- મિડલ ઈસ્ટમાં અત્યારે ભીષણ યુદ્ધના ભણકારા
- ઈરાનની રાજધાની તહેરાનમાં ઈસ્માઈલ હાનિયાની હત્યા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું
- સાઉદી અરબમાં ઈસ્માલિક સહયોગ સંગઠન ઓઆઈસીની બેઠક મળી
મિડલ ઈસ્ટમાં અત્યારે ભીષણ યુદ્ધના ભણકારા થઈ રહ્યા છે તેવામાં સાઉદી અરબ પણ ઈઝરાયલ પર ચિડાઈ ઉઠયું છે. ઈરાનની રાજધાની તહેરાનમાં પેલેસ્ટાઈન આતંકી જૂથ હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાની તાજેતરમાં હત્યાથી તણાવ વધ્યો છે. હવે હમાસની હત્યા માટે સાઉદી અરબે ઈરાનની સાર્વભૌમત્વનું ઘોર ઉલ્લંઘન બતાવ્યું છે. સાઉદી અરબના ડેપ્યુટી વિદેશ મંત્રી વલીદ અલ-ખેરીજીએ જણાવ્યું કે તેઓનો દેશ રાજ્યોની સાર્વભૌમત્વના કોઈપણ ઉલ્લંઘન અથવા કોઈપણ દેશના આંતરિક મામલામાં હસ્તક્ષેપને નકારે છે.
તેઓએ બુધવારે સાઉદી અરબમાં ઈસ્માલિક સહયોગ સંગઠન એટલે કે ઓઆઈસીના સભ્યોની એક અસાધારણ બેઠક દરમ્યાન આ નિવેદન સામે આવ્યું છે. અરબના તટીય શહેર જેદ્દાહમાં આવેલા ઈસ્લામિક સહયોગ સંગઠનના હેડ કવાર્ટરમાં વિદેશ મંત્રીઓ એકઠા થયા હતા.
ઈરાને વળતી કાર્યવાહીના શપથ લીધા
ઓઆઈસીએ ઈરાનની રાજધાનીમાં હમાસ વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. જે બાદ ઈરાને વળતી કાર્યવાહી કરવાના શપથ લીધા છે.
ઈઝરાયલ સામે આરોપ
બેઠક પછી એક નિવેદન આપવામાં આવ્યું હતું. ઓઆઈસીએ જણાવ્યું કે, આ જઘન્ય હુમલા માટે ગેરકાયદે કબ્જે કરનાર શક્તિ ઈઝરાયલને સંપૂર્ણ રીતે જવાબદાર માને છે. જેને ઈરાનની સાર્વભૌમત્વનું ગંભીર ઉલ્લંઘન જાહેર કર્યું છે. ગામ્બિયાના વિદેશ મંત્રી મામદૌ તંગારાએ કહ્યું કે, હાનિયાની હત્યા અને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને લીધે પ્રાદેશિક સંઘર્ષનું કારણ બની શકે છે. તેઓએ હત્યાને ઈરાનની સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડતાનું ઉલ્લંઘન જણાવ્યું હતું.
તંગારાએ વધુમાં જણાવ્યું કે, ઈરાનની ધરતી પર એક રાજકીય નેતાની હત્યાથી આક્રમકતા અને સાર્વભૌમત્વ તેમજ પ્રાદેશિક અખંડતાનું ઉલ્લંઘન એક એવું કાર્ય છે જેને અલગથી જોવામાં નથી આવતું. આ એક જઘન્ય કૃત્ય હાલના તણાવને વધારવાનું કામ કરશે. જેનાથી ભવિષ્યમાં મોટા સંઘર્ષ ઊભા થશે. જેથી આખું ક્ષેત્ર સામેલ થઈ શકે છે.


