By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    15 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જીવને શિવ તરફ દોરી જતો પવિત્ર શ્રાવણ માસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

જીવને શિવ તરફ દોરી જતો પવિત્ર શ્રાવણ માસ

agragujaratnews
Last updated: 2024/08/01 at 1:17 AM
2 years ago
Share
જીવને શિવ તરફ દોરી જતો પવિત્ર શ્રાવણ માસ
SHARE

આશુતોષ ભગવાન શિવનાં ત્રિગુણ તત્ત્વ (સત્ત્વ, રજ, તમ) પર સમાન અધિકાર છે. શિવ પોતાના મસ્તક પર ચંદ્રમાને ધારણ કરીને શશિશેખર કહેવાયા. શિવ એ ચંદ્રમાના ઈષ્ટદેવ છે. ચંદ્રમા પર તેમને વિશેષ સ્નેહ હોવાને કારણે ચંદ્રવાર એટલે કે સોમવાર તેમને વધારે પ્રિય છે. આમ તો ભગવાન શિવને બધા જ સોમવાર પ્રિય છે,

પરંતુ શ્રાવણનો આખો માસ તથા તેમાં આવતા સોમવાર પણ શિવને અતિપ્રિય છે, કારણ કે શ્રાવણ માસમાં વાતાવરણમાં જળતત્ત્વ વધારે હોય છે, જે સોમ (ચંદ્ર) તત્ત્વ જ છે.

શ્રાવણ માસમાં ભક્તજનો અનેક રીતે શિવજીની ઉપાસના કરે છે. સવાર-સાંજ શિવમંદિરોમાં ભક્તો દ્વારા જળાભિષેક, દુગ્ધાભિષેક, ચંદનાભિષેક સહિત અનેક પ્રકારના અભિષેક કરીને ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ક્યાંક ક્યાંક ભક્તો દ્વારા શિવજીને પ્રસન્ન કરવા માટે ગંગાજળથી જળાભિષેક કરાય છે. ઘણાં શિવમંદિરોમાં પ્રાતઃકાળથી રુદ્રાભિષેક કરવામાં આવે છે. રુદ્રાભિષેકમાં ગંગાજળ, દૂધ, પંચામૃત ચઢાવવામાં આવે છે. આ માસ દરમિયાન અખંડ દીવો પણ રાખવામાં આવે છે. જે લોકો આધિ, વ્યાધિ અને ઉપાધિથી પીડાતા હોય તેમને શિવપૂજનથી શાંતિ પ્રાપ્ત થાય છે. શ્રાવણ માસમાં લોકો આખો મહિનો ઉપવાસ કે એકટાણાં પણ કરે છે. શિવજીની જેમ તેમના ભક્તો પણ અનોખા છે. તેમના ભક્તોમાં મનુષ્યો તો ઠીક દેવતાઓ, રાક્ષસો અને સ્વયં ભગવાનનો પણ સમાવેશ થાય છે. સર્પશય્યા પર સૂતા શ્રીહરિ વિષ્ણુ, બ્રહ્માજી, અસુરરાજ રાવણ, ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ શિવજીના પરમ ભક્ત હતા. હરિવંશ પુરાણમાં એમ દર્શાવાયું છે કે શ્રીકૃષ્ણએ ભોળાનાથને પ્રસન્ન કરવા માટે કૈલાસ પર્વત પર જઈને તપસ્યા કરી હતી. ભગવાન શ્રીરામે રામેશ્વરમાં શિવલિંગની સ્થાપના કરીને તેમની પૂજા-અર્ચના કરી હતી. જ્યારે રાવણે શિવને પ્રસન્ન કરવા માટે દસ વાર પોતાનું મસ્તક કાપીને તેમના ચરણોમાં ચઢાવ્યું હતું.

શ્રાવણ માસમાં સોમવારનું મહત્ત્વ

શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્ત્વ છે. સોમવાર એ હિમાંશુ એટલે કે ચંદ્રનો દિવસ છે.

