- અમેરિકાના નાગરિકોને મણિપુર, જમ્મુ-કાશ્મીર, પાકિસ્તાન સરહદ પાસેના વિસ્તારો ન જવા કહેવાયું
- નાગરિક અશાંતિ, નક્સલવાદ, મણિપુર હિંસા મુદ્દે યાત્રા ન કરવા અપીલ કરાઈ
- અમેરિકાના વિદેશ વિભાગે તેના નાગરિકોને ચેતવણી આપવી એડવાઈઝરી બહાર પાડી
ભારતમાં આતંકવાદી ઘટનાઓને જોતા અમેરિકાએ પોતાના નાગરિકોને ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. જે પ્રમાણે તેઓને મણિપુર, આસામ, જમ્મુ-કાશ્મીર, ભારત-પાકિસ્તાન બોર્ડર પાસેના ક્ષેત્રોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત એડવાઈઝરીમાં એવા વિસ્તારોમાં ન જવાનું કહેવાયું છે કે જ્યાં નકસલી સક્રિય છે. યુએસે પોતાના નાગરિકોની સુરક્ષાને લઈ આ એડવાઈઝરી ઈશ્યૂ કરી છે.
મણિપુર, જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ ન ખેડવાની સલાહ
અમેરિકાના વિદેશ વિભાગના જણાવ્યા પ્રમાણે આતંકવાદ અને નાગરિક અશાંતિને લીધે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર,માં સશસ્ત્ર સંઘર્ષની આશંકાએ ભારત-પાકિસ્તાન સીમાના 10 કિલોમીટરની અંદર નક્સલવાદ, ઉગ્રવાદ તેમજ મણિપુરની યાત્રા ન કરવા સૂચના અપાઈ છે.
આતંકવાદ, દુષ્કર્મની ઘટનાઓનો ઉલ્લેખ
અમેરિકાએ પોતાના નાગરિકોને ટ્રાવેલ એડવાઈઝરીમાં જણાવ્યું કે ભારતમાં હિંસાને લીધે પૂર્વોત્તરના રાજ્યોમાં યાત્રા જતા ફરીથી વિચારવાનું કહેવાયું છે. દુષ્કર્મની ઘટના ભારતમાં સૌથી ઝડપથી વધી રહી છે. વધતી ગુનાખોરી અને હિંસક ગુના, પર્યટક સ્થળો પર આતંકવાદી અને હિંસક ઘટના પછી ન જવા અપીલ કરાઈ છે.
ઈમરજન્સી સેવાઓ આપતી ક્ષમતા સીમિત
અમેરિકાના વિભાગના જણાવ્યા પ્રમાણે અમેરિકી સરકાર પાસે ગ્રામ્ય વિસ્તારોમાં અમેરિકાના નારિકોને ઈમરજન્સી સેવાઓ આપવાની ક્ષમતા સીમિત છે. આ ક્ષેત્ર પૂર્વ મહારાષ્ટ્ર અને ઉત્તરી તેલંગાણાથી લઈ પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલો છે. અમેરિકી સરકારના કર્મચારીઓને આ જગ્યાઓ પર યાત્રા કરતા વિશેષ મજૂરી લેવા પડશે.
વિદેશ વિભાગે યાત્રા પર ફેરવિચારણા કરવાનો નિર્દેશ આપ્યો છે. આમાં કહેવાયું છે કે ભારતમાં યાત્રા કરનાર અમેરિકી સરકારી કર્મચારીઓને સિક્કીમ અને અરુણાચલ પ્રદેશ રાજ્યોની સાથે આસામ, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરાની રાજધાની શહેરના બહારના કોઈપણ ક્ષેત્રમાં જતા પહેલા પૂર્વ મંજૂરી લેવા જરૂરી ગણાવી હતી.


