- યુપીમાં શ્રાવણ માસ શરૂ થતા યોગી સરકારે કાવડ યાત્રાના રૂટ પર હોટલ, ઢાબામાં કામ કરતા લોકોને નામ પ્લેટ લગાવવા આદેશ આપ્યો
- યુપી સરકારના આદેશ બાદ એમપી અને ઉત્તરાખંડમાં આવો આદેશ લગાવ્યો
- જો કે, સુપ્રીમે 22 જુલાઈએ આ આદેશ સામે વચગાળાની રોક મૂકી દીધી
ઉત્તર પ્રદેશની યોગી સરકારે આ મહિનાના શરૂઆતમાં આદેશ આપ્યો હતો કે કાવડ યાત્રાના રૂટ પર આવતા તમામ ઢાબા અને ઠેલાના માલિક અને કામ કરતા લોકોને નામ પ્લેટ લગાડવાની રહેશે. યુપી સરકારના આ પગલાને લઈ એમપી અને ઉત્તરાખંડમાં પણ આ આદેશ લાગુ કરવામાં આવ્યો હતો. જો કે, 22 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે આ આદેશ સામે વચગાળાની રોક લગાવી દીધી છે.
પાકિસ્તાનના પત્રકારને સુપ્રીમનો આદેશ યાદ અપાવ્યો
જયારે મેથ્યૂ મિલરને પાકિસ્તાનના પત્રકારે પૂછયું કે તમે આ આદેશ અંગે શું વિચારો છો. તો મિલરે જવાબ આપ્યો કે અમે એવી ખબરો જોઈ છે. અમે એવું પણ જોયું કે ભારતીય સુપ્રીમ કોર્ટે 22 જુલાઈએ એ આદેશ પર વચગાળાની રોક મૂકી દીધી છે. જેથી તે વાસ્તવમાં પ્રભાવ નથી. અમે હંમેશા વિશ્વમાં ક્યાય પણ ધર્મ અને આસ્થાની આઝાદીના અધિકારનું સન્માનને પ્રોત્સાહન આપવા અને સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે. અમે તમામ ધર્મોને માનનારા માટે સમાન ટ્રીટમેન્ટની જરૂર પર પોતાના ભારતીય કાઉન્ટર પાર્ટસની સાથે વાતચીત કરી છે.
મિલરે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકા ધર્મ અને આસ્થાની સ્વતંત્રતાના અધિકારના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે અને આ મુદ્દે ભારતીય સત્તાવાળાઓ સાથે વાતચીત કરવાનું ચાલુ રાખશે. તેમણે આ મુદ્દે સુપ્રીમ કોર્ટના વચગાળાના સ્ટેનું પણ સ્વાગત કર્યું અને તેને સકારાત્મક પગલું ગણાવ્યું.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
યુપી સરકારના આદેશ પર સુપ્રીમ કોર્ટમાં એક રિટ દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી દરમિયાન જસ્ટિસ હૃષિકેશ રાય અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. ન્યાયાધીશોએ કહ્યું કે દુકાનદારોને માલિકની ઓળખ જાહેર કરવા દબાણ કરી શકાય નહીં. હા, એ વાત સાચી છે કે દુકાનદારોએ જણાવવું પડશે કે તેમની જગ્યાએ શાકાહારી કે માંસાહારી ખોરાક મળે છે.