ચંદ્રદેવની પૂજા કરવાથી શિવજીની પૂજા પણ આપોઆપ થઈ જાય છે, કારણ કે ચંદ્રનું નિવાસસ્થાન ભુજંગ ભૂષણ ભગવાન શિવનું શીશ છે. તેથી શ્રાવણ માસનો સોમવાર વિશેષ મહત્ત્વ ધરાવે છે. શ્રાવણ માસના દરેક સોમવારે કેટલીક વિશેષ વસ્તુ અર્પણ કરવામાં આવે છે જેને શિવામુઠ્ઠી કહે છે. પ્રથમ સોમવારે એક મુઠ્ઠી ચોખા, બીજા સોમવારે એક મુઠ્ઠી સફેદ તલ, ત્રીજા સોમવારે એક મુઠ્ઠી લીલા મગ, ચોથા સોમવારે એક મુઠ્ઠી જવ અને જ્યારે પાંચમો સોમવાર આવતો હોય ત્યારે પાંચમા સોમવારે સાથવો ચઢાવવામાં આવે છે.

શિવને પ્રિય પાંચ

શિવને પંચમુખી કહેવામાં આવે છે. આ પાંચ મુખ દ્વારા શિવજી દુનિયા ચલાવે છે. શિવજીની પ્રિય સંખ્યા પાંચ છે. શિવ મધ્યમમાર્ગી છે. એટલે કે ન દેવતાઓના, ન અસુરોના. તેઓ બંને વચ્ચે છે. જે ઈચ્છે તે તેમની કૃપા પ્રાપ્ત કરે. જ્યારે શૂન્યનો વિસ્ફોટ થયો ત્યારે તેમાંથી એકથી નવ સુધીની નવ સંખ્યાઓ નીકળી. જેમાં પાંચ વચ્ચેની સંખ્યા છે. ભોળાનાથનો પ્રિય મંત્ર `ૐ નમ: શિવાય’ છે. આ મંત્રમાં પાંચ અક્ષર છે, તેથી તેને પંચાક્ષર મંત્ર કહેવામાં આવે છે. શિવ પંચતત્ત્વના દેવ છે. ઈન્દ્રિયો પણ પાંચ હોય છે અને શિવ ઈન્દ્રિયોના પણ સ્વામી છે. શિવપુરાણ અનુસાર ભગવાન શંકરનાં પાંચ મુખ અને તેના વિવિધ ગુણ છે.

ઈશાન : આ ભોળાનાથનું ક્રીડામુખ છે. જેટલું મનોરંજન, રમત, વિજ્ઞાન વગેરે છે તે બધું જ શિવજીના આ મુખ દ્વારા સંચાલન થાય છે.

તત્પુરુષ : આ તપસ્યા કે તપનું મુખ છે. સાધના, અભ્યાસ, ઈચ્છા તથા લક્ષ્યની પ્રાપ્તિ માટે કરવામાં આવતું દરેક કામ આ મુખ દ્વારા સંચાલન થાય છે.

અઘોર : આ શિવજીનું રૌદ્રમુખ છે. સમગ્ર દુનિયામાં જે યુદ્ધ, વિપત્તિઓ, મૃત્યુ આવે છે તે શિવજીના આ મુખને કારણે આવે છે. તે ન્યાય પણ કરે છે અને પાપનો દંડ પણ આપે છે. આ શિવનું મધ્ય મુખ છે. ઉપરોક્ત બંને મુખ આ મુખની જમણી બાજુ હોય છે.

વામદેવ : આ અહંકારનું રૂપ છે. શિવની ડાબી બાજુના મુખમાં પહેલું મુખ છે. આપણા અહંકાર, ગર્વ, પ્રેમ, મોહ, આસક્તિ વગેરે આ જ મુખને કારણે આ સંસારમાં જોવા મળે છે.

