- ભગવાન શામળીયા નાં સન્મુખ દર્શન કરવા માટે અધિરા બન્યા હતા
- ભગવાન શામળીયાને સુંદર વાધા માં સુશોભિત કરવામાં આવ્યા હતા
- ભગવાન શામળીયાને સોનાના દાગીના નોવિશેષ શણગાર કરવામાં આવ્યો હતો
આજરોજ ગુરુપૂર્ણિમા નાં રોજ કાળીયા ઠાકોરના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભકતો ઉમટયાં હતાં મંદિર પરિસરમાં લાંબી લાઈનો માં ઉભા રહીને ભગવાન શામળીયા નાં સન્મુખ દર્શન કરવા માટે અધિરા બન્યા હતા.
ભગવાન શામળીયાને સુંદર વાધા માં સુશોભિત કરવામાં આવ્યા હતા ભગવાન શામળીયાને સોનાના દાગીના નોવિશેષ શણગાર કરવામાં આવ્યો હતો મંદિરના પૂજારી પરેશભાઈ તથાં વિનય ભાઇ ધ્વારા ભગવાન શામળીયાને વહેલી સવારથી દુધમાં સુગંદી દ્રવ્યો મેળવી દુધ પાણી નો અભિષેક કરવામાં આવ્યો હતો નિજ મંદિર માં ફુલો થી સુશોભિત કરવામાં આવ્યું હતું ભગવાન ની પ્રતિમા આગળ થી ભક્તો દુર જવા નું નામ જ નહોતાં લેતાં ભગવાન શામળીયા નાં દશૅન કરીને ભક્તો ગુરુ નાં આશીર્વાદ લેવા ઉમટયા હતા ખાખચોક અખાડા ખાતે મહંત હરકિશન મહારાજ ગુરુદતાતેય ટેકરી લાલજી મહારાજ નાં આશ્રમમાં વહેલી સવારથી જ ભકતો ઉમટયાં હતાં આશીર્વાદ મેળવવા હતાં ભક્તો માટે પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી મંદિર પરિસરમાં તથા બજારમાં વિસ્તારમાં હાઇવે રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.


