- હમાસના વડાની હત્યા પછી ઈરાન ઈઝરાયલ સાથે વેર વાળવા આતૂર
- ઈરાનની સુપ્રીમ લીડર અલી ખામેનેઈએ બદલો લેવા શપથ લીધા
- બુધવારે સવારે ઈરાનની રાજધાની તહેરાનમાં ઈસ્માઈલ હાનિયાને ઈઝરાયલે મોતને ઘાટ ઉતાર્યો છે
હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા પછી ઈરાન ઈઝરાયલ સાથે હુમલો કરવા આતૂર છે. હાનિયાના મોત બાદ ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈ આની આકરી સજા આપવા અને મોતને બદલો લેવા શપથ લીધા છે. આ બદલો લેવા ઈરાન ભયંકર હદે પ્લાનિંગ કરી રહ્યું છે.
ઈઝરાયલ અને ગાઝા યુદ્ધ પછી મિડલ ઈસ્ટના ઘણા દેશોમાં તણાવની સ્થિતિ છે. જ્યારે બુધવારે વહેલી પરોઢિયે ઈરાનની રાજધાની તહેરાનમાં હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. હવે હાનિયાના મોતનો બદલો લેવા ઈરાન નવા-નવા આયોજન કરી રહ્યું છે.
સઘન આયોજન
મળતી માહિતી અનુસાર, આ અઠવાડિયાના છેલ્લા દિવસ સુધી ઈરાન અને તેના સહયોગીઓ ઘણા ઘાતક હુમલા કરી શકે છે. જેમાં સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરાશે. આ બદલાને વધુ શક્તિ એ વાતથી મળે છે કે 24 કલાકની અંદર હમાસ ચીફ અને હિઝબુલ્લાના સિનિયર મિલિટ્રી કમાન્ડરનું મોત થયું છે. આનાથી ઈરાનની સાથે હમાસ અને હિઝબુલ્લા પણ સામેલ થઈ શકે છે. હમાસ નેતા ઈસ્માઈલ હાનિયાના મોત પહેલા લેબનોની રાજધાની બેરુતમાં હિઝબુલ્લાના સિનિયર મિલિટ્રી કમાન્ડર ફુઆદ શુકરની હત્યા કરવામાં આવી હતી. ઈરાન અને તેના ટેકેદાર હમાસ અને હિઝબુલ્લા કાર્યવાહી કરવાની તૈયારીમાં સંકળાયેલા છેય તેનો મુખ્ય હેતુ આખા સ્કેલ પર યુદ્ધથી બચીને ઈઝરાયલને રોકવાનું છે.
વળતી કાર્યવાહી માટે બે પ્લાન
લેબનોને ગૃપની બેઠકમાં બે પક્ષની વાત રાખવામાં આવી છે. જેમાં એક ઈરાન અને મલેશિયા જૂથની અને બીજી એક સાથે વળતો હુમલો કરવાની. એટલે કે દરેક પક્ષની તરફથી જુદીજુદી પ્રતિક્રિયા અપાશે. ઈરાન સમર્થક જૂથોએ ગઠબંધન ઈરાનની આગેવાનીમાં ઈરાકી, યમની અને સીરિયન જૂથની ભાગીદારી સાથે સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ બનાવશે અને ત્યારબાદ હિઝબુલ્લા તરફથી હુમલા કરવામાં આવશે.