સદ્યોજાત : આ જ્ઞાનનું મુખ છે, જે શિવજીનું ખૂબ જ શાલીન રૂપ છે. શિવજીના આ જ રૂપની સૌથી વધારે આરાધના થાય છે.

શિવજી સમગ્ર દુનિયાને પાંચ ગતિવિધિઓથી ચલાવે છે. આ પાંચ કામ છે : સૃષ્ટિ, પાલન, સંહાર, નિગ્રહ એટલે કે પ્રેમ વગેરે અને અનુગ્રહ એટલે કૃપા. આ પાંચ કામ તેમનાં પાંચ મુખ વડે થાય છે.

કેવી રીતે કરશો શિવપૂજન?

શ્રાવણ માસમાં નીચે પ્રમાણે જણાવેલ રીતે પૂજા કરવાથી શિવજીની પ્રસન્નતાને પામી શકાય છે.

શ્રાવણ માસની કોઈ પણ તિથિ અથવા દિવસ અને ખાસ કરીને સોમવારે પ્રાત:કાળે ઊઠીને સ્નાનાદી કાર્યથી નિવૃત્ત થઈને ત્રિદલવાળાં, સુંદર, સાફ, ક્યાંયથી કપાયેલાં ન હોય તેવાં કોમળ બિલ્વપત્ર પાંચ, સાત, નવ વગેરે સંખ્યામાં લો. અક્ષત એટલે કે ચોખાના દાણા લો.

સુંદર સાફ લોટા કે કોઈ પાત્રમાં જળ, જો શક્ય હોય તો ગંગાજળ લો. દૂધ લો. ત્યારબાદ પોતાના સામર્થ્ય અનુસાર ગંધ, ધૂપ-અગરબત્તી, ચંદન વગેરે લો.

આ બધો સામાન સ્વચ્છ પાત્રમાં એકત્રિત કરીને શિવમંદિરમાં જાઓ. જો શિવમંદિર ન હોય તો બિલ્વના વૃક્ષ પાસે જાઓ.

શિવલિંગને સ્વચ્છ જળ અને દૂધથી સ્નાન કરાવો. ત્યારબાદ તેના પર અક્ષત ચઢાવો, પુષ્પ ચઢાવો. હવે હળદર-ચંદન વડે શિવલિંગ પર લેપ કરો.

ત્યારબાદ ભગવાનને ધૂપ અર્પણ કરો અને `ૐ નમ: શિવાય’ મંત્ર બોલતાં-બોલતાં બિલ્વપત્ર ચઢાવો. સૌથી છેલ્લે પોતાનાં પાપોની ક્ષમાયાચના માગો.

ભોળાનાથ ખૂબ જ ભોળા છે, આથી તેમની સાચામને પૂજા કરવામાં આવે તો પણ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. કોઈ વિશેષ મંત્રોચ્ચાર ન જાણતા હો તો પણ સામાન્ય પૂજા કરીને પુણ્યફળ પ્રાપ્ત કરી શકો છો. ભગવાન ભોળાનાથે સ્વયં કહ્યું છે કે, કોઈ પણ વેદ મંત્રોના ઉચ્ચારણ વગર પૂરી શ્રદ્ધાથી મને પુષ્પ, ફળ કે જળ સમર્પિત કરે છે તેમના માટે હું ક્યારેય અદૃશ્ય થતો નથી અને તે ભક્ત પણ ક્યારેય મારી દૃષ્ટિથી ઓઝલ નથી હોતો.

જલધારાપ્રિય શિવ

શ્રાવણ માસમાં શિવ આરાધના અને પૂજાપાઠનું વિશેષ મહત્ત્વ છે. આ માસમાં શિવજી પર જળ ચઢાવવા પાછળ પૌરાણિક કથા રહેલી છે. તે કથા આ મુજબ છે.

