બાદ 64.50 લાખની પઠાણી ઉઘરાણી

પોલીસ કમિશનરને રજૂઆત બાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

કહેવત છે કે, દેખાડવાના પણ જુદા અને ચાવવાના પણ જુદા, આ પ્રકારની હકીકત દર્શાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અમીન માર્ગ પર મોંઘાંદાટ મોબાઈલ ફોનની શોપ ધરાવતા શખ્સે આ શોપની આડમાં ઓનલાઈન ગેમિંગનો અખાડો શરૂ કર્યો છે. થોડા સમય પૂર્વે આ મોબાઇલ શોપના માલિકે ચાંદી કામના ધંધાથીને ફોનમાં ગેમિંગ એપ ડાઉનલોડ કરાવી આઇડી પાસવર્ડ આપી જુગારની લતે ચડાવી 1.34 કરોડના ખાડામાં ઉતારી દીધો હતો. જેની પઠાણી ઉઘરાણી થતા કારખાનેદાર યુવકે 71.50 લાખ ચૂકવી દીધા હતા. પરંતુ 64.50 લાખ નહીં ચૂકવી શકતા આ શખ્સે તેમના મળતીયાઓ મારફત રિવોલ્વરના નાળચે ઉઘરાણી શરૂ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી આ માથાભારે શખ્સોને પાઠ ભણાવવા તપાસ શરૂ કરી છે.

સમગ્ર ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના પેડક રોડ પર શ્રીજી આઇસ્ક્રીમની બાજુમાં રહેતો પ્રિન્સ મનોજભાઈ ઠુંમર (ઉ.વ.24) નામનો યુવક આર્યનગર શેરી ન.14 માં ખોડીયાર સિલ્વર નામે ચાંદીના દાગીના બનાવવાનું કારખાનું ધરાવે છે, પિતા મનોજભાઈ પણ હજુ સાથે કામ કરે છે. થોડા સમય પૂર્વે દોઢેક વર્ષ પહેલા પ્રિન્સ તેના મિત્ર નૈવિક બાસીડા સાથે અમીન માર્ગ પર આવેલી “આઇફોન એરા” મોબાઈલ શોપ નામના મોબાઈલના શોરૂમ ખાતે ગયો હતો. ત્યારે આ દુકાનના માલિક ઉત્તમ અશોકભાઈ વિરડા સાથે તેનો પરિચય થયો હતો. બાદમાં પ્રિન્સે આ મોબાઇલ શોપ માંથી ચારેક મોબાઈલ ખરીદ કર્યા હતા. જેથી ઉત્તમભાઈ સાથે તેને ગાઢ પરિચય થઈ ગયો હતો. નવેક માસ પૂર્વે પ્રિન્સે ઉત્તમભાઈ પાસેથી ફોન ખરીદ કર્યો હતો તેમાં ખામી સર્જાતા તેના રીપેરીંગ માટે ફરી વખત તેની દુકાને ગયો હતો અને ત્યારે ઉત્તમભાઈએ તેનો ફોન બે દિવસમાં રીપેર કરી આપશે તેવું કહેતા બે દિવસ બાદ ફરી વખત તેમની દુકાને ગયો હતો ત્યારે ઉત્તમભાઈ એ કહેલ કે, તારા મોબાઇલમાં મે ALLPANEL777 ઓનલાઈન ગેમની એપ ડાઉનલોડ કરી છે. તેમાં ઓનલાઇન ગેમ રમજે તને સારી એવી રકમ મળશે તેવું કહી પાસવર્ડ પણ આપ્યો હતો. તેની સાથે હું તમે આ આઈડી માં પાંચ લાખની રકમ પણ નાખી દીધી હતી નાણાં કમાવાની લાલચમાં જુગાર રમવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત કહ્યું હતું કે, આ જુગારનો હિસાબ દર સોમવારે કરવામાં આવશે. જીતેલા નાણા ચુકવાશે અને હારેલા નાણા પણ ચૂકવવા પડશે.
આટલું કર્યા બાદ પ્રિન્સે જુગાર શરૂ કર્યો હતો અને તેમાં 5 લાખની રકમ હારી ગયો હતો. આથી કારખાનાના હિસાબ માંથી પ્રિન્સે તે રકમ ચૂકવી આપી હતી. અને કયું હતું કે, હવે મારે જુગાર રમવું નથી.જેથી ઉતમે ફરી કહ્યું કે હું બીજી આઈડી પાસવર્ડ આપું છું તેમાં રમજે તેમાં તને સારી એવી રકમ મળશે તેવું કહી ફરી વખત તે આઈડી માં પાંચ લાખની બેલેન્સ જમા કરી આપી હતી  આ આઈડી મારફત પાંચ થી છ મહિનામાં ઓનલાઈન જુગારમાં પ્રિન્સ 1.37 કરોડ હારી ગયો હતો. જેથી આ નાણાની ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી. આથી પ્રિન્સે કટકે કટકે રોકડા તો ક્યારેક આંગડિયા મારફત ઉત્તમને 71.50 લાખની રકમ ચૂકતે કરી આપી હતી. ત્યારબાદ ઊતમે ફરી વખત TAJ 777 નામની આઈડી અને પાસવર્ડ આપ્યા હતા અને તેમાં ફરી વખત જુગાર રમતા પ્રિન્સ તેમાં 35 લાખ હારી ગયો હતો તેની સામે તે એક વખત 23.50 લાખ જીતેલો હોવાથી ઉતમે તે ચૂકવ્યા હતા. પરંતુ હજુ જુગાર પેટે ના 64.50 લાખ ચૂકવવાના બાકી હોવાથી તે ચૂકવવા માટે ધાક ધમકીઓ શરૂ થઈ હતી અને કાયદેસર ઉઘરાણી ચાલુ કરવામાં આવી હતી.

