By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    7 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સોનામાં ‘બિગ મની’ની એન્ટ્રી પર રોક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સોનામાં ‘બિગ મની’ની એન્ટ્રી પર રોક

Editor
Last updated: 2026/06/08 at 4:37 PM
1 day ago
Share
સોનામાં ‘બિગ મની’ની એન્ટ્રી પર રોક
SHARE

આયાત પર અંકુશ માટે ફંડ હાઉસ સક્રિય

સોનામાં ‘બિગ મની’ની એન્ટ્રી પર રોક

રૂ.25 કરોડથી વધુના રોકાણ પર પ્રતિબંધ, ગોલ્ડ ETFમાંથી એક વર્ષમાં પ્રથમ વખત રૂ.582 કરોડની ઉપાડ

HDFC, ICICI Prudential અને Nippon Indiaએ મોટા રોકાણ પર મર્યાદા મૂકી; નાના રોકાણકારોને કોઈ અસર નહીં

અગ્ર ગુજરાત, મુંબઈ

સોનામાં સતત વધી રહેલા રોકાણ અને તેના કારણે વધતી આયાતથી ભારતીય રૂપિયાની કિંમત પર પડી રહેલા દબાણને ઘટાડવા માટે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. દેશની અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ ગોલ્ડ ETF અને ગોલ્ડ ફંડ ઓફ ફંડ્સમાં મોટા લમ્પસમ રોકાણ પર નિયંત્રણ મૂકવાનું શરૂ કર્યું છે. HDFC મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ગોલ્ડ ETF અને ગોલ્ડ FOFમાં રૂ.25 કરોડથી વધુના નવા રોકાણ પર પ્રતિબંધ જાહેર કર્યા બાદ ICICI Prudential અને Nippon India મ્યુચ્યુઅલ ફંડે પણ સમાન પ્રકારના પગલાં લીધા છે. બજાર નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં અન્ય ફંડ હાઉસ પણ આવી મર્યાદા લાગુ કરી શકે છે.
તાજેતરના મહિનાઓમાં સોનાના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળતાં ગોલ્ડ ETFમાં રોકાણનો પ્રવાહ ઝડપથી વધ્યો હતો. તેના પરિણામે સોનાની આયાતમાં વધારો થયો હતો અને વિદેશી ચલણની માંગ વધી હતી. આ પરિસ્થિતિમાં સેબી અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ વચ્ચે થયેલી ચર્ચા બાદ મોટા રોકાણકારો માટે મર્યાદા નક્કી કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.
જોકે, આ નિર્ણયથી સામાન્ય અથવા નાના રોકાણકારોને કોઈ ખાસ અસર થવાની નથી. નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે શેરબજાર મારફતે ગોલ્ડ ETFના યુનિટ્સ ખરીદનારા લાખો રિટેલ રોકાણકારો પહેલાની જેમ જ રોકાણ કરી શકશે. નવી મર્યાદા માત્ર એવા મોટા કોર્પોરેટ અને સંસ્થાકીય રોકાણકારોને લાગુ પડશે, જે સીધા એસેટ મેનેજમેન્ટ કંપનીઓ પાસેથી મોટા પાયે યુનિટ્સ ખરીદે છે.
HDFC મ્યુચ્યુઅલ ફંડે પોતાના ગોલ્ડ ફંડ ઓફ ફંડ્સમાં પ્રતિ રોકાણકાર પ્રતિ માસ રૂ.10 લાખની મર્યાદા નક્કી કરી છે. બીજી તરફ Nippon Indiaએ પણ પ્રતિ માસ રૂ.10 લાખ અને પ્રતિ દિવસ રૂ.50 હજાર સુધીની રોકાણ મર્યાદા નક્કી કરી છે. માર્ચ 2026 સુધીના આંકડા મુજબ ગોલ્ડ ETFની કુલ સંપત્તિમાં કોર્પોરેટ રોકાણકારોનો હિસ્સો 58 ટકા હતો, જેની કિંમત રૂ.99,089 કરોડ જેટલી થાય છે.
બીજી તરફ, મે 2026 દરમિયાન ગોલ્ડ ETFમાંથી છેલ્લા એક વર્ષમાં પ્રથમ વખત નેટ આઉટફ્લો નોંધાયો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા મુજબ મે મહિનામાં ભારતીય ગોલ્ડ ETFમાંથી આશરે 6.1 કરોડ ડોલર એટલે કે રૂ.582 કરોડ જેટલી રકમ ઉપાડી લેવામાં આવી હતી. સરકાર દ્વારા આયાત શુલ્કમાં વધારો અને સ્થાનિક બજારમાં કિંમતોમાં આવેલા ઉતાર-ચઢાવ બાદ રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કરવાનું પસંદ કર્યું હોવાનું માનવામાં આવે છે.
સોનાના ભાવમાં સતત ત્રીજા મહિને ઘટાડો નોંધાતા રોકાણકારોમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે લાંબા ગાળાના રોકાણ તરીકે ગોલ્ડ ETF હજુ પણ રોકાણકારો માટે આકર્ષક વિકલ્પ માનવામાં આવે છે.

