By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: TRP કાંડમાં ખાસ સભા બોલાવવા વશરામાભાઇનો પડકાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

TRP કાંડમાં ખાસ સભા બોલાવવા વશરામાભાઇનો પડકાર

agragujaratnews
Last updated: 2024/07/18 at 7:50 PM
2 years ago
Share
TRP કાંડમાં ખાસ સભા બોલાવવા વશરામાભાઇનો પડકાર
SHARE

આજે ટીઆરપી મુદ્દે ચર્ચાનો સમય ન અપાતા વિપક્ષી સભ્ય વશરામ સાગઠિયાએ કરી માગણી

રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં સમયની કોઇ પાબંધી હોતી નથી. સભાના અધ્યક્ષ મેયર હોય છે અને તે ધારે તો પ્રશ્નોતરીનું સેશન, સભ્યોના પ્રશ્નોની ચર્ચા માટે વધુ સમય ફાળવી શકે તે તેમની સતામાં આવે છે. આજે   પ્રશ્નોતરી સેશનમાં પ્રથમ સવાલ ભાજપના નગરસેવિકા જ્યોત્સનાબેન ટીલાળાનો હતો. રાજ્ય અને સરકારી ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૨3-૨૪માં કઇ કઇ યોજના હેઠળ કેટલી રકમ મળી? તેમાથી ક્યા કામ થયા? તેનો અત-થી-ઇતિ સુધીનો હિસાબ માગ્યો હતો. કમિશનર દેવાંગ દેસાઇએ જાણે ઓડિયો રેકોર્ડિંગમાં કેસેટ ફીટ કરી હોય તેમ સળસળાટ જવાબ વાંચવા લાગ્યા હતા. ૨૫ મિનિટ સુધી સાંભળ્યા બાદ વિપક્ષી સભ્ય વશરામ સાગઠિયાથી ધીરજ ન રહી અને તેમણે મુકેલા ટીઆરપી કાંડને લગતા સવાલોની ચર્ચાને અગ્રતાક્રમ મળે તેવી માગણી મુકી હતી. આ મુદ્દે છેવટ સુધી ધમાલ થયા બાદ વશરામ સાગઠિયાએ એવુ કહ્યુ હતુ કે, પ્રથમ સવાલની ચર્ચા ભલે તમારે કરવી હોય તેટલો સમય કરો. પણ ટીઆરપી કાંડને લગતા મારા સવાલ માટે તમે કહેશો એટલો સમય હું રાહ જોઇને બેસી રહીશ. છેવટે વશરામ સાગઠિયાએ એવો પડકાર ફેંક્યો હતો કે, “જો શાસકો ટીઆરપીકાંડમાં દુધે ધોયેલા હોય તો ટીઆરપી પ્રકરણને લઇને ખાસ સામાન્ય સભા બોલાવવામા આવે. ખાસ સભા બોલાવવાની સતા જનરલ બોર્ડના અધ્યક્ષ પાસે છે જ. ટીઆરપી પ્રકરણમાં ભરી સભામાં, ખુલ્લા મંચ પર ચર્ચા કરવા આવો.”

Contents
આજે ટીઆરપી મુદ્દે ચર્ચાનો સમય ન અપાતા વિપક્ષી સભ્ય વશરામ સાગઠિયાએ કરી માગણીકોંગ્રેસનો અનોખો વિરોધ, આખી સભામાં ‘સ્ટેન્ડીંગ’ રહ્યામારી ચેમ્બરમાં આવો હું જવાબ આપીશ : જયમીનકમિશનર હડફેટે ચડી ગયા! વિપક્ષએ કહ્યુ ભ્રષ્ટાચારમાં થયેલા ખર્ચનો હિસાબ તો આપોબંધારણ ઘડનારનો હું દીકરો છું, હું બંધારણનું અપમાન ન કરુ : સાગઠિયાટીઆરપીકાંડનો શોક ઠરાવ, સાથે મોદીની તાજપોશીનો અભિનંદન ઠરાવસાગઠિયા-ખેરના સસ્પેન્સના રિપોર્ટને મંજૂર કરવા અરજન્ટ દરખાસ્ત

કોંગ્રેસનો અનોખો વિરોધ, આખી સભામાં ‘સ્ટેન્ડીંગ’ રહ્યા

ટીઆરપી પ્રકરણ, છેલ્લ ચાર વર્ષમાં ટાઉન પ્લાનીંગ શાખાએ ડિમોલિશનની કેટલી નોટિસ ઇશ્યુ કરી? તેમાથી કેટલા બાંધકામ તોડાયા? તેની ચર્ચા માટે વિપક્ષની માગણીને શરૂઆતમાં જ ઠુકરાવી દેવામા આવતા વિપક્ષી સભ્ય વશરામભાઇ સાગઠિયા અને કોમલબેન ભારાઇએ ઉભા ઉભા જ બોર્ડની કાર્યવાહીમાં ભાગ લેવા અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