સમુદ્રમંથન દરમિયાન દાનવ અને દેવતાઓ દ્વારા અમૃત કળશ અને વિષ કળશ નીકળ્યા પછી જ્યારે હળાહળ વિષ પીવાનો વારો આવ્યો ત્યારે દેવતાઓ અને દાનવોએ તે પીવાનો ઈન્કાર કર્યો, કારણ કે તે વિષને કોઈ પચાવી શકે તેમ ન હતું. સંસારનું હિત સાધવા માટે થઈને ભગવાન ભોળાનાથે હળહળતું વિષ પોતાના કંઠમાં ધારણ કરી દીધું, પરંતુ આમ કરવાથી ભગવાન ભોળાનાથને ચક્કર આવવા લાગ્યા. આથી ભગવાન ભોળાનાથે વિષની ગરમી ઓછી કરવા માટે ગંગા અને ચંદ્રમાને પોતાના શિર પર ધારણ કર્યાં. તેનાથી ભોળાનાથના ચક્કર આવવા ઓછા થયા અને ગરમી પણ ઓછી થઈ. ભગવાન શિવની ગરમીને શાંત કરવા માટે શ્રાવણ માસમાં ભક્ત શિવજી પર જળાભિષેક કરે છે.

શ્રાવણ માસમાં ભોળાનાથની પૂજા અને આરાધનાનું આગવું મહત્ત્વ છે. અવિવાહિત યુવતીઓ અને યુવકો લગ્નજીવન માટે, સારા વર-વધૂની પ્રાપ્તિ માટે શિવજી પર જળાભિષેક કરીને બિલ્વપત્ર ચઢાવે છે. નવવિવાહિત દંપતીઓ પોતાના દાંપત્યની મંગલકામના માટે શિવભક્તિ કરે છે, કારણ કે પૌરાણિક કથાઓમાં ભગવાન શિવને શીઘ્ર પ્રસન્ન થઈને ફળ આપનારા યોગેશ્વર, ભૂતેશ્વર, મહાકાલેશ્વર, તત્કાલેશ્વર અને કૈલાસવાસીના નામથી ઓળખવામાં આવે છે.

શ્રાવણ માસમાં શિવપૂજાનું ફળ

વાર અનુસાર શિવપૂજાનું ફળ

 રવિવાર : પાપનાશક.

 સોમવાર : ધનલાભ.

 મંગળવાર : સ્વાસ્થ્ય લાભ, રોગ નિવારણ.

 બુધવાર : પુત્રપ્રાપ્તિ

 ગુરુવાર : આયુષ્યમાં વૃદ્ધિ.

 શુક્રવાર : ઇન્દ્રિય સુખ.

 શનિવાર : સર્વ સુખકારી.

પૂજામાં ચઢાવાતાં પુષ્પ અને ફળ

 બીલીપત્ર : જન્મજન્માંતરના પાપોમાંથી મુક્તિ.

કમળ : મુક્તિ, ધન, શાંતિ પ્રદાયક.

કુશા : મુક્તિ આપનાર.

દૂર્વા : આયુષ્ય વધારનાર

ધતૂરો : પુત્રસુખ પ્રદાયક

આકડો : પ્રતિષ્ઠામાં વૃદ્ધિ.

કરેણ : રોગનું નિવારણ.

શમીપત્ર : પાપનાશક

શિવપૂજા તથા અભિષેકમાં ઉપયોગી દ્રવ્યો અને તેનાં ફળ

મધ : સિદ્ધિપ્રદ

દૂધ : સમૃદ્ધિદાયક

કુષાજળ : રોગનાશક

ગંગાજળ : સર્વસિદ્ધિદાયક

ઋતુફળના રસ : ધનલાભ

પૂજા માટે શાસ્ત્રોક્ત ઉત્તમ સ્થાન

તુલસી વડ તથા પીપળાના વૃક્ષ નજીક.

નદી, સરોવરનો તટ, પર્વતની ચોટી, દરિયાકિનારો મંદિર, આશ્રમ, તીર્થ અથવા ધાર્મિકસ્થાન અથવા પાવન ધામ.

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ગુજરાત

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Editor By Editor 6 days ago
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?