હાલ સ્થિતિ ખરાબ હોય અને નાણાં નહીં ચૂકવી શકે તેવું જણાવતા મામલો બન્યો હતો જેથી પ્રિન્સે તેના પિતા મનોજભાઈ ને તમામ બાબતથી વાકેફ કર્યા હતા જેથી મનોજભાઈએ ઉત્તમ સાથે ફોન પર વાત કરી તમામ હકીકત જાણી હતી. ત્યારબાદ 25 જાન્યુઆરીના રોજ ઉત્તમ અને રવિ વેકરીયા નામના શખ્સો રાત્રિના સમયે દુકાને આવ્યા હતા અને ફરી વખત નાણાની માગણી કરી ઉત્તમએ કહ્યું હતું કે આ નાણાનો હવાલો રવિ વેકરીયા અને સ્મિત સખીયાને આપ્યો છે જેથી આ નાણા તમારે તેઓને ચૂકવવા પડશે તે સમયે પણ મનોજભાઈ એ કહ્યું હતું કે અમે તમને ઓળખીએ છીએ રવિ કે સ્મિતને ઓળખતા નથી. જેથી નાણા પણ અમો તમને જ આપીશું.
પરંતુ રવિએ કહ્યું કે આ નાણાં તમારે એમને જ ચૂકવવા પડશે. નહિતર બજારમાં રહેવું અઘરું પડી જશે. ત્રણ દિવસનો સમય આપીએ છીએ. આ ત્રણ દિવસમાં મોકાજી સર્કલ, સાશ્વત કોમ્પ્લેક્સના ચોઠા માળે આવેલી અમારી ઓફિસ આવી જજો નહિતર અઘરું પડી જશે.
જેથી  મનોજભાઈ બે દિવસ બાદ મોકાજી સર્કલે રવિ વેકરીયાની ઓફિસે ગયા હતા ત્યાં સ્મિત સખીયા હાજર હતો. મનોજભાઈએ એવું કહ્યું હતું કે હાલ અમારી પાસે સગવડ નથી નાણા આવશે ત્યારે ચૂકવી આપીશ. જેથી ઉશ્કેરાયેલા સ્મિત સખીયાએ તેની પાસે રહેલી લાઇસન્સ વાળી રિવોલ્વર કાઢી મનોજભાઈ ના લમણે રાખી ધમકી આપી હતી કે, રૂપિયા નહીં આપો તો જાનથી મારી નાખીશ અને આટલી વાર લાગશે. આમ કહેતા મનોજભાઈ ડરી ગયા હતા અને કહ્યું હતું કે ચાર પાંચ દિવસનો સમય આપો  જેથી સ્મિત્તે સમય આપ્યો હતો આ સમયગાળા દરમિયાન સમાજના આગેવાનોની સલાહ મુજબ 9 એપ્રિલના રોજ તાલુકા પોલીસ સ્ટેશનમાં રવિ અને સ્મિત વિરુદ્ધ અરજી આપી હતી અને તેની તપાસ પીએસઆઈ ગઢવીને સોંપવામાં આવી હતી