મારી ચેમ્બરમાં આવો હું જવાબ આપીશ : જયમીન

બંધ બારણે શા માટે? ભરી સભામાં આપો : સાગઠિયા

ટીઆરપી પ્રકરણ અને ટીપી શાખાને લગતા સવાલોની ચર્ચાને અગ્રતાક્રમ મળે એ માટે કોંગ્રેસ છેલ્લે સુધી અડીખમ અને મક્કમ રહી. આ ઉગ્રતા વચ્ચે સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે એવુ કહ્યુ હતુ કે, મારી ચેમ્બરમાં આવજો, તમારે જે જવાબ જોઇતા હોય તે આપીશ. પ્રત્યુતરમાં વિપક્ષી વશરામભાઇ સાગઠિયાએ એવો પલટવાર કર્યો હતો કે, ટીઆરપીની ચર્ચા બંધ બારણે શા માટે? હિંમત હોય તો ભરી સભામાં આપો!

કમિશનર હડફેટે ચડી ગયા! વિપક્ષએ કહ્યુ ભ્રષ્ટાચારમાં થયેલા ખર્ચનો હિસાબ તો આપો

ભાજપના જ્યોત્સનાબેન ટીલાળાના સવાલનો જવાબ આપવા મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ રાજ્ય અને કેન્દ્ર સરકારની એક-એક યોજનાઓની ડિટેઇલવાઇઝ માહિતી આપતા હતા. પાછલા નાણાકીય વર્ષમાં કેટલી ગ્રાન્ટ મળી અને તેમાથી કેટલા કામ થયા તેનો હિસાબ અપાતો હતો ત્યારે જ વિપક્ષના સાગઠિયાએ કહ્યુ કે “સાહેબ, ભ્રષ્ટાચારમાં કેટલો ખર્ચ થયો એ તો જરાક કહો!”

બંધારણ ઘડનારનો હું દીકરો છું, હું બંધારણનું અપમાન ન કરુ : સાગઠિયા

ભાજપની છાવણી તરફથી વિપક્ષ પર એવો હુમલો થયો હતો કે, જનરલ બોર્ડની ગરીમા ન જાળવવી એ કોંગ્રેસના સંસ્કાર છે. બંધારણનું માન કોંગ્રેસ જાળવતી નથી. એ સાંભળીને દલિત સમાજમાંથી આવતા વિપક્ષી સભ્ય વશરામભાઇ સાગઠિયાએ કહ્યુ હતુ કે, બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ મારા પિતાતુલ્ય છે. હું તેમનો દીકરો છું. હું બંધારણનું અપમાન ન કરુ.

ટીઆરપીકાંડનો શોક ઠરાવ, સાથે મોદીની તાજપોશીનો અભિનંદન ઠરાવ

આજના જનરલ બોર્ડમાં અરજન્ટ પ્રસ્તાવમાં ટીઆરપી કાંડમાં મૃત્યુ પામનાર દિવંગતોની આત્માની શાંતિ માટે બે મિનિટ મૌન પાળીને શોક ઠરાવ કરાયો હતો. સાથે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે કરેલા તાજપોશીનો અભિનંદન ઠરાવ કરવામા આવ્યો હતો. જો કે આ બન્ને ઠરાવ થયો એ પહેલા વિપક્ષની હકાલપટ્ટી કરીને કાઢી મુકાયા હતા.

સાગઠિયા-ખેરના સસ્પેન્સના રિપોર્ટને મંજૂર કરવા અરજન્ટ દરખાસ્ત

જનરલ બોર્ડના એજન્ડામાં ૮ દરખાસ્ત હતી. તેમા આજે અરજન્ટ તરીકે બે દરખાસ્ત આવી હતી. જેમા ટીઆરપી કાંડ બાદ બેનામી સંપતીમાં ખુલ્લા પડેલા પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠિયા અને પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઇલેશકુમાર વાલાભાઇ ખેરને સસ્પેન્ડ કરવામા આવ્યા છે. આ સસ્પેન્સન રિપોર્ટનો ઠરાવ મંજૂર કરવામા આવ્યો હતો.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

 વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ રાજકોટ સહિત રાજયમાં તા.૫મીથી શરૂ કરાશે

 રાજકોટમાં પોલિંગ ઓફિસરો અને ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફને અપાશે તાલીમ

RMCની ચૂંટણી માટે ભાજપ દ્વારા મૂરતીયા પસંદગીનો પ્રારંભ

મેવાણીના આક્ષેપો સામે DCP બાંગરવા માટે જનસાગર રસ્તા પર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ
રાજકોટ

રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ

Editor By Editor 5 days ago
સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ’ પ્રમાણપત્ર ઇશ્યુ કરવાનો તા.૪ એપ્રિલથી પ્રારંભ
પોલીસ સ્ટેશનમાં મસાલા ખાતા પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
રાજકોટ સહિત રાજયભરમાં શાંતિપૂર્ણ માહોલમાં લેવાઇ ગુજકેટની પરીક્ષા
“માફિયા” અને “તોડબાજ” પત્રકારો સામે પોલીસ દ્વારા કરેલ કાર્યવાહીને આવકારતા સંસદ સભ્ય રામભાઈ મોકરીયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?