નાના રોકાણકારોને શું અસર?

સામાન્ય રોકાણકારો પર કોઈ અસર નહીં
સ્ટોક એક્સચેન્જ મારફતે ખરીદી ચાલુ રહેશે
SIP અને નાના રોકાણ યથાવત રહેશે
મર્યાદા માત્ર મોટા લમ્પસમ રોકાણ પર

નવા નિયમો શું કહે છે?

* HDFC : રૂ.25 કરોડથી વધુના નવા રોકાણ પર રોક
* HDFC FOF : માસિક મર્યાદા રૂ.10 લાખ
* Nippon India : માસિક રૂ.10 લાખની મર્યાદા
* Nippon India : દૈનિક રૂ.50 હજાર સુધી રોકાણ

ગોલ્ડ ETFમાંથી એક વર્ષ બાદ પ્રથમ આઉટફ્લો

* મે 2026માં રૂ.582 કરોડનો ઉપાડ
* 12 મહિનામાં પ્રથમ નેટ આઉટફ્લો
* પ્રોફિટ બુકિંગ મુખ્ય કારણ
* આયાત ડ્યુટી વધારાની અસર

કોર્પોરેટ રોકાણકારોનો મોટો હિસ્સો

* કુલ હિસ્સો : 58 ટકા
* રોકાણ મૂલ્ય : રૂ.99,089 કરોડ
* મોટા ભાગના ETF યુનિટ્સ કોર્પોરેટ પાસે
* નવા નિયમોનો મુખ્ય પ્રભાવ આ વર્ગ પર

ટોપ-5 ગોલ્ડ ETF ફંડ

નિપ્પોન ઈન્ડિયા ETF……….55,540(કરોડ)
ICICI Prudential ETF….26,381
SBI Gold ETF…………….24,550
HDFC Gold ETF…………23,239
Kotak Gold ETF…………14,340

સોના-ચાંદીના હાલના ભાવ

* સોનું : રૂ.1.55 લાખ પ્રતિ 10 ગ્રામ
* સોનામાં રૂ.4,000નો ઘટાડો
* ચાંદી : રૂ.2.48 લાખ પ્રતિ કિલો
* ચાંદીમાં રૂ.17,000નો ઘટાડો
* સતત ઘટાડાથી રોકાણકારોમાં સાવચેતીનો માહોલ

You Might Also Like

દેશભરમાં ચોમાસાની ધમાકેદાર દસ્તક

ક્રુડમાં રાહતના સંકેતઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો શક્ય

વલ્લભીપુરમાં પશુચોર ‘મસડા ગેંગ’ને દબોચી લેતી પોલીસ

રાજુલાના હર્ષનગર વિસ્તારમાં લાખોના ખર્ચે બનેલા નવા RCC રોડમાં ભ્રષ્ટાચારની બૂ

જેતપુરમાં PGVCLએ પરપ્રાંતિય શ્રમિકને ફટકાર્યુ રૂ.3૨.૭૨ લાખનું બીલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગટરના પાળા પાસે બેભાન હાલતમાં મળેલા દિનેશભાઈનું શંકાસ્પદ મોત
રાજકોટ

ગટરના પાળા પાસે બેભાન હાલતમાં મળેલા દિનેશભાઈનું શંકાસ્પદ મોત

Editor By Editor 6 days ago
રસોડાથી રસ્તા સુધી લાગેલી ભાવની આગથી જનતા ‘ મોંઘવારીની જેલ’માં કેદ
ઉનાના નાંદણ ગામની સીમમાં 40 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલાં બે હરણનું રેસ્કયું
 સાંઢીયા પુલમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા જ ભુલાય
સૌરાષ્ટ્ર અને કચ્છની જમીનમાં લોહ-ઝીંકની ઉણપ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?