અરજી પર પોલીસે કંઈ પણ કાર્યવાહી કરી ન હતી. બાદમાં 12 મેના રોજ અમિન માર્ગ પર પ્રિન્સ તેના મિત્ર કર્તવ્ય ખૂટ સાથે હાજર હતો ત્યારે GJ 3NF 1 નંબરની ગાડીમાં આવેલા સ્મિત સખીયાંએ આવી કહ્યું હતું કે, પોલીસમાં ભલે અરજી આપી હોય નાણા તો આપવા જ પડશે. આ બાબતથી પ્રિન્સ અને તેના પિતા ફરી વખત આઘાતમાં મુકાઈ ગયા હતા. બાદમાં પોલીસ કમિશનરને અરજી આપતા પોલીસ કમિશનરે આ બનાવની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોપતા પી.આઈ ગોંડલીયાની સૂચનાથી જુગાર નો અખાડો ચલાવતા મોબાઈલ શોપના ધારક ઓમ નગર સર્કલ પાસે પ્રણાલી પાર્ક શેરી નં. 2 માં રહેતા ઉત્તમ અશોકભાઈ વિરડીયા, મવડી મેઇન રોડ પર ન્યૂ માયણી નગર શેરી નં.2 માં રહેતા સ્મિત કિશોરભાઈ સખીયાં અને મવડી મેઇન રોડ સરદારનગર 2 માં રહેતા રવિ રમેશભાઈ વેકરીયા સામે ગુનો દાખલ કરી તમામ ઓનલાઈન જુગારની આઈડી કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

You Might Also Like

વેરાવળ પાટણ જોડીયા શહેરનું નામકરણ “સોમનાથ” કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

વલભીપુર તાલુકા પંચાયતના કર્મચારીઓ માટે બાયોમેટ્રિક હાજરી ફરજિયાત

ધોરાજીમાં રાંધણ ગેસના ભાવ વધારાના વિરોધમાં બાટલાનું બેસણું

જેતપુરના ચારણીયા ગામમાં કારમાંથી દેશી દારૂ ઝડપી લેવાયો

ઉપલેટામાં રાજનેતાના ખાનગી શોરૂમમાં સરકારી સ્ટ્રીટલાઇટથી થતા અજવાળા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ડ્રાઇવિંગ લાઇસન્સ હવે ૫૦ વર્ષની વય સુધી માન્ય, સરકારની વિચારણા
રાજકોટ

ડ્રાઇવિંગ લાઇસન્સ હવે ૫૦ વર્ષની વય સુધી માન્ય, સરકારની વિચારણા

Editor By Editor 21 hours ago
શાળા પ્રવેશોત્સવમાં બાળકોના સ્વાસ્થયની નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા કરાશે ચકાસણી
ખેડૂતોના અન્યાયના વિરોધમાં તા.૧૫મીએ ગાંધીનગર સુધી ટ્રેકટર રેલીનું એલાન
ધોલેરાના નિર્માણધિન ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર VT CNS એરક્રાફટનું સફળ ટેસ્ટિંગ
બાબરાના ચમારડી ગામના સબ સેન્ટરનું નબળું કામ તોડી પડાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?