- સિંગાપુર વિશ્વનું સૌથી સુરક્ષિત શહેર ગણવામાં આવ્યું
- વિશ્વના શહેરોને લઈ ફોર્બ્સ એડવાઈઝર લિસ્ટ જાહેર થયું
- કરાચી અને કારાકાસ શહેર સૌથી ખતરનાક શહેર
નાણાકીય રીતે કંગાળ થયેલા અને નાણાં રળવા ઝઝૂમતા પાકિસ્તાન ઈચ્છે છે કે તેના દેશમાં વિદેશી પર્યટકો આવે, પરંતુ ફોર્બ્સ એડવાઈઝરનું એક લિસ્ટ તેના આ તમામ મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. આ લિસ્ટે પાકિસ્તાનની ટેન્શન ખૂબ વધારી દીધું છે. રિપોર્ટ પ્રમાણે કરાચી વિશ્વનું સૌથી ખતરનાક શહેર બન્યું છે. કરાચીને 100માંથી 93 રેટિંગ મળ્યું છે. જેથી પર્યટકો માટે વિશ્વનું સૌથી જોખમી શહેર મનાયું છે. જ્યારે આ યાદીમાં વેનેઝુએલાનું કારાકાસ શહેર વિશ્વનું સૌથી બીજું નંબરનું શહેર મનાયું છે.
ફોર્બ્સ એડવાઈઝર લિસ્ટ પ્રમાણે પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચી વિશ્વનું સૌથી ખતરનાક શહેર છે. કરાચીને 100માંથી 93.12 રેટિંગની સાથે પર્યટકો માટે વિશ્વનું સૌથી જોખમ ધરાવતું શહેર માનવામાં આવ્યું છે. એટલે કે કરાચી શહેરમાં ગુનાખોરી, હિંસા, આતંકવાદી ખતરો, કુદરતી હોનારતનો ડર વધુ હોય છે. ઉલ્લેખનીય છે કે મોંઘવારી અને આર્થિક તંગીથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં લૂંટફાટ અને ગોળીબારની ઘટના સામાન્ય છે. ઘણા રિપોર્ટસ સામે આવી ચુક્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કરાચી રહેવા લાયક શહેર નથી.
કારાકાસ બન્યું વિશ્વનું સૌથી ખતરનાક શહેર
મળતી માહિતી અનુસાર, ગુરુવારે પાકિસ્તાનમાં આવેલ કરાચીને સંરક્ષણ ક્ષેત્રમાં બે જૂથ વચ્ચે સામસામે ગોળીબાર બાદ પાંચ લોકોનાં મોત થયા હતા. જ્યારે યાદીમાં વેનેઝુએલાનું કારાકાસને વિશ્વનું સૌથી ખતરનાક શહેર મનાયું છે. આને 100માંથી 100 સ્કોર અપાયો છે. મ્યાનમારનું યાંગુન શહેત વિશ્વનું સૌથી ત્રીજા નંબરનું ખતરનાક શહેર છે.
વિશ્વનું સૌથી સુરક્ષિત શહેર કયું છે?
રિપોર્ટે એવી પણ જાણકારી આપી છે કે વિશ્વના સૌથી સુરક્ષિત શહેર કયું છે. વિશ્વનું સૌથી સુરક્ષિત શહેરોમાં સિંગાપુર છે. સિંગાપુરને 100માંથી 100 પોઈન્ટ મળ્યા છે. આની સુરક્ષા, લઘુત્તમ કુદરી આપત્તિ જોખમ અને સારી આરોગ્યની દેખરેખ, માળખાગત સેવા તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ રેંકિગ મળ્યા છે. જાપાનનું ટોક્યો શહેર વિશ્વનું બીજું સૌથી સુરક્ષિત શહેર છે. જયારે કેનેડાના ટોરન્ટો શહેર ત્રીજું સૌથી સુરક્ષિત શહેર છે.


